________________
»
IS
Y”
આ દશવૈકાલિકસૂટા ભાગ-૧
) અધ્ય. ૧ નિયુક્તિ - ૫૬ - છેઆગળ દ્વિમાસિક, તેની આગળ એકમાસિક રહેલો હતો. તે બધાની આગળ (સૌથી . આ છેલ્લે) ક્ષુલ્લકસાધુ હતો. | તે દેવતાએ બધા તપસ્વીઓને ઓળંગીને ક્ષુલ્લકસાધુને વંદન કર્યા. પછી તે તપસ્વીઓ ગુસ્સે થયા. જયારે દેવતા પાછી નીકળતી હતી ત્યારે ચાતુર્માસિક તપસ્વીએ એને વસ્ત્રને વિશે પકડી. (અર્થાત્ એના કપડાં પકડયા.).
અને તપસ્વીએ દેવતાને કહ્યું કે “કટપૂતના ! તું તપસ્વી એવા અમને વંદન નથી || 1 કરતી અને આ રોજ ભાજન ભરીને ભાત ખાનારાને વંદન કરે છે ?” તે દેવતા કહે છે ? " કે “હું ભાવતપસ્વીને વાંદુ છું. પૂજા અને સત્કારમાં તત્પર એવા માનીઓને વંદન નથી | : કરતી.”
પછી તે તપસ્વીઓ સુલ્તકસાધુ પ્રત્યે ઈર્ષ્યા-દ્વેષ વહન કરે છે. દેવતા વિચારે છે કે “આ તપસ્વીઓ ક્ષુલ્લકને ખખડાવે નહિ = પરેશાન ન કરે એ માટે હું ક્ષુલ્લકની નજીકમાં જ રહું અને પછી આ તપસ્વીઓને પ્રતિબોધ પમાડું.”
બીજા દિવસે ક્ષુલ્લક રજા લઈને સવારે જ ગોચરી લેવા ગયો. પાછો ફરીને, ગોચરી || આલોવીને ચાતુર્માસિક તપસ્વીને નિમંત્રણ આપે છે. તેણે તો એના પાત્રમાં થુંક્યું. કે ક્ષુલ્લક કહે છે કે મેં તમને કફ-શુંક માટેનો પ્યાલો ન આપ્યો એ બદલ મિચ્છામિદુક્કડ” પછી ક્ષુલ્લકે તે થુંક ગોચરીની ઉપરથી જ દૂર કરીને કફના પ્યાલામાં નાંખી દીધું. એમ ત્રિમાસિક, દ્વિમાસિક અને એકમાસિક તપસ્વીએ પણ થુંક્યું. તે ક્ષુલ્લકે તે જ પ્રમાણે તે " થુંક દૂર કર્યું.
- આ વખતે “બળજબરીથી આના હાથને પકડું (અને એને મરડું)” એમ વિચારી | * તપસ્વીએ ક્ષુલ્લકનો હાથ પકડ્યો. તે જ વખતે અદીનમનવાળા, વિશુદ્ધ થતી વેશ્યાઓ માં * વડે વિશુદ્ધપરિણામવાળા તે ક્ષુલ્લકને કેવલજ્ઞાનને અટકાવનાર કર્મનો ક્ષય થવાથી "| ના કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. | ત્યારે તે દેવતા તપસ્વીઓને કહે છે કે તમને શી રીતે વંદન કરું ? કેમકે તમે તો |
આ પ્રમાણે ક્રોધથી અભિભૂત રહો છો. ત્યારે તે સંવેગને પામેલા તે તપસ્વીઓ જે મિચ્છામિદુક્કડ કરે છે. “અરેરે ! ઉપશાંતચિત્તવાળા બાલસાધુને પાપી એવા અમે : : આશાતના કરી.” આ રીતે શુભઅધ્યવસાય વડે તેઓને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ] છે. આ પ્રમાણે પ્રસંગતઃ કથાનક કહેવાયું.
ઉપનય આ પ્રમાણે કરવો કે ક્રોધ વગેરે અપ્રશસ્તભાવથી દુર્ગતિમાં અપાય થાય છે. તે
E
F
F