________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૨ સૂત્ર-3
ઉત્તર ઃ “તમામે તમામ ભોગો લઈ લેવા છે.” એ માટે બે વાર મોળ શબ્દ લીધો છે. અથવા તો પહેલો મોળ શબ્દ પ્રિય,કાન્ત, પ્રાપ્ત ભોગોને દર્શાવનાર છે. અને બીજો ભોગ શબ્દ જે ભોગો ત્યજી દીધેલા અને પાછા પ્રાપ્ત થયેલા હોય એ ભોગોને સુચવનાર છે. (જે શબ્દાદિનો આ જીવે પૂર્વે ત્યાગ કરેલો હોય, એ જ શબ્દાદિ આને દીક્ષાનો નિર્ણય લીધા બાદ પાછા પ્રાપ્ત થાય, તો એનો પણ આ જીવે ત્યાગ કરવાનો છે... એમાં લપેટાઈ જવાનું નથી. જેમ ચાણક્યને બિંદુસારે ફરીથી મંત્રીપદ સ્વીકારવાની વિનંતિ મૈં કરી. તો એ મંત્રીસંબંધી ભોગો ત્યજ્ઞોપનત બનેલા કહેવાય. ચાણક્યે એનો સ્વીકાર ન કર્યો...)
ન
જે આવો હોય, તે જ ભરતચક્રી વગેરેની જેમ ત્યાગી કહેવાય. ૐ શબ્દ સ્તુ અવધારણાર્થવાળો હોવાથી “તે જ ” એમ અર્થ લીધો છે.
स्त
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો ભરત, જંબુ વગેરે જેઓએ વિદ્યમાન ભોગોને ત્યાગ્યા છે તેઓ જ ત્યાગી હોય, તો આવું બોલનારા તમને આ દોષ છે કે જે કોઈક ધનરૂપ તે સારથી હીન ભિખારી વગેરે દીક્ષા લઈને અહિંસાદિગુણવાળા ધર્મમાં ભાવથી ઉદ્યમવાળા ત્ર – બન્યા છે. તે શું અપરિત્યાગી છે ? (તમારા કહેવા પ્રમાણે તો એ અપરિત્યાગી જ =
બનશે.)
આચાર્ય કહે છે કે તેઓ પણ કરોડની કિંમતવાળા ત્રણરત્નોને ત્યાગીને જ દીક્ષિત થયા છે (૧) અગ્નિ (૨) પાણી (૩) સ્ત્રી. લોકમાં સારભૂત આ ત્રણ રત્નોને ત્યાગીને जि
જ દીક્ષિત થયા છે. માટે તેઓ પણ ત્યાગી કહેવાય.
મ
આમાં એક દૃષ્ટાંત છે.
य
યુ
એક કઠિયારા પુરુષે સુધર્મસ્વામીની પાસે દીક્ષા લીધી. ભિક્ષા માટે ફરતાં તેને લોકો કહે છે.” આ કઠિયારો દીક્ષિત થયો.” તે કઠિયારો નૂતનદીક્ષિત હોવાથી (આ બધું સહન ना ન થવાના કારણે) આચાર્યને કહે છે કે “મને અન્યસ્થાને લઈ જાઓ. હું આ સહન કરવા સમર્થ નથી.” આચાર્યે અભયને પૃચ્છા કરી કે “અમે જઈએ છીએ.” અભય કહે “શું આ ક્ષેત્ર માસકલ્પ પ્રાયોગ્ય નથી, કે જેથી તમે અકાળે જ અન્યસ્થાને જાઓ છો.” * આચાર્યે કહ્યું “નૂતનને માટે જવું પડે છે.” અભય કહે “તમે નિઃશંક, વિશ્વસ્ત બનીને રહો. હું આ લોકોને ઉપાય દ્વારા (જેમ તેમ બોલતાં) અટકાવું છું.
આચાર્ય રોકાયા
બીજાદિવસે અભયે ૧-૧ કરોડની ત્રણ રત્નઢગલીઓ સ્થાપી. નગરમાં ઘોષણા