________________ રસ દશવૈકાલિકસૂર ભાગ-૨ હકિક અધ્ય. 4 સૂ.-૧, નિ.-૨૩૧ सचेतनास्तरवः, सर्वत्वगपहरणे मरणाद्, गर्दभवत् / આમાં અનુમાન પણ વિદ્યમાન છે. વિદ્રમ-લવણ-ઉપલ(પત્થર) વગેરે પૃથ્વીનાં વિકારો એ જીવવાળા છે. કેમકે ! સમાનજાતીય અંકુરોની ઉત્પત્તિનો ઉપલંભ થાય છે. દા.ત. દેવદત્તનો માંસાંકુર. (અહીં અંકુર એટલે અંશ-ભાગ... એ રીતે અર્થ લેવો. દેવદત્તનાં શરીરનું કોઈક | , માંસ કપાઈ જાય, તો પણ ધીરે ધીરે એમાં નવું માંસ આવી જાય છે, એટલે કે તેમાં નવા માંસ અંશોની ઉત્પત્તિ થાય છે. હવે એ દેવદત્ત જીવવાળો છે એ પણ સિદ્ધ જ કે છે. તો એ જ રીતે ખાણાદિમાંથી કોઈક પત્થરાદિનો કોઈક ભાગ તૂટે તો પણ એ પાછો ન ત્યાં આખો થઈ જતો દેખાય છે તથા જો દેવદત્ત શ્વેત હોય, તો એનામાં માંસ કપાઈ Faa ગયા બાદ નવું માંસ ત આવે છે, કાળું નહિ. એટલે કે સજાતીય = સમાન માંસ ઉગે F |છે. તો પત્થરાદિમાં પણ જો કોઈ ભાગ તૂટે તો એ પત્થર જેવો હોય એવો જ નવો ભાગ આવે છે, સજાતીયભાગ આવે છે. તદ્દન જુદા પ્રકારનો ભાગ નહિ. | જો દેવદત્ત મરી ગયા બાદ માંસનો ટુકડો કાપી લેવામાં આવે, તો ફરી એ માંસનો | ( ટુકડો આવતો નથી. એટલે કે જે અજીવ હોય, એમાં માંસાંકુરોત્પત્તિ ન થાય. એ જ ! પ્રમાણે અચિત્ત બની ગયેલી પૃથ્વીમાં કાપ-કૂપ થાય, તો ફરી એ ભાગ ઉગતો નથી.) આમ આગમ અને યુક્તિથી પૃથ્વીકાયિકોનું જીવત્વ સિદ્ધ થાય છે. ત્તિ કહ્યું છે કે અતીન્દ્રિય પદાર્થોનાં સદ્દભાવનાં = વાસ્તવિક સ્વરૂપનાં બોધ માટે ક્લિ આગમ અને ઉપપત્તિ એ દૃષ્ટિનું સંપૂર્ણ લક્ષણ છે. (એટલે કે આ બેથી સંપૂર્ણબોધ થાય તે | ન છે... આગમ એટલે આપ્તનું વચન ! દોષનાં ક્ષયથી આપ્તને જાણો. વીતરાગ ખોટું | Mi વાક્ય ન બોલે. કેમકે અસત્વચનનાં રાગ-દ્વેષ-અજ્ઞાનરૂપ હેતુઓનો એમનામાં અભાવ , છે.) પ્રસંગથી સર્યું. પૃથ્વીની જેમ જ પાણી સચિત્ત કહેવાયેલું છે. તેજસ્ સચિત્ત કહેવાયેલું છે. વાયુ સચિત્ત કહેવાયેલું છે. વનસ્પતિ સચિત્ત કહેવાયેલું છે. આ બધું પણ સમજી લેવું. વિશેષ વાત હવે કહે છે કે બન્ને સાત્મિવં ભૂમિતિદ્વામાવિવારંમવાર રવિન -