________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૦૫ અન્યદાર્શનિકો એમ માને છે કે “આત્મા છે” તેઓને પણ એમ કહેવું કે આ વાત ખૂબ સારી છે. અમારા મતમાં પણ “આત્મા છે” એ વાત માનેલી જ છે. કેમકે જો આત્મા જ ન હોય તો દાન-શીલ-તપાદિ તમામ ક્રિયાઓ નિષ્ફળ થવાની આપત્તિ આવે. કેમકે આત્મા જ ન હોય તો આ ક્રિયાઓનું ફળ કોણ ભોગવે ? આત્મા જ ન હોય તો પછી આ બધી ક્રિયા કોના માટે કરવાની ?
એટલે “આત્મા છે” એ તો સારું. પરંતુ એ આત્મા સારા-ખરાબ કર્મોનો અકર્તા મૈં નથી, પરંતુ કર્તા જ છે. તમે એને કર્તા નથી માનતા, એ બરાબર નથી.
“આત્મા કર્તા છે” આ જ વાતમાં યુક્તિ દેખાડે છે કે જે કારણથી આત્મા સારા ૬ અને ખરાબ કર્મોનાં ફલરૂપ સુખ અને દુઃખને ભોગવે છે, તે કારણથી તેને કર્તા માનવો સ્તુ પડે.
પ્રશ્ન : આત્મા સુકૃતાદિ કર્મોનો કર્તા ન હોય, છતાં પણ સુખ-દુઃખાદિનો ભોક્તા હોય એવું માનીએ તો શું વાંધો ? એ ફલભોક્તા છે, એટલે એ કર્મકર્તા છે જ એવું માનવાની જરૂર શી છે ?
ઉત્તર : જો આત્મા અકર્તા હોય, તો આત્માને સુખદુ:ખાદિ ફલનો અનુભવ સંગત ન થાય. કેમકે અકર્તા, આત્માને સુખાદિ ભોક્તા માનવામાં તો અતિપ્રસંગદોષ આવે, એટલે કે જે સુખાદિભોક્તા નથી એમને પણ સુખાદિભોક્તા માનવાની આપત્તિ આવે. પ્રશ્ન : એ વળી શી રીતે ?
न
T
૧૯૫
म्त
ત
ITH
जि
न
ઉત્તર : અકર્તા એવા મુક્તજીવોને પણ સાંસારિક સુખ અને દુઃખની વેદના, | અનુભૂતિ માનવાની આપિાં આવે. કેમકે જેમ સંસારીજીવો તમારા મતે અકર્તા છે અને शा છતાં સાંસારિક સુખાદિ ભોક્તા છે. તેમ મુક્તજીવો પણ અકર્તા જ છે. તો તેઓ પણ સુખાદિભોક્તા બનવા જ જોઈએ. બેયમાં અકર્તુત્વ સમાન છે, અવિશેષ છે.
ना
પ્રશ્ન : જુઓ, સંસારી અને મુક્ત બેય અકર્તા જ છે. પરંતુ સંસારીજીવને પ્રકૃતિ * વગેરે પદાર્થોનો સંયોગ છે, અને એને આધારે એને સુખાદિભોગ થાય છે. જ્યારે મુક્તોને પ્રકૃત્યાદિ પદાર્થોનો વિયોગ છે. એટલે તેઓમાં સુખાદિભોગ નથી. (બે સ્ફટિક પત્થરોમાંથી એકની પાસે લાલ-કાળું કપડું મુકાય, તો એ સ્ફટિક લાલ-કાળુ દેખાય. બીજા * પાસે ન મુકાય તો એ લાલ-કાળું ન દેખાય. બેય સ્ફટિક તો સમાન જ છે. એમ સંસારીમુક્ત બેય જીવો સ્ફટિકવત્ અકર્તા જ છે. પરંતુ સંસારીને કપડા સમાન પ્રકૃતિનો સંબંધ હોવાથી લાલાશ-કાળાશ સમાન સાંસારિક સુખ-દુઃખ છે, મુક્તને એ નથી...)