________________
* *
>
દશવૈકાલિકસૂમ ભાગ-૧
અ અધ્ય. ૧ નિયુક્તિ - ૮૪/૨ કપ છે. ત્યાગ કરવો શી રીતે શક્ય બને ? કેમકે ત્યાગનો વિષય જ ગેરહાજર છે. આમ જો ( 2 જીવની માંસભક્ષણ પ્રવૃત્તિ જ ન માનો તો તેની નિવૃત્તિ જ નિર્વિષયક બનશે અને એટલે જ
એ નિવૃત્તિનો અસંભવ થશે. એટલે પ્રવૃત્તિ એ નિવૃત્તિનું નિમિત્ત છે. હવે પ્રસ્તુતશ્લોકમાં * તો કહ્યું છે કે નિવૃત્તિ મહાફલવાળી છે. એટલે મહાફળનું કારણ નિવૃત્તિ છે. એ નક્કી * થયું. અને એ નિવૃત્તિનું નિમિત્ત માંસભક્ષણપ્રવૃત્તિ છે. એટલે મોટા ફલનાં કારણભૂત | નિવૃત્તિનું કારણ બનનાર માંસભક્ષણ પ્રવૃત્તિ નિર્દોષ જ ગણાય. જેમ સ્વસ્થતારૂપી ફલનાં કારણભૂત નિરોગીતા છે. તો એ નિરોગીતાનું કારણ દવાઓ નિર્દોષ જ ગણાય.)
ઉત્તરપક્ષ : અહીં નિવૃત્તિ મહાફલવાળી કહી છે તે કઈ અપેક્ષાએ ? (૧) નિવૃત્તિ દુષ્ટપ્રવૃત્તિનાં ત્યાગરૂપ છે માટે મહાફલવાળી છે? કે પછી (૨) નિવૃત્તિ અદુષ્ટપ્રવૃત્તિનાં ત્યાગરૂપ છે માટે મહાફલવાળી છે ? " આમ બે પક્ષ છે.
તેમાં જો તમે પહેલો પક્ષ સ્વીકારો, તો એનો અર્થ થયો કે માંસભક્ષણપ્રવૃત્તિની | || નિવૃત્તિ એ દુષ્ટપ્રવૃત્તિની નિવૃત્તિરૂપ છે. એટલે કે માંસભક્ષણપ્રવૃત્તિ દુષ્ટપ્રવૃત્તિ છે. તો તે ને હવે તમે જ કહો કે એ પ્રવૃત્તિ અદુષ્ટ શી રીતે ? તમે જ એને દુષ્ટ માની લીધી ને ? “ | હવે જો બીજો પક્ષ સ્વીકારો તો એનો અર્થ એ થયો કે માંસભક્ષણ પ્રવૃત્તિ
અદુષ્ટપ્રવૃત્તિ છે, અને છતાં એનો ત્યાગ મહાલવાળી છે. તો હવે માંસભક્ષણપ્રવૃત્તિની ષિ નિવૃત્તિ એ પણ એક પ્રકારની અદુષ્ટપ્રવૃત્તિ જ છે ને ? એટલે માંસભક્ષણપ્રવૃત્તિ નિવૃત્તિ ન LI (રૂપ અદુષ્ટપ્રવૃત્તિ)ની નિવૃત્તિ પણ મહાફલવાળી ગણાશે. માંસભક્ષણપ્રવૃત્તિનિવૃત્તિની, | નિવૃત્તિ એ તો માંસભક્ષણરૂપ જ છે. એટલે માંસભક્ષણપ્રવૃત્તિ પણ મહાફલવાળી ગણાશે.
ટુંકમાં
માંસભક્ષણ પ્રવૃત્તિ અદુષ્ટ છે. અને એની નિવૃત્તિ મહાફલવાની છે, તો માંસભક્ષણપ્રવૃત્તિનો ત્યાગ અદુષ્ટ છે, તો એની નિવૃત્તિ = માંસભક્ષણ મહાફલવાળું સિદ્ધ ભ થાય. T હવે જો આમ માનીએ કે માંસભક્ષણ પણ મહાફલવાળું અને એનો ત્યાગ પણ * મહાફલવાળો તો આ તો પૂર્વાપરવિરોધ જ આવે છે. નિવૃત્તિતું મહાત્મા એ શબ્દ દ્વારા *
તમે પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિને મોટા ફલવાળી બતાવો છો અને અત્યારની તમારી વાતો * પરથી તો બંને સરખા = મહાફલવાળા સિદ્ધ થયા. આમ તમારી પહેલાંની વાત અને કે એ અત્યારની વાત વચ્ચે સ્પષ્ટ વિરોધ આવે છે.
5
5
E
E
F
F
=