________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય, 3 નિર્યુક્તિ ૧૯૬ થી ૧૯૮ અથવા તો મિથ્યાવાદ એટલે નાસ્તિકતા અને સમ્યવાદ એટલે આસ્તિકતા કહેવાય. તેમાં પહેલાં નાસ્તિકવાદીઓની માન્યતાઓને કહી પછી અસ્તિત્વપક્ષવાદીઓની માન્યતા કહે. આ ત્રીજી વિક્ષેપણીકથા છે.
હવે ચોથી વિક્ષેપણીકથા કહે છે. તે પણ ઉપર પ્રમાણે જ છે પરંતુ એટલો ફરક કે પહેલા ઘુણાક્ષરતુલ્ય સારાભાવોને કહે અને પછી ખરાબભાવોને કહે. (ઉ૫૨ ત્રીજીકથા બે રીતે બતાવી છે એમાં પહેલાપ્રકારમાં ક્રમબદલી કરીને આ ચોથી દર્શાવી છે. બીજાપ્રકારને અહીં લીધો નથી. સમજી લેવો.) આ રીતે શ્રોતાને વિક્ષેપવાળો કરે.. માં (વિક્ષેપવાળો કરવો એટલે એનું મન એક સ્થાનેથી ઉઠાડી દઈ અન્યસ્થાને લગાડી દેવું...) મ હવે આ વિક્ષેપણીકથાને જ બીજાપ્રકારે કહે છે કે જે કથા સ્વસમયથી રહિત હોય FF એટલે કે જેમાં સ્વસમયમાં દર્શાવેલા મંદાર્થો ન હોય...
T
ગાથામાં જે હજુ શબ્દ એ વિશેષઅર્થવાળો છે, એટલે આ પ્રમાણે વિશેષઅર્થ કરવો કે જે કથા અત્યંત પ્રસિદ્ધનીતિથી સ્વસિદ્ધાન્તશૂન્ય હોય તે... બાકી જો આમ ન કરો તો તો વાંધો એ આવે કે સ્વસમય વિધિ અને પ્રતિષેધ દ્વારા વિશ્વવ્યાપક હોવાથી સ્વસમયરહિત કોઈપણ કથા જ નથી. એટલે સ્વસમવવાં જ્યા જ ન મળે.
ન
(ભાવાર્થ : અજૈનશાસ્ત્રોની એવી એકપણ વાત નથી કે જે જૈનશાસ્ત્રોમાં આવેલી ન હોય. ફરક માત્ર એટલો જ પડે કે જૈનશાસ્ત્રમાં જેની હા પાડી હોય, એની જ તેઓએ ના પાડી હોય. જૈનશાસ્ત્રોમાં જેની ના પાડી હોય એની જ તેઓએ હા પાડી હોય. દા.ત. “યજ્ઞાદિમાં પંચેન્દ્રિયવધ ન કરાય.” આ રીતે જૈનશાસ્ત્રમાં યજ્ઞહિંસાનું નિરૂપણ આવે છે, પણ એનો નિષેધ કરવામાં આવેલો છે. હવે અજૈનશાસ્ત્રમાં એમ લખેલું હોય કે “યજ્ઞમાં પશુઓની હિંસા કરવી.” તો આ વાત જૈનશાસ્ત્રમાં છે તો ખરી જ. પણ આટલું વિશેષ કહેલું હોય કે “આ માન્યતા ખોટી છે.” અજૈનશાસ્ત્ર એ જ વાતને કર્તવ્ય ગણી હોય. આમ ખરેખર તો એ અજૈનની વાત સાવ જ જૈનદર્શનરહિત નથી. એમાં ન * જૈનદર્શનનું વાક્ય આવેલું જ છે.
शा
य
એમ જૈનશાસ્ત્રે કહ્યું હોય કે “સ્વજનાદિનો ત્યાગ કરી દીક્ષા લેવી એ શૂરવીરતા × છે.” તો અજૈનશાસ્ત્ર કહ્યું હોય કે “સ્વજનાદિનો ત્યાગ કરી દીક્ષા લેવી એ નિષ્ઠુરતા, * કાયરતા છે.” આમાં જૈનશાસ્ત્ર જેની હા કહી, અજૈનશાસ્ત્રે તેની ના કહી. આમ દુનિયાનાં કોઈપણ પદાર્થો લાવો, એ જૈનશાસ્ત્રમાં છે જ, ફરક માત્ર આટલો પડે કે જૈનશાસ્ત્ર ઈતરશાસ્ત્રની માફક હા-ના પાડનાર નથી... પણ હવે સીધી રીતે જોવા જઈએ તો તો કોઈપણ કથા-વાક્ય જૈનસમયવર્જિત તો ન જ કહેવાય. એટલે અહીં ખુલાસો
1
૧૦૧