________________
|
દાઢેફાલિકસા માંગ
1
F
અય. ૢ સૂણ- ૬ ૧
બેસે.
બીજા કોઈ વળી પ્રશ્ન કરે છે કે દશવૈકાલિક તો નિયતશ્રુત જ છે. (સર્વકાલભાવી શ્રુત છે.) કેમકે કહ્યું છે કે “જ્ઞાતાધ્યયનનાં દૃષ્ટાન્તો, ઋષિભાષિતો, પ્રકીર્ણકશ્રુતો આ અનિયતશ્રુતો છે. બાકીનું બધું. શ્રુત પ્રાયઃ નિયત=શાશ્વત છે” તો પછી આ નવું ઉત્પન્ન થયેલ દૃષ્ટાન્ત શી રીતે દશવૈ.માં ઘટે ?
એનો ઉત્તર એ કે આવાપ્રકારનાં અર્થનો જ નિત્યશ્રુતમાં પણ સદ્ભાવ હોવાથી કોઈ દોષ નથી. (આશય એ કે દર વખતે આવા જ કોઈ ને કોઈ પ્રસંગો બને જ, માત્ર નામ TM બદલાય. પદાર્થ ન બદલાય. એટલે પદાર્થની દૃષ્ટિએ આ શ્રુત નિયતશ્રુત છે, અને એમાં આ દૃષ્ટાન્ત હોય તો કોઈજ વાંધો નથી.)
વળી તમે દર્શાવેલી ગાથામાં ઉત્સન્ન=પ્રાયઃ શબ્દ છે. એટલે પણ કોઈ દોષ નથી.
(દશવૈકાલિક તો સદામાટે સમાન હોય છે. રથનેમિનો પ્રસંગ તો આ જ કાળમાં બનેલો છે, તો આ પ્રસંગ સર્વકાલભાવી નિત્યશ્રુતમાં શી રીતે ઘટે ?)
ૐ (પ્રાયઃનો અર્થ એ જ કે મોટાભાગનું નિયત છે, થોડું ઘણું અનિયત પણ હોય. એટલે 1 આ દૃષ્ટાન્ત અનિયત તરીકે ગણી શકાય.) આ પ્રાયઃ નિયત છે, સર્વથા નિયત જ છે એવું નથી.
નવીમિ શબ્દથી એ જણાવ્યું કે હું મારી બુદ્ધિથી આ વાત નથી કરતો, પરંતુ તીર્થંકર અને ગણધરનાં ઉપદેશથી આ વાત કરું છું.
અનુગમ કહેવાઈ ગયો.
નયો પૂર્વની જેમ સમજવા.
इत्याचार्य श्रीहरिभद्रसूरिविरचितायां दशवैकालिकटीकायां द्वितीयं श्रामण्यपूर्वकाध्ययनं सम्पूर्णम् ॥२॥
આ પ્રમાણે આચાર્ય શ્રી હરિભદ્રસૂરિવડે રચાયેલી દશવૈકાલિકટીકામાં શ્રામણ્યપૂર્વકઅધ્યયન સંપૂર્ણ થયું.
इति श्रीदशवैकालिके द्वितीयाध्ययनं सवृत्तिकं समाप्तम् ॥
Er
शा
न
च