________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૩ નિયુક્તિ ૧૯૬ થી ૧૯૮ દેખાડવામાં ન આવે તો શ્રોતા તો એમ સમજે કે “આ પણ તત્ત્વ છે, સાચું છે...” આમ એને રામાયણાદિ સાચા લાગે. હવે એ જૈનદર્શનરૂપી સન્માર્ગ તરફ અભિમુખ થયેલો, પણ સરળમતિવાળો તે રામાયણાદિ શાસ્ત્રોને સાચા માની એ પ્રમાણે પ્રવૃત્તિ કરવા લાગે. આમ એંની કુમાર્ગમાં પ્રવૃત્તિ થાય.
હવે જો રામાયણાદિનાં દોષો દેખાડવાપૂર્વક રામાયણાદિનાં પદાર્થો કહો તો પણ જે શ્રોતા એકેન્દ્રિય જેવો હશે, એટલે કે રામાયણાદિમાં જડ મમત્વવાળો હશે એને એવો મૈં જ વિચાર આવશે કે “આ તો બધા ઈર્ષ્યાળુ-ક્રોધી છે.” અને આ ખોટા વિચારનાં કારણે 7 માં જે કંઈ થોડો ઘણો પણ સન્માર્ગ તરફ વળેલો, તે પણ હવે વક્તા તરફ દ્વેષ થવાથી વધુ ૭ કુમાર્ગમાં દૃઢ બનશે.
स्त
न
त
(જેન્દ્રિયપ્રાયસ્ય વિશેષણ લખવાનું કારણ એજ છે કે વક્તાએ ઈતરદર્શનનાં પદાર્થોમાં જે જે દોષો દર્શાવ્યા, એ તો સાચા જ હતાં. એમાં કંઈ જ ખોટું ન હતું. એટલે શ્રોતા જો વિચક્ષણ હોય તો એ કદાચ રામાયણાદિને માનનારો હોય તો પણ મધ્યસ્થ બનીને વિચારશે કે “રામાયણાદિમાં આ વક્તાએ દર્શાવેલા દોષો છે તો ખરા જ, એટલે એની પ્રામાણિકતા ન ગણાય...” આમ શ્રોતા જો બરાબર હોય તો એ ધર્મ પામે, પણ રામાયણાદિમાં જડરાણવાંળો હોય તો એ એમ નહિ જ વિચારે કે “આ જે દોષો બતાવેલા છે, તે ખરેખર સાચા છે કે નહિ ?” એ તો એટલું જ વિચારે કે “ વક્તાએ મારા રામાયણને ખોટું કહ્યું જ કેમ ? એણે એમાં દોષો બતાવ્યા જ શા માટે ?)
(પ્રશ્ન : આમ વિક્ષેપણીકથામાં તો નુકસાન છે, તો પછી એનું કથન ન કરવું સારું
न
ને ?)
शा
ઉત્તર : ઉ૫૨ દર્શાવ્યા પ્રમાણે તો આ વિક્ષેપણીકથા ન કરવી એમ નક્કી થયું, પણ જો વિધિપૂર્વક વિક્ષેપણીકથા કરાય તો વાંધો ન આવે. શાસ્ત્રકાર હવે વિક્ષેપણીકથા ના કરવાની વિધિ જ બતાવી રહ્યા છે.
य
F
દા.ત. અમારા જૈનદર્શનમાં અહિંસા, સત્યાદિરૂપ ધર્મ છે. સાંખ્યો પણ આ જ * પ્રમાણે ધર્મ માને છે. કેમકે એમનું વચન છે કે હિંસા નામનો ધર્મ થયો નથી કે થશે નહિ. (આમાં જૈન અને સાંખ્ય એ બંને ધર્મો એક સરખા પ્રરૂપાયા, એટલે “સાંખ્યો જૈનથી વધુ સારા.” એ બુદ્ધિ તો આના દ્વારા અટકી જ જવાની હવે “જૈનો સાંખ્યો કરતાં
ना
સ્વસિદ્ધાન્તવડે પૂર્વે જે કથા કહેવાયેલી હોય, તે કથાને પરસમયમાં ફેંકે, પણ એ મૈં કામ પરસમયમાં કલંક દોષ દેખાડવાપૂર્વક કરે.
૧૦૩
ᄑ