________________
श्री प्रज्ञापना सूत्र भाग २
अट्ठारसमं पयं अत्थाहिगारपरूवणं चउत्थं कायदारं जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं संखेज्जाइं राइंदियाई। वाउकाइयपज्जत्तए णं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणंसंखेज्जाई वाससहस्साई। वणस्सइकाइयपज्जत्तए णं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं संखेन्जाईवाससहस्साई। तसकाइयपज्जत्तए णंपुच्छा। गोयमा!जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणंसागरोवमसयपुहत्तं સાતિi સૂ૦-૪ના રૂપો (મૂળ) હે ભગવન્! સકાયિક (સશરીરી) જીવ “સકાયિક એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સકાયિક જીવ બે
પ્રકારના છે. તે આ પ્રમાણે-અનાદિ અનન્ત અને અનાદિ સાન્ત. અને તેમાં જે અનાદિ સાન્ત છે, તેની જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષે અધિક બે હજાર સાગરોપમની કાયસ્થિતિ છે. હે ભગવન્! અકાયિક (શરીર રહિત) સંબંધે પૃચ્છા. હે ગૌતમ! અકાયિક સાદિ અનન્ત છે. સકાયિક અપર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત છે. એ પ્રમાણે ત્રસકાયિક અપર્યાપ્તા સુધી જાણવું, સકાયિક પર્યાપ્તા સંબંધ પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક શતપૃથક્વ (બસોથી નવસો) સાગરોપમ સમજવા. પૃથિવીકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ, કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી–અવસર્પિણી, અને ક્ષેત્રથી અસંખ્યાતા લોક જાણવા. એ પ્રમાણે અષ્કાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક પણ સમજવા. વનસ્પતિકાયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંત કાળ, કાળથી અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી અને ક્ષેત્રથી અનન્ત લોક, અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત અને તે આવલિકાના અસંખ્યાતમા ભાગે સમજવા. પૃથિવીકાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વરસો જાણવા. એ પ્રમાણે અપ્લાયિક પણ જાણવા. તેજસ્કાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અત્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાના દિવસો હોય છે. વાયુકાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અત્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષો હોય છે. વનસ્પતિકાયિક પર્યાપ્તા સંબંધી પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષો હોય છે. ત્રસકાયિક પર્યાપ્તા સંબંધી પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત
અને ઉત્કૃષ્ટથી કંઇક અધિક બસોથી નવસો સાગરોપમ સુધી હોય છે. l/૪/પ૩પ (ટી૦) હવે કાયદ્વાર કહે છે-“હે ભગવન્! સકાયિક ઇત્યાદિ. કાયવડે સહિત હોય તે સકાય. અહીં આર્ષ હોવાથી સ્વાર્થમાં ઇક પ્રત્યક થયો છે. તેથી સકાયિક થાય છે. કાય-શરીર, તેના ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાશ્મણના ભેદથી પાંચ પ્રકાર છે. તેમાં અહીં તેજસ અથવા કામણ શરીર સમજવું. કારણ કે તે સંસાર પર્યન્ત નિરંતર હોય છે. જો એમ ન માનીએ તો વિગ્રહગતિમાં વર્તતા અને શરીર પર્યાપ્તિ વડે અપર્યાપ્તાને બાકીના શરીરનો અસંભવ હોવાથી તેઓને અકાયિક કહેવાય. અને જો એમ થાય તો ઉત્તર સૂત્રમાં કહેલા તેના બે પ્રકાર ન ઘટી શકે. હવે ઉત્તર સૂત્રો કહે છે–“સફર વિદેપન?' “સકાયિક બે પ્રકારના છે’–ઇત્યાદિ. તેમાં જે સંસારનો પાર નહિ પામે, અન્ત નહિ કરે તે અનાદિ અનન્ત, કારણ કે તેની કાય–તૈજસકામણશરીર નિરંતર હોવાથી તેનો કદિ વ્યવચ્છેદ નહિ થાય. જે મોક્ષને પ્રાપ્ત કરશે તે અનાદિ સાન્ત, કારણ કે મોક્ષ અવસ્થામાં તેના શરીરનો સર્વથા પરિત્યાગ થશે. પૃથિવી, અપ, તેજસુ, વાયુ અને વનસ્પતિ સૂત્રો સુગમ છે. કારણ કે બીજે સ્થળે પણ તેનો અર્થ પ્રસિદ્ધ છે. એ સંબધે કહ્યું છે કે
असंखोसप्पिणिओसप्पिणीओ एगिंदियाण उ चउण्ह। ता चेव उ अणंता वणस्सइए उ बोद्धव्वा ॥
પૃથિવીકાયિકાદિ ચારે એકેન્દ્રિયોની અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાયસ્થિતિ છે. અને વનસ્પતિની અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી કાયસ્થિતિ જાણવી. , (પ્ર)–જો વનસ્પતિની કાયસ્થિતિ અસંખ્યાતા પગલપરાવર્ત છે, તો સિદ્ધાન્તમાં જે કહેવાય છે કે-“મરુદેવાનો જીવ
90