________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૬૧ તો સાધુઓ વિહાર પૂર્વે જ પોતાની પાસે છાશથી ખરડાયેલા વસ્ત્રના ટુકડાદિને તૈયાર કરીને રાખી લે. અર્થાત્ છાશ લાવી એમાં ચોખ્ખું કપડું બરાબર પલાળી રાખે. એ પછી એ કપડું નીચોવ્યા વિના સુકવી દે. એ કપડું છાશથી ભાવિત થઈ જાય એટલે એને પોતાની પાસે રાખી લઈ વિહાર કરે. રસ્તામાં પાણીની જરૂર પડે તો તળાવ વગેરેનાં સચિત્તપાણીને જુદું કાઢી તેમાં એ કપડું નાંખી વ્યવસ્થિત હલાવે... એ કપડા દ્વારા અમુક કાળે તે પાણી અચિત્ત બની જાય. આવું ગીતાર્થો ગાઢ કારણસર ખૂબજ યતનાપૂર્વક 7 કરતાં.) આમ અચિત્તપાણીરૂપી દ્રવ્યની પ્રાપ્તિ માટેનો આ ઉપાય દર્શાવાયો. मो હળ વગેરે વડે ક્ષેત્રને ખેડવામાં આવે તે ક્ષેત્રોપાય કહેવાય. (ખેતીને યોગ્ય એવા મો ૬ ક્ષેત્રની પ્રાપ્તિનો ઉપાય આ હળાદિથી જમીન ખેડવી એ જ બને ને ?). આથી જ ડ સ્તુ નિર્યુક્તિકાર કહે છે કે લાંગલ = હળ અને કુલિક-કોદાળી વડે ક્ષેત્ર ખેડાય છે. ૩૫મ્યતે
न
શબ્દ ગાથામાં લખેલો નથી, તે બહારથી સમજી લેવો.) આથી હળ અને કુલિક એ ક્ષેત્રનો ઉપાય બને. આ લૌકિક ક્ષેત્રોપાય બને.
त
લોકોત્તર ક્ષેત્રોપાય આ પ્રમાણે છે કે “સવારે અશનાદિને માટે વિધિપૂર્વક અટનાદિ કરવા દ્વારા ક્ષેત્રને ભાવિત કરવું તે.” (ક્ષેત્રપ્રત્યુપેક્ષકો સવાર-બપોર-સાંજ વિધિપૂર્વક ગોચરીચર્યા કરવા દ્વારા એ ક્ષેત્રનાં લોકોને ગોચરી વહોરાવવાર્દિ ક્રિયા વડે ભાવિત કરી દે. અર્થાત્ ગચ્છને અનુકૂલક્ષેત્રની પ્રાપ્તિનો ઉપાય આ ક્ષેત્રભાવન કરવું તે બને.)
અહીં કેટલાકો લોકોત્તર દ્રવ્યોપાય આ રીતે દર્શાવે છે કે “સંઘાતપ્રયોજન વગેરેમાં યોનિપ્રાકૃતનાં પ્રયોગ દ્વારા સુવર્ણપતન-ઉત્કર્ષ એ જ દ્રવ્યોપાય છે.” न (યોનિપ્રામૃત ગ્રન્થમાં કઈ કઈ વસ્તુઓના સંયોગથી કઈ કઈ વસ્તુઓ બની શકે એનું વિસ્તૃત વર્ણન છે. એમાં “સુવર્ણોત્પત્તિ શી રીતે કરી શકાય ?” એ માટેના પણ પ્રયોગો બતાવેલા જ છે. એ પ્રયોગો દ્વારા સુવર્ણોત્પત્તિ કરી શકાય. સંઘાતપ્રયોજનાદિ ના (?) કાર્ય આવી પડે ત્યારે આ સુવર્ણોત્પત્તિ કરી શકાય.)
शा
શા
મા
य
જ્યારે દુઃખેથી પાર કરી શકાય એવા માર્ગને વિદ્યા વગેરે વડે પાર કરવો એ હૈં ક્ષેત્રોપાય છે. (અનુકૂલક્ષેત્રને પામવાનો ઉપાય આ બની રહે છે)
(પ્રશ્ન : આ ૬૧મી ગાથાનો ઉત્તરાર્ધ આ પ્રમાણે છે કે “ધાતુર્વાદ એ પ્રથમ છે, લાંગલાદિ વડે ક્ષેત્ર.” આમાં ક્ષેત્રોપાયનું વર્ણન કરવામાં બે વિકલ્પો ઉપર દર્શાવ્યા. એમાં પ્રથમવિકલ્પમાં આ આખો ઉત્તરાર્ધ ક્ષેત્રોપાયમાં ગણાવાયો છે. અર્થાત્ (૧) ધાતુર્વાદ એ ક્ષેત્રોપાયમાં પ્રથમ દૃષ્ટાન્ત છે. (૨) લાંગલાદિ વડે ક્ષેત્રોપક્રમણ એ
૧૬૪