________________
- દશવૈકાલિકસૂગ ભાગ-૨
હુ એ અદય. ૩ નિયુક્તિ ૧૮૨ મેં અવિકલ્પ-નિશ્ચિત સાચો ઉપાય ફસાધક બને જ...)
આમાં ઉદાહરણ વિદ્યાસાધક છે, જેમ આવશ્યકમાં દર્શાવેલ છે, એમ સમજી લેવું. એ અથવા તો નિર્વિનું પુણ: એમ શબ્દ લો. એટલે કે સાધુની જુગુપ્સાથી રહિત.
આમાં ઉદાહરણ શ્રાવકપુત્રી છે, તે પણ આવશ્યકમાં જ જેમ દર્શાવેલ છે, તેમ સમજવું.
(૪) અમૂઢદૃષ્ટિ : બાલતપસ્વીનાં તપ, વિદ્યાનાં અતિશયનાં દર્શન દ્વારા જેની દષ્ટિ ' (=સમ્યકત્વ) સ્વરૂપમાંથી ચલિત નથી થઈ તે અમૂઢદષ્ટિ. (અર્થાત્ મિથ્યાત્વીઓનાં તપાદિ જોઈને પણ જે જૈનદર્શનમાં શ્રદ્ધા ગુમાવતો નથી તે અમૂઢદષ્ટિ)
આમાં ઉદાહરણ તુલસા શ્રાવિકા છે.
તે આ પ્રમાણે - લૌકિકત્રકષિ (પરિવ્રાજક) અંબડ રાજગૃહ નગરીમાં જતો હતો, ત્યારે પ્રભુએ ઘણાં ભવ્યજીવોને સ્થિર કરવા માટે એને કહ્યું કે “સુલસાને પૃચ્છા કરજે.” અંબઇ વિચારે છે કે “સુલસા પુણ્યશાળી છે કે અરિહંત એની પૃચ્છા કરે છે.” પછી અંબડે તે પરીક્ષા માટે તેની પાસે ભોજનની માંગણી કરી. તેણે ન આપ્યું. ત્યારબાદ તેણે ઘણાં જ બ્રહ્માદિરૂપો વિદુર્ગા: તો પણ તેણે ન આપ્યું. એ સંમોહન ન પામી.
આ રીતે કુતીર્થિકોની ઋદ્ધિ જોઈને મૂઢદષ્ટિવાળા ન થવું. 3 આટલો દર્શનાચારનિર્દેશ ગુણીપ્રધાન કર્યો. અર્થાત્ દર્શનાચારવાળાને = ગુણીને જa 1) ગુણ = આચાર રૂ૫ દર્શાવ્યો. હવે ગુણપ્રધાન દર્શનાચારનિર્દેશ કરે છે. તે ઝાં ઉપબૃહણા...વગેરે. | તેમાં ઉપબૃહણા એટલે સમાન ધર્મવાળાઓનાં સગુણોની પ્રશંસા દ્વારા તે સદ્ગણોની વૃદ્ધિ કરવી. સ્થિરીકરણ એટલે ધર્મમાંથી સીદાતા જીવોને ધર્મમાં જ સ્થાપવા.
ઉપબૃહણામાં ઉદાહરણ આ પ્રમાણે છે કે રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા છે. આ બાજુ શક્ર દેવરાજ તેના સમ્યક્ત્વની પ્રશંસા કરે છે. એક દેવ એની શ્રદ્ધા નથી કરતો.
એ નગરની બહાર નીકળેલા શ્રેણિકની આગળ નૂતનસાધુનું રૂપ કરીને માછલીઓ પકડે ડે છે. ત્યારે શ્રેણિક તે સાધુને અટકાવે છે. વળી અન્ય સ્થાને શ્રેણિકની આગળ ગર્ભવતી;
સાધ્વીજી ઉપસ્થિત થયા, ત્યારે શ્રેણિક એમને ઓરડામાં રાખીને જેમ કોઈ ન જાણે એ IT
રીતે સૂતિગૃહ કરાવે છે. પછી જે કંઈપણ સૂતિકર્મ છે. તે બધું જ જાતે જ કરે છે. ત્યારપછી છે તે દેવ સાધ્વીના રૂપને ત્યાગીને દિવ્ય દેવસ્વરૂપ દેખાડે છે અને કહે છે કે “શ્રેણિક ! તને