________________
આ દશવૈકાલિકસૂગ ભાગ-૨ હજહાજ અથ. ૪ ભાણ-૪૨ છે. પામનારી માને છે. જીવ પણ પ્રતિક્ષણે વિનાશ પામે અને પ્રતિક્ષણે નવો નવો ઉત્પન્ન થઇ ન થાય. આ રીતે છગન નામના એક જીવમાં જે સતત વિનાશ, ઉત્પત્તિ ચાલ્યા જ કરે.. * સરખો જ છગનતુલ્ય જ જીવ ઉત્પન્ન થયા જ કરે એને તેઓ સંતાન = પરંપરા કહે છે. * ' પ્રત્યેક વસ્તુની પોતપોતાની સંતાન-પરંપરા છે. ૫૦૦૦ જીવો હોય, તો કુલ સંતાન પણ ૫000 થાય.
આ સંતાન બે પ્રકારે છે. (૧) સજાતીય (૨) વિજાતીય. છગન ૧૦૦ વર્ષ જીવ્યો, તે તો ૧૦૦ વર્ષ સુધી છગન-છગન-છગન. એમ એક સરખા નવા છગન ઉત્પન્ન થયા ? જ કરે... એટલે એ સજાતીયસંતાન છે. જેવો છગન મરીને હાથી બન્યો કે હવે છગનને FT : બદલે હાથીની પરંપરા શરુ થઈ.. આ વિજાતીયસંતાન કહેવાય. આ રીતે દરેક વસ્તુમાં : - અનાદિકાળથી સજાતીય-વિજાતીય સંતાન ચાલે જ છે. એટલે એમના મતમાં સંતાન | નિત્ય છે.
હવે જેમ જૈનો જીવાદિ પદાર્થો માનતાં જ હોવાથી જો કોઈ જૈનોને એમ કહે કે “હે જૈિનો ! જીવની હાજરી તમે સ્વીકારો. કેમકે એ પ્રત્યક્ષથી અનુભવાય છે” તો જૈનો તે - કહેવાના જ કે “આ તો અમે માનીએ જ છીએ. તું અમને શું મનાવવા આવ્યો છે.” | એમ જીવ નિત્ય છે. એમ આપણે બૌદ્ધોને સ્વીકારવા કહીએ છીએ, એટલે તેઓ કહેવાના જ કે “જીવની સંતાન અમે નિત્ય માની જ છે. તમે શું અમને મનાવવા આવ્યા છો” આમ તેઓ જૈનોને સિદ્ધસાધ્યતાદોષ આપે છે.)
આ દોષનું નિવારણ કરવા માટે બીજો શબ્દ વાપર્યો છે. અવિનાશી અર્થાત્ | સંતાનની અપેક્ષાએ તો નિત્ય છે જ, પરંતુ પ્રત્યેકક્ષણની અપેક્ષાએ પણ નિરવયનાશ ||
પામવાનાં સ્વભાવવાળો આ જીવ નથી. " (ભાવાર્થ બૌદ્ધો સંતાનને ભલે નિત્ય માને, પરંતુ જે સેંકડો હજારો ક્ષણોની સંતાન | ના બનેલ છે. એ દરેક ક્ષણ તો અનિત્ય જ માને છે. પ્રથમણીય છગન બીજીક્ષણે નથી ના
જ. બીજી ક્ષણે તદ્દન નવો છગન છે. ત્રીજી ક્ષણે દ્વિતીયક્ષણીય છગન નથી જ, તદ્દન વ નવો છગન છે. આ દરેકે દરેક ક્ષણનાં છગન પોતે પણ ક્ષણ શબ્દથી ઓળખાય. ક્ષણ | એટલે માત્ર સમય અર્થ ન લેવો. પણ એક જ ક્ષણ ટકનારી બધી જ વસ્તુઓ પણ ક્ષણ કહેવાય છે, ક્ષણિક કહેવાય છે.
હવે વિનાશ બે પ્રકારનો છે. સાન્વયવિનાશ અને નિરન્વયવિનાશ. સાવ્યવિનાશઃ સુવર્ણઘટને ઓગાળીને સુવર્ણમુકુટ બનાવ્યો. હવે સુવર્ણઘટનાં બે /