________________
અય. ૨ સૂત્ર-૧૦
દશવૈકાલિકસૂર ભાગ-રે માર્યો, ત્યાં પાંચ આંગળ ઉપસી આવી. પછી એને પાછલા બારણાંથી કાઢી. પેલી ગઈ, યુવાનને કહે છે કે “તે તો તારું નામ પણ સાંભળતી નથી. તે ચતુર યુવાન સમજી ગયો કે “વદપાંચમે પાછલા બારણે આવવું એવું એણે જણાવ્યું છે.” યુવાન વદપાંચમે પાછલા બારણેથી આવ્યો. (પાંચ આંગળીનો કાળો ધબ્બો પડેલો. કાળાશ પરથી વદ અને પાંચ આંગળ ઉપરથી પાંચમ જાણી.) અશોકવનમાં બે મળ્યા, સુતા આ બાજુ એનો સસરો માત્રુ કરવા ત્યાં આવ્યો, એણે બંનેને જોયા. એ જાણી ગયો કે “આ મારો પુત્ર નથી. 1 આ તો કોઈ પારદારિક છે.” પછી તેના પગમાંથી ઝાંઝર લઈ લીધું. પેલી આ વાત જાણી 1 F ગઈ. તેણે યુવાનને કહ્યું કે “જલ્દી ભાગી જા. આપત્તિકાળે મને સહાય કરજે.” સ્ત્રી 7 જઈને પતિને કહે છે કે “અહીં બફારો છે, ચાલો, અશોકવનમાં જઈએ.” બે ત્યાં જઈને - સૂતા. ક્ષણવાર ઉંધીને પતિને ઉઠાડે છે અને કહે છે કે “શું આ તમારા કુલને અનુરૂપ છે ? કે સસરા મારા પગમાંથી ઝાંઝર કાઢી લે.” તે કહે છે કે “અત્યારે ઊંઘી જા. સવારે મળી જશે.” સવારે વૃદ્ધે દીકરાને વાત કરી. ગુસ્સે થયેલો દીકરો કહે કે “બાપા ખોટા છે, ઉંધા છે” વૃદ્ધ કહે કે “મેં બીજા પુરુષને જોયો છે.” આમ વિવાદ થયો ત્યારે સ્ત્રી કહે “હું મારી જાતને શુદ્ધ કરીશ.” સસરા અને પુત્રે કહ્યું કે “એમ કર” પછી સ્નાન કરી, બલિકર્મ કરી તે યક્ષનાં મંદિરે ગઈ. તે યક્ષનાં અંદરથી (બે પગની વચ્ચેથી) પસાર થનારો જો અપરાધી હોય તો ત્યાં જ ચોંટી જાય. સામેની બાજુ ન નીકળી શકે. જો નિરપરાધી હોય તો નીકળી જાય. પછી તે વિલાસી પ્રિયતમ ગાંડાનું રૂપ કરીને રસ્તામાં ગાઢ રીતે, નિરંતર રીતે એને ગળે વળગે છે. પછી તે સ્ત્રી જઈને તે યક્ષને કહે છે કે “માતાપિતાએ મને જે પતિ આપ્યો છે તે અને તે ગાંડાને છોડીને જો હું બીજા પુરુષને ત્ર 7 જાણતી હોઉં તો તું મને (અપરાધિની) જાણજે.” વિલખો પડેલો યક્ષ વિચારે છે કે આ ધુતારી કેવાપ્રકારની લુચ્ચાઈ કરે છે ? આ તો મને પણ ઠગી ગઈ. ખરેખર આ ધુતારી = સતી નથી... યક્ષ વિચાર કરે છે, ત્યાં સુધીમાં તો તે ધુતારી બે પગ વચ્ચેથી નીકળી ગઈ. પછી બધા લોકોએ વૃદ્ધ સસરાને વિલખો પાડ્યો, એની હીલના કરી. તેથી વૃદ્ધની તે આઘાતનાં કારણે ઉંઘ ખતમ થઈ ગઈ. આ વાત રાજાનાં કાને પહોંચી. રાજાએ એને બોલાવીને અંતઃપુરનો પાલક બનાવ્યો. આ બાજુ અભિષેક કરાયેલું હસ્તિરત્ન અંતઃપુરની નીચે જ બંધાયેલું રહે છે. એક રાણી હાથીનાં મહાવતમાં આસક્ત હતી. હાથી સુંઢ દ્વારા ઉપરનાં માળેથી રાણીને નીચે ઉતારે છે, સવારે ઉપર મૂકે છે. આ પ્રમાણે કાળ પસાર થાય છે. એકવાર તે રાણી રાત્રે મોડી આવી, એટલે ગુસ્સે થયેલા મહાવતે હાથીની સાંકળથી એને મારી તે કહે છે કે “અંતઃપુરનો પાલક આવાપ્રકારનો, તેવાપ્રકારનો છે.
وال