________________
छत्तीसइमं समुग्घायपयं कसायसमुग्घायवत्तव्वया
श्री प्रज्ञापना सूत्र भाग २ અસંખ્યાતીવાર આવનારને અસંખ્યાતા અને અનન્ત વાર આવનારને અનન્ત ભાવી માનસમુદુઘાતો થવાના છે. નૈરયિકને જ અસુરકુમારપણામાં ભવિષ્યના વિચારમાં આ ભાવના છે-જે નરકથી નીકળી અસુરકુમારપણું નહિ પામે તેને ભવિષ્ય કાળે માનસમુઘાતો થવાના નથી. પણ જે એકવાર પામશે તેને એક, બે કે ત્રણ વગેરે, સંખ્યાતીવાર અસુરકુમારપણું પામનારને સંખ્યાતા, અસંખ્યાતી વાર પામનારને અસંખ્યાતા અને અનન્તવાર પામનારને અનન્ના માનસમઘાતો થવાના હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી તિર્યંચ પંચેન્દ્રિયપણામાં ભવિષ્યના સમુદ્દઘાતનો વિચાર થાય. મનુષ્યના વિચારમાં આ પ્રમાણે ભાવના છે-જે નરકથી નીકળી મનુષ્યભવ પામી માનસમુદ્ધાતને પ્રાપ્ત થયા સિવાય સિદ્ધ થશે તેને ભવિષ્યમાં એક પણ માનસમુદ્યાત ભવિષ્યમાં થવાનો નથી, પરંતુ જે મનુષ્યપણાને પ્રાપ્ત થઈ એકવાર માનસમુદ્ધાતને પ્રાપ્ત થશે તેને એક બીજાને બે અને અન્યને ત્રણ વગેરે સંખ્યાતીવાર મનુષ્યપણાને પ્રાપ્ત થનારને સંખ્યાતા, અસંખ્યાતીવાર પ્રાપ્ત થનારને અસંખ્યાતા અને અનન્તવાર પ્રાપ્ત થનારને અનન્તા થવાના હોય છે. વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકપણામાં જેમ અસુરકુમારપણામાં વિચાર કર્યો તેમ કરવો.જેમ નૈરયિકને નૈરયિકત્વાદિ ચોવીશ સ્થાનોમાં વિચાર કર્યો તેમ અસુરકુમારાદિને પણ વૈમાનિક સુધી ચોવીશ દંડકના ક્રમથી કરવો. જેમ માનસમુદ્ધાતના ચોવીશ સૂત્રો ચોવીશ દંડકના ક્રમથી કહ્યા છે તેમ માયાસમુદ્ધાતના પણ ચોવીશ સૂત્રો ચોવીશ દંડકના ક્રમથી કહેવા. કારણ કે બન્ને સ્થળે સમાન પાઠ છે. હવે લોભસમુદ્ધાત સમાનપણાથી કહે છે–‘નોનસમુધારો નદી સયસમુ વાતો, નવરં સળંગીવા મસુરા નેરાણુ તોમસાણ યુરિયા નેતવ્યા'—જેમ કષાયસમુદ્ધાત કહ્યો તેમલોભસમુદ્દાત કહેવો.પરન્તુ અસુરાદિ સર્વ જીવો નૈરયિકોમાં એકોત્તરપણે-એકથી માંડી અનન્તસમુદ્યાતપણે જાણવા જેમ પૂર્વે કષાયસમુદ્ધાત કહ્યો તેમ લોભસમુદ્દઘાત પણ કહેવો. પર અસુરકુમારાદિને નરયિકપણામાં ભવિષ્યના વિચારમાં કદાચ સંખ્યાતા હોય, કદાચ અસંખ્યાતા હોય અને કદાચ અનન્તા હોય-એમ કહ્યું છે અને અહીં અસુરકુમારાદિ સર્વે જીવો નૈરયિકોમાં ભવિષ્યના સમુદ્ધાતનો વિચાર કરતા એકોત્તરપણે જાણવા. એકોત્તરનો ભાવ તે એકોત્તરિકા-એક—બે ત્રણ-ઇત્યાદિ રૂપે જાણવા. અતિશય દુઃખની વેદના વડે પીડાયેલા હોવાથી હમેશાં ઉદ્વેગને પ્રાપ્ત થયેલા નેરયિકોને ઘણું કરી લોભસમુદ્ધાતનો અસંભવ છે. સૂત્રનો પાઠ આ પ્રમાણે છે–“હે ભગવન્! એક એક નૈરયિકપણામાં કેટલા લોભસમુદુઘાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના છે અને કોઈને થવાના નથી. જેને થવાના છે. તેને એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના છે. “હે ભગવન્! એક એક નૈરયિકને અસુરકુમારપણામાં કેટલા લોભસમુઘાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળ થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે તેને કદાચ સંખ્યાતા હોય, કદાચ અસંખ્યાતા અને કદાચ અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે નરયિકને યાવત્ સ્વનિતકુમારપણામાં કહેવું. હે ભગવન્! એક એક નરયિકને પૃથિવીકાયિકપણામાં કેટલા લોભસમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે. તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવત્ મનુષ્યપણામાં કહેવું. વ્યન્તરપણામાં જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ કહેવું. હે ભગવન્! એક એક નૈરયિકને જ્યોતિષ્કપણામાં કેટલા લોભસમુઘાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા અને કદાચ અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે વૈમાનિકપણામાં કહેવું. હે ભગવન્! એક એક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલા લોભસમુદ્ધાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળે થવાના છે? હે ગૌતમ! કોઈને થવાના છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા,અસંખ્યાતા અને અનન્તા થવાના હોય છે. હે ભગવન્!એકએક અસુરકુમારને અસુરકુમારપણામાં કેટલા લોભસમુદ્ધાતો અતીતકાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના છે અને કોઈને
363