________________
श्री प्रज्ञापना सूत्र भाग २
सत्तरसमं पयं पढमोउद्देसो वाणमंतराइसु समाहाराइ सत्तदारपरूवणं છે અને સંમૂર્છિમ અલ્પેશ૨ી૨વાળા મનુષ્યોને નિરંતર આહારનો સંભવ છે. ઉચ્છ્વાસ નિઃશ્વાસ પણ અલ્પશ૨ી૨વાળાને વારંવાર હોય છે, કારણ કે પ્રાયઃ તેઓ ઘણા દુઃખી હોય છે. ‘મેસં નહીં નેરયાળ' ઇતિ બાકી કર્મ, વર્ણાદિ સંબન્ધે . સૂત્ર । જેમ નૈરયિકોને કહ્યું છે તે પ્રમાણે જાણવું, પરન્તુ અહીં પૂર્વે ઉત્પન્ન થયેલાને તરુણપણાથી શુદ્ધવર્ણાદિ જાણવા. ક્રિયાસૂત્રમાં વિશેષતા જણાવે છે—‘જિરિયાäિ મળ્યુસા તિવિહા' ઇત્યાદિ. પરન્તુ ક્રિયાઓમાં મનુષ્ય ત્રણ પ્રકારના છે. તેમાં સરાગસંયતો– જેના કષાયો ક્ષીણ કે ઉપશાન્ત થયા નથી એવા છે વીતરાગસંયતો—જેના કષાયો ઉપશાન્ત અથવા ક્ષીણ થયા છે એવા છે અને તે ‘અકિરિયા’ ઇતિ ક્રિયારહિત છે, કારણ કે વીતાગ હોવાથી તેઓને આરંભાદિ ક્રિયાનો અભાવ છે. અપ્રમત્ત સંયતને એક માયાપ્રત્યયક્રિયા હોય છે, અને તે શાસનના ઉડ્ડાહરક્ષણમાં પ્રવૃત્ત થયેલાને હોય છે, કારણ કે તેના કષાયો ક્ષીણ થયા નથી. પ્રમત્ત સંયતને આરંભિકી અને માયાપ્રત્યયિકી એ બે ક્રિયા હોય છે, પ્રમત્તસંયતોનો સર્વ પ્રમત્તયોગ આરંભરૂપ છે માટે તેને આરંભિકી ક્રિયા હોય છે અને તેના કષાયો ક્ષીણ નહિ થયા હોવાથી માયાપ્રત્યયિકી ક્રિયા હોય છે. ‘સેસના નેરયાળ' ઇતિ. બાકીનું આયુષ્ય સંબન્ધી સૂત્ર જે પ્રમાણે નૈરયિકોને કહ્યું છે તે પ્રમાણે કહેવું. અને તે સુગમ હોવાથી સ્વયં વિચારી લેવું.
૧૦૯૦૪૮૩૦
|| वाणमंतराइसु समाहाराइसत्तदारपरूवणं || वाणमंतराणं जहा असुरकुमाराणं । एवं जोइसियवेमाणियाणवि, नवरं ते वेदणाए दुविहा पन्नत्ता, તું નહાमाइमिच्छदिट्ठीउववन्नगा य अमाइसम्मदिट्ठीउववन्नगा य । तत्थ णं जे ते माइमिच्छदिट्ठीउववन्नगा ते गं अप्पवेदणतरागा । तत्थ णं जे ते अमाइसम्मदिट्ठीउववन्नगा ते णं महावेदणतरागा, से तेणद्वेणं गोयमा ! एवं વુન્નરૂા તેનં તહેવ ।।સૢ૦-૨૦||૪૮૪||
(મૂળ) વ્યન્તરોને અસરકુમારોની જેમ સમજવું. એમ જ્યોતિષિક અને વૈમાનિકોને પણ જાણવું. પરન્તુ વેદનામાં તેઓ બે પ્રકારના છે–માયી મિથ્યાદૃષ્ટિ ઉત્પન્ન થયેલા અને અમાયી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થયેલા. તેમાં જે માયી મિથ્યાદૃષ્ટિ ઉત્પન્ન થયેલા છે તે અલ્પવેદનાવાળા હોય છે, અને જે અમાયી સમ્યદૃષ્ટિ ઉત્પન્ન થયેલા છે તેઓ મહાવેદનાવાળા છે. તે માટે હે ગૌતમ! એમ કહું છું. બાકી બધું તેમજ જાણવું. ૧૦૪૮૪॥
(ટી૦) ‘વાળમંતરાળું નહીં અસુરમારાખં' વ્યન્તરોને અસુરકુમા૨ોની પેઠે કહેવું–ઇત્યાદિ. જેમ અસુકુમારો સંશીભૂત અને અસંશીભૂત છે. તેમાં જે સંશીભૂત છે તે મહાવેદનાવાળા છે અને અસંશીભૂત છે તે અલ્પવેદનાવાળા છે—એ પ્રમાણે અસુરકુમારો સંબન્ધે કહ્યું છે તેમ વ્યન્તરો સંબન્ધ પણ કહેવું. કારણ કે અસુરકુમારથી આરંભી વ્યન્તર સુધીના દેવોમાં અસંશી ઉત્પન્ન થાય છે. ભગવતીસૂત્રમાં પ્રથમ શતકના બીજા ઉદ્દેશકમાં કહ્યું છે કે ‘મસની દન્નેનું મવળવાસીસુ કોમેળ વાળમંતરેતુ'। અસંજ્ઞી જઘન્યથી ભવનવાસી અને ઉત્કૃષ્ટપણે વ્યન્તરોમાં ઉત્પન્ન થાય છે. અને તેઓ અસુરકુમારના પ્રકરણમાં કહેલી યુક્તિથી અલ્પવેદનાવાળા હોય છે એમ જાણવું. જે પૂર્વે વ્યાખ્યાન કર્યું કે સંશી-સમ્યગ્દષ્ટિ અને અસંશી મિથ્યાદૃષ્ટિએ પ્રમાણે પણ વૃદ્ધ આચાર્યોના વ્યાખ્યાનને અનુસરી કરેલું વ્યાખ્યાન ઘટે છે, માટે દોષરહિત છે. એ પ્રમાણે અસુકુમારને કહેલા પ્રકાર વડે જ્યોતિષિક અને વૈમાનિકોને પણ કહેવું, પરન્તુ વેદનામાં તેઓ આ પ્રમાણે કહેવા—‘દુવિહા નોસિયા પુનત્તા, તંનહા-માયિમિચ્છાઙ્ગિીઝવવન્ત ય' ઇત્યાદિ. બે પ્રકારના જ્યોતિષિકો છે-માયી મિથ્યાદૃષ્ટિ ઉત્પન્ન થયેલા અને અમાયી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થયેલા–ઇત્યાદિ. (પ્ર0)—જ્યોતિષિક સંબન્ધે એવા પ્રકારનો પાઠ કેમ કહો છો, પણ અસુરકુમારની પેઠે ‘સનિમૂયા ય અસનિમૂયા ય'—સંશીભૂત અને અસંશીભૂત એવો પાઠ કેમ કહેતા નથી? (ઉ)—જ્યોતિષિકમાં અસંશી ઉત્પન્ન થતા નથી માટે. એ શાથી જાણવું? યુક્તિથી જાણી શકાય છે, તે આ પ્રમાણે-અસંશીના આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ હોય છે અને જ્યોતિષિકોની જઘન્ય સ્થિતિ પણ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ છે,
34