SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ अट्ठारसमं पयं अत्थाहिगारपरूवणं बीयं गइदारं श्री प्रज्ञापना सूत्र भाग २ હે ગૌતમ! જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળ સુધી હોય. અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી પર્યન્ત કાળથી હોય અને ક્ષેત્રથી અનન્ત લોક-અનન્ત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ હોય તથા આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત પર્યન્ત હોય. હે ભગવન્! તિયચયોનિક સ્ત્રી ‘તિયી સ્ત્રી, એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથક્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી હોય. એ પ્રમાણે મનુષ્ય સંબંધે જાણવું. મનુષ્ય સ્ત્રી સંબંધે પણ એમજ સમજવું. હે ભગવન્! દેવ દેવ” એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જેમ નરયિક સંબંધે કહ્યું તેમ કહેવું. હે ભગવન્! દેવી ‘દેવી’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? . હે ગૌતમ! જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ સુધી હોય. હે ભગવન્! સિદ્ધ “સિદ્ધ’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સાદિ અનન્ત કાળ હોય. હે ભગવન! નરયિક “નૈરયિક અપર્યાપ્ત’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત કાળ હોય. એ પ્રમાણે યાવત્ અપર્યાપ્ત દેવી સુધી જાણવું. હે ભગવન્! નરયિક પર્યાપ્ત “નરયિક પર્યાપ્ત' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ સુધી હોય. હે ભગવન્! તિર્યંચ યોનિક પર્યાપ્ત ‘તિયચયોનિક પર્યાપ્ત' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત જૂન ત્રણ પલ્યોપમ સુધી હોય. એ પ્રમાણે પર્યાપ્ત તિર્યંચસ્ત્રી સંબંધે પણ જાણવું. મનુષ્ય અને માનુષી સંબંધે પણ એમજ સમજવું. જેમ પર્યાપ્ત નરયિકને કહ્યું તેમ પર્યાપ્તા દેવને જાણવું. હે ભગવન્! પર્યાપ્ત દેવી “પર્યાપ્ત દેવી' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય અત્તમુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અત્તમુહૂર્ત ન્યૂન પંચાવન પલ્યોપમ સુધી હોય. દ્વાર ૨.//પ૩૩l . (ટી) હવે નૈરયિકત્વાદિ પર્યાય વડે વિવક્ષિત તે જ જીવનું તે નૈરયિકત્વાદિ પર્યાયો વડે કેટલા કાળ સુધી નિરન્તર અવસ્થાન થતી નથી, પરન્તુ અનન્ત કાળ ગયા પછી પૂર્વના પ્રદેશની અનન્તર-પાસે રહેલા પ્રદેશમાં મૃત્યુ થાય ત્યારે તેની ગણના થાય છે, આ પ્રમાણે અનુક્રમે સર્વ લોકાકાશના પ્રદેશો મરણ વડે સ્પર્શ કરતા જેટલો કાળ થાય તે સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત, એક જીવને કાળચક્ર-ઉત્સર્પિણી અને અવસર્પિણીના સર્વ સમય અનુક્રમે કે અનુક્રમ સિવાય મરણ વડે સ્પર્શ કરતાં જેટલો કાળ લાગે તે બાદર કાલ પુદ્ગલપરાવર્ત અને પહેલો સમય, બીજો સમય, ત્રીજો સમય એમ અનુક્રમે મરણ વડે કાળચક્રના સર્વ સમયોને સ્પર્શ કરતા જેટલો કાળ થાય તે સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત. જેમકે આ ઉત્સર્પિણીના પ્રથમ સમયે કોઈ જીવ મૃત્યુ પામ્યો, ત્યાર પછી સમય ન્યૂન વિશ કોડાકોડી સાગરોપમ વ્યતીત થયા પછી ફરી વાર તેજ ઉત્સર્પિણીના બીજા સમયે મરણ પામે ત્યારે બીજો સમય મરણ વડે સ્પર્શ કરેલો કહેવાય. તે સિવાય બાકીના સમય મરણ વડે સ્પર્શ કરાયા છતાં ગણાતા નથી, એટલે તે ઉત્સર્પિણીના બીજા સમયે મરણ ન પામતાં તે સિવાય અન્ય સમયોમાં મરણ પામે તે પણ ગ્રહણ ન કરાય, પરન્તુ અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી ગયા પછી પણ’ ઉત્સર્પિણીના બીજા સમયેજ મરણ પામે ત્યારે તે સમય ગણાય. એમ અનુક્રમે મરણ વડે બધાય ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો સ્પર્શ કરતાં જેટલો કાળ થાય તે સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત કહેવાય છે. અનુભાગબલ્પના કષાયોદયરૂપ અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ પ્રમાણ અસંખ્યાતા અધ્યવસાય સ્થાનકો છે. તે બધા અધ્યવસાય સ્થાનકોમાં જેટલા કાળે એક જીવ ક્રમ વડે કે ક્રમ સિવાય વર્તતો મરણ પામે તેટલા કાળને બાદર ભાવપુદ્ગલપરાવર્ત કહે છે. અને તે બધા અધ્યવસાય સ્થાનોમાં અનુક્રમે મરણ પામતાં જેટલો કાળ લાગે તે સૂક્ષ્મ ભાવપુલપરાવર્ત કહેવાય છે. તાત્પર્ય એ છે કે કોઈ પ્રાણી સૌથી જઘન્ય કષાયોદયરૂપ અધ્યવસાયસ્થાને મરણ પામે, ત્યાર પછી તે પ્રાણી અનન્ત કાળ ગયા પછી પણ તે પછીના બીજા અધ્યવસાયસ્થાને મરણ પામે તે ગણાય, તે સિવાયના બીજા અધ્યવસાયસ્થાને અનન્ત વાર મરણ પામે તે ન ગણાય, ત્યાર પછી ત્રીજા અધ્યવસાયસ્થાને મરણ પામે એમ ક્રમપૂર્વક મરણ પામતો બધા અધ્યવસાય સ્થાનોને સ્પર્શ કરતાં જેટલો કાળ થાય તે સૂક્ષ્મ ભાવપુદ્ગલપરાવર્ત કહેવાય છે. અહીં બાદર પુદ્ગલપરાવર્તની પ્રરૂપણા સૂક્ષ્મ પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ સુખપૂર્વક સમજાવવા માટે છે, પરંતુ આગમમાં કોઈપણ સ્થળે તેનું પ્રયોજન બતાવ્યું નથી. અહીં ચારે પુદ્ગલપરાવર્તમાં પરમાર્થથી કંઇપણ વિશેષતા નથી, (કારણ કે પુદ્ગલપરાવર્તનો લક્ષ્યાર્થ અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ નિયત કાળ છે.) તો પણ જીવાભિગમાદિ સૂત્રમાં બહુધા ક્ષેત્રપુદ્ગલપરાવર્તનું ગ્રહણ કરવામાં આવ્યું છે. કારણ કે ક્ષેત્રને આશ્રયી માર્ગણામાં તેનું ગ્રહણ છે. તે આ પ્રમાણે–જે સાદિ સપર્યવસિતસાંત મિથ્યાદૃષ્ટિ છે, તે જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અનન્ત કાળ, કાળથી અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી પર્યન્ત અને ક્ષેત્રથી કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત પર્યન્ત હોય છે.” તેથી અહીં પણ ક્ષેત્રપુદ્ગલપરાવર્ત ગ્રહણ કરવું. જુઓ પંચસંગ્રહ ગાથા ૩૮-૪૧ ની ટીકા. 85
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy