________________
श्री प्रज्ञापना सूत्र भाग २
सत्तरसमं पयं चउत्थो उद्देसो लेस्साभेयपरूवणं वण्णाहिगारो સંપ્રદાયથી જાણી લેવાં. ‘વૃત્તાળીસુમ' રીંગણીનું ફૂલ પ્રસિદ્ધ છે. ‘જોતાØવસુમદ્ વા’-કોકિલચ્છદ-તૈલકંટકનું પુષ્પ, એ સંબન્ધે ટીકાકાર કહે છે–‘વર્ણના અધિકારમાં કોલિચ્છદ છે તે અહીં તૈલકંટક કહેવાય છે' અને તેનું ફૂલ પ્રસિદ્ધ છે. ।।૩૬।।૫૧૦
तेउलेस्सा णं भंते! केरिसिया वन्नेणं पन्नत्ता ? गोयमा ! से जहानामए ससरुहिरए इ वा उरब्भरुहिरे इ वा वराहरुधिरे इ वा संबररुहिरे इ वा मणुस्सरुहिरे इ वा [इंदगोपे इ वा] बालेंदगोपे इ वा बालदिवायरे इ वा संझारागे इ वा [संझब्भरागे इ वा] गुंजद्धरागे इ वा जातिहिंगुले इ वा पवालंकुरे इ वा लक्खारसे इ वा लोहितक्खमणी इ वा किमिरागकंबले इ वा गयतालुए इ वा चीणपिट्ठरासी इ वा पारिजायकुसुमे इ वा जासुमणाकुसुमे इ वा किंसुयपुप्फरासी इ वा रत्तुप्पले इ वा रत्तासोगे इ वा रत्तकणवीरए इ वा रत्तबंधुजीवए इ वा भवेयारूवा ? गोयमा ! णो इट्टे समट्टे । तेउलेसा णं एत्तो इट्ठतरिया चेव जाव मणामतरिया चेव वन्नेणं पन्नत्ता । सू० ३७ । । ५११ ।। (મૂળ) હે ભગવન્! તેજોલેશ્યા વર્ણ વડે કેવા પ્રકારની છે? હે ગૌતમ! જેમ કોઇ સસલાનું રુધિર, ઉરભ્ર–ઘેટાનું રુધિર, ડુક્કરનું રુધિર, સાબરનું રુધિર, મનુષ્યનું રુધિર, ઇન્દ્રગોપ, નવો ઇન્દ્રગોપ, બાળ સૂર્ય, સંધ્યાનો રંગ, અર્ધચણોઠીનો રંગ, જાતિહિંગલો, પ્રવાલાંકુર, લાક્ષારસ, લોહિતાક્ષમણિ, કરમજી રંગવાળી કાંબલ, હાથીનું તાળવું, ચીનપિષ્ટરાશિ (મસૂરના પિષ્ટનો રાશિ?) પારિજાતકુસુમ, જપાકુસુમ-જાસુદના ફૂલ, કેસુડાનાં ફૂલનો રાશિ, રક્તોત્પલ, રક્તાશોક, રક્ત કણેર અને રક્ત બન્ધુજીવક છે. તેજોલેશ્યા એવા પ્રકારની છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. તેજોલેશ્યા એથી વધારે ઇષ્ટ, યાવત્ મનને ગમે એવી વર્ણ વડે કહેલી છે. II૩૭।૫૧૧
(ટી) ‘તેનેસ્સા નં અંતે'! હે ભગવન્! તેજોલેશ્યા વર્ણ વડે કેવા પ્રકારની છે–ઇત્યાદિ. સસલા, ઘેટા, સાબર, વરાહ અને મનુષ્યનું રુધિર બીજા જીવોના રુધિર કરતાં ઉત્કટ રાતાવર્ણવાળું હોય છે, તેથી એઓનું ગ્રહણ કરેલું છે. ‘બાલેન્દ્રોપ:' તત્કાળ જન્મેલો ઇન્દ્રગોપ, તે જ્યારે મોટો થાય છે ત્યારે કંઇક શ્વેત-રક્તવર્ણવાળો થાય છે, તેથી બાલનું ગ્રહણ કર્યું છે. ‘ફન્કશોપ:’—વર્ષાૠતુના પ્રથમ સમયમાં થવાવાળો અમુક પ્રકારનો કીડો, ‘વાસ્તવિવાર:'—પ્રથમ ઉગતો સૂર્ય, શુંગાર્થચણોઠીનો અર્ધભાગ, ચણોઠીનો અર્ધભાગ અત્યંત રાતો હોય છે અને અર્ધભાગ અત્યન્ત કાળો હોય છે, માટે અર્ધનું ગ્રહણ કર્યું છે, જાત્ય–પ્રધાન હિંગળોક, પ્રવાલ–નવાં પાદડાં, તેના અંકુર તે પ્રવાલાંકુર, તે પ્રથમ ઉગતા હોય ત્યારે અત્યંત રાતા હોય છે તેથી તેનું ગ્રહણ કર્યું છે. લાક્ષારસ-લાખનો રસ પ્રસિદ્ધ છે, લોહિતાક્ષમણિ-લોહિતાક્ષ નામે રત્નવિશેષ, કીરમજી રંગ વડે રંગેલી કંબલ તે કૃમિરાગકંબલ કહેવાય છે. અહીં શાકપાર્થિવાદિની પેઠે મધ્યમપદનો લોપ થયો છે. ગજતાલુ, ચિનપિષ્ટરાશિ, પારિજાતકુસુમ, જપાકુસુમ–જાસુદ, કિંશુકપુષ્પરાશિ, રક્તોત્પલ, રક્તાશોક, રક્ત કણવી૨-કણેર અને રક્ત બન્ધુજીવ એ બધા લોકપ્રસિદ્ધ છે. ‘ મને પ્યારૂંવા'? એવા પ્રકારની તેજોલેશ્યા હોય? ભગવાન્ ઉત્તર આપે છે—‘હે ગૌતમ! એ અર્થ યુક્ત નથી’. કારણ કે તેજોલેશ્યા આ સસલાના રુધિર વગેરેથી વધારે રાતા વર્ણવડે અત્યંત ઇષ્ટ છે. તેમાં કિંચિદ્ અકાન્ત છતાં પણ કેટલાએકને ઇષ્ટતર હોય છે તે માટે અત્યન્ત કાન્તપણું પ્રતિપાદન કરવા માટે કહે છે—‘ાન્તરિવ’—અત્યન્ત કાન્ત હોય છે. કેટલાએકને અત્યન્ત ઇષ્ટ અને સ્વરૂપથી અત્યન્ત કાન્ત હોય તો પણ બીજાને અપ્રિય હોય છે. તેથી અત્યન્ત પ્રિયપણું બતાવવા માટે કહે છે—‘પ્રિયવિ' અતિશય પ્રિય છે. આ હેતુથી ‘મનોજ્ઞરિવ’ અધિક મનોજ્ઞ છે. અધિક મનોજ્ઞ છતાં પણ કંઇક મધ્યમ મનોજ્ઞ હોય તે માટે અત્યંત પ્રકૃષ્ટનો પ્રકર્ષવિશેષ જણાવવા માટે કહે છે—‘મનાપરિધૈવ’ મનને પ્રાપ્ત કરનાર–મનને વશ કરનાર વર્ણવડે કહેલી છે. ।।૩૭।।૫૧૧
पम्हलेसाणं भंते! केरिसिया वन्नेणं पन्नत्ता ? गोयमा ! से जहानामए चंपे इ वा चंपयछल्ली इ वा चंपयभेदे इ वा हलिंद्दा इ वा हलिद्दगुलिया इ वा हलिद्दाभेदे इ वा हरियाले इ वा हरियालगुलिया इ वा हरियाल भेदे इ वा चिउरे
66