________________
श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तरसमं पयं पञ्चमो उद्देसो लेस्साभेयपरूवणं लेस्साणं परिणमणभवपरूवण (મૂળ) હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તેના સ્વરૂપપણે, યાવત્ તેના સ્પર્શપણે વારંવાર પરિણમતી
નથી? હા ગૌતમ! અવશ્ય કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તેના સ્વરૂપપણે, તેના વર્ણપણે, તેના ગન્યપણે, તેના રસપણે, અને તેના સ્પર્શપણે વારંવાર પરિણમતી નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! તે તેના આકારભાવ-છાયા માત્ર વડે છે, તેના પ્રતિભાગ-પ્રતિબિંબ માત્ર વડે તે નીલલેશ્યા છે. પરન્તુ તે કૃષ્ણલેશ્યા નીલલેશ્યા રૂપે નથી. કૃષ્ણલેશ્યા ત્યાં સ્વસ્વરૂપમાં રહેલી [નીલલેશ્યાને] પ્રાપ્ત થાય છે. તે માટે હે ગૌતમ! એમ કહું છું કે કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તદ્રુપપણે યાવત્ વારંવાર પરિણમતી નથી.' હે ભગવન્! અવશ્ય નીલલેયા કાપોતલેશ્યાને પામીને તરૂપપણે યાવતું વારંવાર પરિણમતી નથી? હે ગૌતમ! અવશ્ય નીલલેશ્યા કાપોતલેશ્યાને પામીને તરૂપપણે થાવત્ વારંવાર પરિણમતી નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે “નીલલેશ્યા કાપોતલેશ્યાને પામીને તરૂપપણે યાવતું વારંવાર પરિણમતી નથી? હે ગૌતમ! તે નીલલેશ્યા તે કાપોતલેશ્યાના આકારભાવ-છાયા માત્ર વડે હોય, અથવા તેના પ્રતિબિંબભાવ માત્ર વડે હોય છે. તે નીલલેશ્યા છે, પણ કાપોતલેશ્યા નથી. તે સ્વસ્વરૂપમાં રહેલી નીલલેશ્યા [કાપોતલેશ્યાને] પ્રાપ્ત થાય છે. એ હેતુથી એમ કહું છું કે “નીલલેશ્યા કાપોતલેશ્યાને પામીને તરૂપપણે ધાવત્ વારંવાર પરિણમતી નથી. એ પ્રમાણે કાપોતલેશ્યા તેજોવેશ્યાને પામીને, તેજોવેશ્યા પઘલેશ્યાને પામીને અને પઘલેશ્યા શુક્લલેશ્યાને પામીને [તપપણે વારંવાર પરિણમતી નથી.] હે ભગવન્! અવશ્ય શુક્લલેશ્યા પાલેશ્યાને પામીને તરૂપપણે યાવતું વારંવાર પરિણમતી નથી? હા ગૌતમ! શુક્લલેશ્યા વારંવાર પરિણમતી નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “શુક્લલેશ્યા યાવત્ પરિણમતી નથી? હે ગૌતમ! તે શુક્લલેશ્યા પાલેશ્યાના આકારભવમાત્ર વડે હોય છે. યાવત્ તે શુક્લલેશ્યા છે, પણ પઘલેશ્યા નથી. શુક્લલેશ્યા પોતાના સ્વરૂપમાં રહેલી [પાલેશ્યાને] પ્રાપ્ત થાય છે. તે કારણથી હે ગૌતમ! હું એમ કહું છું કે “યાવત્ પરિણમતી નથી.' //પ/પ૨૯ll.
સત્તરમા લેશ્યાપદમાં પંચમ ઉદેશક સમાપ્ત.
અરિહંત ભાષિત દ્વાદશાંગીને મેળવીને પણ જે આત્માઓએ ક્ષણભર માટે પ્રમાદની આધીનતા સ્વીકારી લીધી અને આધીનતાને અળગી ન કરી એથી એ આત્માઓ પાછા અજ્ઞાનીયોની હરોળમાં આવી ગયા છે. અરિહંતો માર્ગદર્શક છે. માર્ગ બતાવનાર હાથ પકડીને કોઈને ચલાવી શકતો નથી. જે ભવ્યાત્માઓ એમના દ્વારા દર્શિત માર્ગ પર મન દઈને ચાલે છે તે મંજીલને મેળવે છે. અને જે એ માર્ગને સાંભળ્યા પછી જોયા પછી પણ લપસણા એવા સંસારના માર્ગ પ્રત્યે આગે કદમ બઢાવે છે તેતો મંજીલથી દૂરને દૂર ચાલ્યા જાય છે. અરિહંતની ઓળખાણ થયા વગર એમની આજ્ઞા માનનારા આરાધક ભાવને પામ્યા જ નથી. એ સંસારિક સુખોના સ્વાર્થ ને સાધવા માટે જ સાધના કરતા હોય છે.
- જયાનંદ
80