________________
આ પદાર્થ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારવો.
અથવા તો આનો બીજો અર્થ એ પણ થાય કે જિનશાસન સ્યાદ્વાદરૂપ હોવાથી એણે કોઈપણ વસ્તુનું એકાન્તે વિધાન કે એકાન્તે નિષેધ કરેલો નથી. એણે તમામે તમામ બાબતનું અપેક્ષાએ વિધાન અને અપેક્ષાએ નિષેધ કરેલો છે. આમ જૈનશાસ્ત્ર વિધિના પ્રતિષેધ દ્વારા વિશ્વવ્યાપક છે. એટલે એવું એકાન્તે તો ન જ કહેવાય કે “યાજ્ઞિકહિંસા · જૈનદર્શનને એકાન્તે અમાન્ય છે.” એટલે કોઈપણ ઈતરદર્શનનું વાક્ય એ કોઈક અપેક્ષાએ મ્યું તો જૈનદર્શનનું વાક્ય છે જ. પણ અત્યંતપ્રસિદ્ધ તો એ જ છે કે, “યાજ્ઞિકહિંસા જૈનોને માન્ય નથી.” એટલે એ દૃષ્ટિએ તો યાજ્ઞિકહિંસાનું પ્રતિપાદનકરનાર વાક્ય પ્રસિદ્ધનીતિ પ્રમાણે તો જૈનદર્શનવર્જિત કહેવાય...)
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુક્તિ ૧૯૬ થી ૧૯૮ આપ્યો કે જૈનસમયવર્જિત કથા એ અત્યંતપ્રસિદ્ધ નીતિની અપેક્ષાએ જાણવી. અર્થાત્ “યજ્ઞમાં હિંસા કરવી એ જૈનો કદિ ન કહે.” એમ જ અત્યંતપ્રસિદ્ધ નીતિ છે. એટલે એ ષ્ટિએ તો આ કથા સ્વસમયવર્જિતા છે જ.
ત
મૈં
તથા જે કથા લોક અને વેદથી સંયુક્ત હોય. અહીં લોકશબ્દના ગ્રહણથી રામાયણ વગેરે લેવા. વેદો તો ઋગ્વેદાદિ છે જ.
આમાં કહેવાયેલી કથા,
તથા સાંખ્ય, શાક્ય વગેરે સિદ્ધાન્તોની જે કથા તે સામાન્યથી કે દોષદર્શન દ્વારા કરાય તે વિક્ષેપણી કથા.
जि
जि
(ભાવાર્થ : જે કથા સ્વસમયવર્જિત હોય, લોક અને વેદમાં કહેવાયેલી હોય,
न
મ
સાંખ્યાદિ સિદ્ધાન્તોમાં કહેવાયેલી હોય તે કથાઓને સાધુ શ્રોતા આગળ બે રીતે કહે.
||
કાં તો સીધે સીધી એ કથા- વાત કહી દે કે “વેદમાં આમ કહ્યું છે કે...” “રામાયણમાં
ᄇ
저
આમ કહ્યું છે કે...” અથવા તો પછી એમાં દોષો દેખાડે કે “આ પ્રમાણે જે કહ્યું છે,
ના
ना
તે માનવામાં કેવા કેવા દોષો આવે છે...” આમ સામાન્યથી કે દોષ દેખાડવા દ્વારા આ
य
” લોક, વેદ કે સાંખ્યશાસ્ત્રાદિનાં પદાર્થો કહેવા એ વિક્ષેપણીકથા છે.)
જે કથા દ્વારા શ્રોતા સન્માર્ગમાંથી કુમાર્ગમાં વિક્ષેપ પામે કે કુમાર્ગમાંથી સન્માર્ગમાં વિક્ષેપ પામે તે કથા વિક્ષેપણી કહેવાય.
-
(પ્રશ્ન : પણ ઉ૫૨ પ્રમાણે કથાઓ = પદાર્થનિરૂપણો કરવામાં આવો વિક્ષેપ શી * રીતે સંભવે ?)
ઉત્તર ઃ જો સામાન્યથી જ રામાયણાદિનાં પદાર્થો કહેવામાં આવે, એમાં દોષ
૧૦૨