SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तरसमं पयं बीओउद्देसो सलेस्सेसु २४ दंडएसु अप्पाबहुयं श्री प्रज्ञापना सूत्र भाग २ વિશેષાધિક છે. તેથી તેજોવેશ્યાવાળા વ્યન્તરો અસંખ્યાતગણા છે. કેવી રીતે છે? અહીં એક પ્રતરમાં સંખ્યાતા કોટાકોટી યોજનપ્રમાણ સૂચીરૂપ ખડ્ડો જેટલા હોય તેટલા વ્યન્તર દેવદેવીઓનો સમુદાય છે. તેથી કંઇક ન્યૂન બત્રીશમા ભાગ જેટલા વ્યન્તરદેવો છે. તેથી તેઓ ભવનપતિ કરતાં ઘણા હોય છે. માટે કૃષ્ણલેશ્યાવાળા ભવનપતિ કરતાં તેજોલેશ્યાવાળા વ્યન્તરો અસંખ્યાતગુણા ઘટે છે. તેથી પણ કાપોતલેશ્યાવાળા વ્યન્તરો અસંખ્યાતગુણા છે. કારણ કે અલ્પ ઋદ્ધિવાળાને પણ કાપોતલેશ્યા હોય છે. તેથી નીલલેયાવાળા વ્યન્તરો વિશેષાધિક છે. તેથી પણ કૃષ્ણલેશ્યાવાળા વ્યન્તરો વિશેષાધિક છે. અહીં પણ પૂર્વે કહેલી યુક્તિનું અનુસરણ કરવું. તેથી તેજોવેશ્યાવાળા જ્યોતિષિક દેવો સંખ્યાતગુણા છે, કારણ કે એક પ્રતરમાં બસો છપ્પને અંગુલ પ્રમાણ સૂચીરૂપ ખડ્ડો જેટલા હોય તેટલા જ્યોતિષિક દેવદેવીઓનો સમુદાય છે, તેથી કંઇક ન્યૂન બત્રીશમા ભાગ જેટલા જ્યોતિષિક દેવો છે. તેથી કૃષ્ણલેશ્યાવાળા વ્યન્તરોથી જ્યોતિષિક દેવો સંખ્યાતગુણા જ ઘટી શકે છે, પણ અસંખ્યાતગુણા ઘટતા નથી. કારણ કે સચિરૂપ ખંડનું પ્રમાણ સંખ્યાતા કોટાકોટી યોજનની અપેક્ષાએ બસો છપ્પન અંગુલ સંખ્યાતમા ભાગે છે. હવે ભવનવાસિની આદિ દેવી સંબધે અને ત્યારપછી ભવનપતિ વગેરે દેવો અને દેવીઓ સંબન્ધ અલ્પ–બહુત્વ કહે છે–આ બન્ને સૂત્રો પૂર્વોક્ત ભાવનાને અનુસારે વિચારવાં. ર૧/૪૯પી एएसि णं भंते! भवणवासीणं जाव वेमाणियाणं देवाण य देवीण य कण्हलेस्साणं जाव सुक्कलेस्साण य कयरे कयरेहितो अप्पा वा ४? गोयमा! सव्वत्थोवा वेमाणिया देवा सुक्कलेस्सा, पम्हलेस्सा असंखेज्जगुणा, तेउलेस्सा असंखेन्जगुणा, तेउलेस्साओ वेमाणियदेवीओ असंखेज्जगुणाओ [संखेन्जगुणाओ], तेउलेस्सा भवणवासी देवा असंखेज्जगुणा, तेउलेस्साओ भवणवासिणीओ देवीओसंखेज्जगुणाओ,काउलेस्सा भवणवासी असंखेज्जगुणा, नीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया, काउलेस्साओ भवणवासिणीओ संखेज्जगुणाओ, नीललेस्साओ विसेसाहियाओ, कण्हलेस्साओ विसेसाहियाओ, तेउलेस्सा वाणमंतरा संखेज्जगुणा[असंखेज्जगुणाओ], तेउलेस्साओ वाणमंतरीओ संखेज्जगुणाओ, काउलेस्सा वाणमंतरा असंखेज्जगुणा,नीललेस्सा विसेसाहिया,कण्हलेस्सा विसेसाहिया,काउलेस्साओ वाणमंतरीओसंखेज्जगुणाओ, नीललेस्साओ विसेसाहियाओ, कण्हलेस्साओ विसेसाहियाओ, तेउलेस्सा जोइसिया संखेज्जगुंणा, तेउलेस्साओ जोइसिणीओ संखिज्जगुणाओ ।।सू०-२२।।४९६।। (મૂળ) હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુક્લલેશ્યાવાળા એ ભવનવાસી દેવો યાવત્ વૈમાનિક દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ૦ ૪ છે? હે ગૌતમ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા વૈમાનિક દેવો છે, તેથી પધલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી તેજલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી તેજોવેશ્યાવાળી વૈમાનિક દેવીઓ સંખ્યાતગણી છે, તેથી તેજોલેશ્યાવાળા ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે, તેથી તેજલેશ્યાવાળી ભવનવાસિની દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી કાપોતલેશ્યાવાળા ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કુષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળી ભવનવાસિની દેવીઓ સંખ્યાતગણી છે, તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી કુષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે. તેથી તેજોવેશ્યાવાળા વ્યંતરદેવો સંખ્યાતગણા છે, તેથી તેજલેશ્યાવાળી વ્યંતરી દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી કાપોતલેશ્યાવાળા વ્યંતર દેવો અસંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળી વ્યંતર દેવીઓ સંખ્યાતગુણી છે. તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી કુષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે. તેથી તેજોવેશ્યાવાળા જ્યોતિષિક દેવો સંખ્યાતગણા છે, તેથી તેજોવેશ્યાવાળી જ્યોતિષિક દેવીઓ સંખ્યાતગુણી છે. //ર ૨૪૯૬ //
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy