________________
शा
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુકિત - ૧૨૨ આમ અનેકપ્રકારનાં વિહંગમને દર્શાવીને હવે પ્રકૃતમાં કોનો ઉપયોગ છે ? એ દર્શાવે છે. કે આ સૂત્રમાં જ આકાશમાં ગમન કરનારા ભમરાઓ વડે પ્રયોજન અધિકાર, પ્રસ્તાવ છે. ગાથામાં પુન: શબ્દ છે, તે અવધારણ અર્થમાં છે. એનો ભાવ એ કે આ જ સૂત્રમાં ભમરાઓનો અધિકાર છે, બધા જ સૂત્રોમાં વિહંગમશબ્દથી ભમરા જ લેવાના... એવું નથી.
(૧૧૭થી માંડીને ૧૨૨ ગાથા સુધીમાં વિજ્ઞામ શબ્દનું વર્ણન કરેલ છે. એનો સાર નીચે પ્રમાણે છે.
• વિહંગમ ચાર પ્રકારે છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વિહંગમ.
• નામ, સ્થાપના સુગમ છે.
• આવતાં ભવમાં પક્ષી બનવું પડે, એવા કર્મોને બાંધી ચુકેલો જીવ દ્રવ્યવિહંગમ. • ભાવવિહંગમ બે પ્રકારે છે. (૧) અન્વર્થપ્રમાણે (૨) રૂઢીપ્રમાણે. અન્વર્થ શબ્દાર્થ.
य
त • શબ્દાર્થ પ્રમાણે (૧) ભાવવિહંગમ : આકાશમાં રહેલા ધર્માસ્તિકાયાદિ ચારેય 7 મૈં અસ્તિકાય. અહીં ગમ્ ધાતુનો અર્થ રહેનાર કરવો. ધર્માસ્તિકાયાદિ ચાર વિહમાં આકાશમાં રહેલા છે, માટે વિહંગમ.
પદાર્થોની
• શબ્દાર્થ પ્રમાણે (૨) ભાવવિહંગમ : ભાવગતિ એટલે ભાવોની નિ ઉત્પાદ-વ્યય-ધ્રુવતારૂપ ગતિ. બધા ધર્માસ્તિકાયાદિ આકાશમાં જ ઉત્પાદ-વ્યય- નિ - ધ્રુવતાદિરૂપ ગતિવાળા છે, એટલે બધા ધર્માસ્તિકાયાદિ ભાવગતિપ્રમાણે ભાવવિહંગમ 7
છે.
शा
1
=
卡
૨૯૮
→ ?
स
મ
૦ શબ્દાર્થ પ્રમાણે (૩) ભાવવિહંગમ : વિહાયોગતિનામકર્મની અપેક્ષાએ વિચારીએ તો તો તેના ઉદયવાળા ત્રસજીવો આકાશમાં એ ગતિનામકર્મનાં ઉદયથી ગમન કરે છે, એટલે આ નામકર્મનાં ઉદયવાળા જીવો વિહાયોગતિની અપેક્ષાએ ભાવવિહંગમ છે.
ना
ना
ય
૦ શબ્દાર્થ પ્રમાણે (૪) ભાવવિહંગમ : એક ગતિમાંથી બીજી ગતિમાં ચાલવું એ રૂપ જે ચલનક્રિયાત્મક ગતિ છે, એ પ્રમાણે વિચારીએ તો બધાં સંસારીજીવો અને બધાં પુગલો એકભવમાંથી બીજા ભવમાં કે એકસ્થાનેથી બીજા સ્થાને ગતિ કરે છે, એટલે કે આ રીતે આકાશમાં ચલનગતિવાળા છે. માટે બધાં જ ભાવવિહંગમ કહેવાય. પણ એ * ચલનગતિની અપેક્ષાએ જ સમજવું.
• રૂઢિઅર્થ પ્રમાણે તો પક્ષીઓ જ વિહંગમ કહેવાય. બીજા કોઈપણ પદાર્થો નહિ.