________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૧ એક આત્મા આખા વિશ્વમાં સર્વત્ર વ્યાપેલો છે. એવી રીતે અનંતાનંત આત્માઓ માટે પણ સમજી લેવું. આની સામે આપણે કહીએ છીએ કે કોઈપણ આત્મા સર્વવ્યાપી નથી, હા !'સિદ્ધજીવો સર્વ પદાર્થના જ્ઞાતા હોવાથી કદાચ જ્ઞાનની અપેક્ષાએ એ સર્વવ્યાપી કહો તો બરાબર. બાકી એ સિદ્ધદ્રવ્ય ખરેખર આખા વિશ્વમાં બધે જ વ્યાપેલું તો ન જ મનાય. એટલે આપણે જ્ઞાનની અપેક્ષાએ હજી પણ સર્વગત સિદ્ધાત્મા માનીએ. પણ સર્વથા=આત્મદ્રવ્યાદિની અપેક્ષાએ પણ સર્વગત સિદ્ધાત્મા તો આપણે નથી જ માનતા. - સાંખ્યો તો સર્વથા સર્વગત સિદ્ધાત્મા માને છે. આનું ખંડન કરવા માટે F મો સિઘ્ધિતિમુપાતેભ્યઃ શબ્દ છે. “સિદ્ધો સર્વવ્યાપી નથી, પણ સિદ્ધિગતિસ્થાયી છે.’ ૐ એ આનો અર્થ છે.
स्त
'
આત્મા =
त
त
જુઓ ઉપર બતાવેલા દુર્રયના મતને અનુસરનારાઓવડે કહેવાયું છે કે “ગુણ અને સત્ત્વના ભેદનું જ્ઞાન થવાથી દૂર થયેલી છે પ્રકૃતિની ક્રિયા જેઓની એવા મુક્ત જીવો તાપવર્જિત બનેલા છતાં આકાશની જેમ સર્વત્ર રહેલા છે.” (ગુણ-સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્ત્વ ચેતન. પ્રકૃતિ એટલે સત્ત્વ-૨જો-તમોગુણમય પદાર્થ. આ ત્રણ ગુણોનું ઉપાદાન કારણ. જૈનપરિભાષામાં કહીએ તો દેહ-કર્મ એ ત્રણગુણોના સ્થાને છે. જે જીવો જાણે છે કે આત્મા અને દેહ-કર્મ જુદા છે, તેઓ આ ભેદજ્ઞાન દ્વારા વિવેકી બને છે. હવે પ્રકૃતિ કાર્મણવર્ગણાદિ સમજવા. આ વિવેકી બનેલાઓ હવે ધીમે ધીમે કર્મ બાંધવાના છોડી દે છે. અર્થાત્ પ્રકૃતિની ક્રિયા હવે તેઓમાં થતી નથી. કાર્યણવર્ગણા કર્મરૂપે બની એમાં ચોંટતી બંધ થાય છે. અને એટલે જ તેઓ મુક્ત બનેલા મૈં કહેવાય છે.
जि
जि
在
=
-
F5F
|| આ માત્ર સ્થૂલદેષ્ટાન્તથી ઉપમા સમજવી.)
F
(પ્રશ્ન : પણ સિદ્ધિગતિ-ઉપગત શબ્દ દ્વારા આ સર્વવ્યાપીસિદ્ધ માનનારા મતનો F ના વ્યવચ્છેદ શી રીતે થાય ?)
ना
य
ઉત્તર ઃ આમણે માનેલા મુક્તજીવો સંપૂર્ણપણે બધે રહેલા હોવાથી સિદ્ધિગતિમાં મૈં ગમન ઘટી જ ન શકે. આશય એ કે જે જીવ જ્યાં હાજર જ છે, તે જીવ ત્યાં ગમનકરનાર ન જ બને. પણ અન્યસ્થાને રહેલો જીવ પોતાના અભાવવાળા સ્થાનમાં પહોંચે, ત્યારે એ ગમનકરનાર કહેવાય. હવે આમણે માનેલા સિદ્ધો તો સંપૂર્ણપણે, સર્વ પ્રકારે બધે જ રહેલા છે. ક્યાંય તેમનો અભાવ છે જ નહિં. તો તેઓ “સિદ્ધિગતિમાં ગયેલા, ગતિ કરનારા” શી રીતે બોલાય ? એટલે એમણે માનેલા મુક્તજીવોનો આ શબ્દ વડે વ્યવચ્છેદ થઈ જાય. (અહીં સર્વાત્મના શબ્દ બેય બાજુ જોડી શકાશે. સંપૂર્ણપણે, સર્વપ્રકારે તેઓ
८