________________ થઈ જાય. ક વ ) મા ! - હમ કો અLa. * નિયુકિત - 220 ડિક પ્રશ્નઃ જો આત્માનો શ્રોત્રાદિ ઈન્દ્રિયોથી બોધ ન થતો હોય તો એ અસતુ જ છે, 1 વિદ્યમાન જ નથી. એમ જ માનવું જોઈએ. ભૂતલ પર ઘડાનો ઈન્દ્રિયથી બોધ ન થાય, તો ઘડાનો અભાવ જ સિદ્ધ થાય છે ને ? ઉત્તર : આત્માનાં વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહાદિ જે ગુણો છે. એ તો આત્માને | | પોતાના સંવેદનથી જ સિદ્ધ જ છે. એટલે કે પાંચ ઈન્દ્રિયોથી આત્મા ન દેખાવા છતાં ' અવગ્રહાદિ તો સ્વસંવેદનસિદ્ધ જ છે. | પ્રશ્ન : પણ એ જ્ઞાન ઈન્દ્રિયથી તો દેખાતાં નથી. ઉત્તર : જ્ઞાન તો અતીન્દ્રિય જ હોય ને ? માત્ર અમે જ નહિ, બૌદ્ધોએ પણ " અતીન્દ્રિયજ્ઞાન તો માનેલા જ છે. (હા ! મનરૂપી ઈન્દ્રિયથી એ ગ્રાહ્ય છે. પણ અત્રે - શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિયોની અપેક્ષાએ જ્ઞાન અતીન્દ્રિય કહ્યું છે.) એટલે અવગ્રહાદિ જ્ઞાનો - | સિદ્ધ છે એ તો ઉભયપણે માન્ય છે. હવે જ્ઞાન તો ગુણ છે, અને ગુણનો ગુણી વિના અભાવ જ હોય. અર્થાત ગુણી || વિના ગુણ રહી ન શકે. એટલે બૌદ્ધોએ પણ અતીન્દ્રિયજ્ઞાનગુણનો ગુણી તો માનવો જ ! મુ પડશે. પ્રશ્ન : પૂર્વજ્ઞાન ઉત્તરજ્ઞાનનું ગુણી માની શકાય, ગુણી તરીકે આત્માદિ પદાર્થો માનવાની જરૂર નથી. ઉત્તર : પ્રાચીનશાન પોતે જ ગુણી તરીકે ઘટી ન શકે. કેમકે પ્રાચીનજ્ઞાન પોતે જ હા ગુણ છે, ગુણ પોતે શી રીતે ગુણી બને. માટે માનવું જોઈએ કે એ જ્ઞાનનો ગુણી કોઈક . | છે, અને એ આત્મા છે. એટલે શ્રોત્રાદિથી અગ્રાહ્ય એવો પણ તે આત્મા સત્ છે. એ વાત સિદ્ધ થાય છે. આ તો પ્રયોગાથે દર્શાવ્યો. પ્રયોગ આ છે કે आत्मा नित्यः गुणित्वे सति अतीन्द्रियत्वात् आकाशवत् / જે જે ગુણી અતીન્દ્રિય છે, તે તે નિત્ય છે. જેમકે આકાશ. જે જે નિત્ય નથી તે તે ગુણી + અતીન્દ્રિય નથી. (વટાદિ ગુણી છે, પણ અતીન્દ્રિય નથી, જ્ઞાનાદિ અતીન્દ્રિય છે, પણ ગુણી નથી...) तथा जातिस्मरणादिति, जातेरतिक्रान्तायाः स्मरणात्, न चेदमनुस्मरणम