________________
- ૪૮
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુકિત એ ધર્મધ્યાન છે. (બંધ એ સંસારમાં ગમનનું કારણ છે, અને કર્મનો મોક્ષ, ક્ષય એ સંસારમાં અગમનનું કારણ છે... આ બધા પદાર્થોનું ચિંતવન એ ધર્મધ્યાન છે. અથવા બંધ, મોક્ષ તથા ગમનાગમ હેતુ = સંસારમાં એકગતિમાંથી બીજી ગતિમાં જવા-આવવા રૂપ પરિભ્રમણના હિંસાદિ રૂપ કારણો... આ ત્રણનું ચિંતન એ ધર્મધ્યાન છે.) પાંચ ઈન્દ્રિયોને વિશેષથી કાબુમાં લેવી અને જીવો ઉપર દયા કરવી એ ધર્મધ્યાન છે” આ પ્રમાણે ધર્મધ્યાનને જાણનારાઓ એ ધર્મધ્યાનને દર્શાવે છે.
न • જેની ઈન્દ્રિયો શબ્દાદિ વિષયોને વિશે સંકલ્પની કલ્પના અને વિકલ્પરૂપ વિકાર ન માઁ વગેરે દોષો વડે પ૨ામુખ છે. તથા મન,વચન, કાયારૂપ ત્રણ યોગો વડે જેનો 5 અન્તરાત્મા સ્થિર છે. વિદ્વાનો તે આત્માનાં આ ધ્યાનને બધા જ ધ્યાનોમાં ઉત્તમ-શ્રેષ્ઠ ઉ સ્નુ શુક્લધ્યાન કહે છે. (“મારે આ ખાવાનું જોઈએ જ છે. તો આમ મેળવાય વગેરે વિચારો સ્ત એ સંકલ્પની કલ્પના કહેવાય. તથા “હું આ ખાવું ? કે પેલું ખાઉં ? વગેરે વિચારો એ વિકલ્પરૂપી વિકારો છે. અથવા તો “હું આ સામે પડેલા રસગુલ્લા ખાઈ જાઉં ” વગેરે વિચારો એ સંકલ્પ, જ્યારે અશક્ય એવા પણ સુખો માટે “આ બધા મને મળશે...” त એવી વિચારણા એ કલ્પના કહેવાય. “હું આ ખાઉં કે પેલું ખાઉં ? અથવા મને આ મળશે કે નહિ મળે ?... એ વિચારો પણ વિકલ્પ કહેવાય. વિષયોનાં ભોગ વખતે માનસિક તીવ્રલાલસાઓ એ વિકાર... આમ યથાયોગ્ય અર્થ વિચારવો.)
""
આર્તધ્યાન કરવામાં તિર્યંચગતિ થાય, રૌદ્રધ્યાન કરવામાં સદા અધોગતિजि નરકગતિ થાય. ધર્મધ્યાન કરવામાં ખરેખર દેવગતિ રૂપ શુભફલ મળે. શુક્લધ્યાન મૈં કરવામાં જન્મનો ક્ષય થાય. તેથી વ્યાધિ અને રોગનો અંત કરનાર, હિતકારી, " જ્ઞા સંસારમાંથી પાર ઉતારનાર, કર્મ૨જને ખતમ કરનાર શ્રેષ્ઠ શુક્લધ્યાનમાં બુધપુરુષે પ્રયત્ન શા F કરવો જોઈએ.
त
સંક્ષેપથી ધ્યાન કહેવાઈ ગયું.
વિસ્તારથી ધ્યાનશતકમાંથી જાણી લેવું.
साम्प्रतं व्युत्सर्गः, स च द्विधा - द्रव्यतो भावतश्च, द्रव्यतश्चतुर्धा - गणशरीरोपध्याहार
ना (વ્યાધિ અને રોગ એ બે શબ્દો આમ તો સમાનાર્થી છે. છતાં કોઈક કોઈક અપેક્ષાએ 4 એમની વ્યાખ્યામાં ભેદ પણ દર્શાવી શકાય. દા.ત. વ્યાધિ એટલે ઘા-ચાળો વગે૨ેરૂપ ય બાહ્યમુશ્કેલી અને રોગ એટલે તાવ-માથાનો દુઃખાવો વગેરેરૂપ આંતરમુશ્કેલી.. (વ્યાધિ એટલે આંતરિક દોષો અને રોગો એટલે શરીરાદિ બાહ્યદોષો...)
૧૨૨
|
***
* * *