________________
श्री प्रज्ञापना सूत्र भाग २
छत्तीसइमं समुग्घायपयं कसायसमुग्घायवत्तव्वया થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્તા થવાના હોય છે. હે ભગવન્! એક એક અસુરકુમારને નાગકુમારપણામાં કેટલા લોભસમુદ્યાતો અતીતકાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા લોભસમુદ્ધાતો થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના છે અને કોઈને થવાના નથી. જેને થવાના છે તેને કદાચ સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે યાવત્સ્વનિતકુમારપણામાં જાણવું. પૃથિવીકાયિકપણામાં થાવત્ વૈમાનિકપણામાં જેમ નૈરયિકને કહ્યું તેમ કહેવું. એ પ્રમાણે યાવત્સ્વનિતકુમારને વૈમાનિકપણામાં કહેવું. હે ભગવન્! એક એક પૃથિવીકાયિકને નૈરયિકપણામાં કેટલા લોભસમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ! કોઈને થવાના છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના છે. પૃથિવીકાયિકને અસુરકુમારપણામાં અતીત કાળે અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના છે અને કોઈને થવાના નથી. જેને થવાના છે તેને કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા અને કદાચ અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારપણામાં જાણવું. પૃથિવીકાયિકપણામાં અતીત કાળે અનન્તા થયેલા છે. ભવિષ્યમાં કોઇને થવાના છે અને કોઇને થવાના નથી. જેને છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે યાવત્ મનુષ્યપણામાં કહેવું. વ્યન્તરપણામાં જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ કહેવું. જ્યોતિષ્કપણામાં અને વૈમાનિકપણામાં અતીત કાળે અનન્તા થયેલા છે અને ભવિષ્યમાં થવાના કોઇને હોય છે અને કોઇને હોતા નથી. જેને હોય છે તેને કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા અને કદાચ અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે યાવત્ મનુષ્યને વૈમાનિકપણામાં કહેવું. વ્યન્તરને અસુરકુમારની પેઠે કહેવું. એ પ્રમાણે જ્યોતિષ્કો અને વૈમાનિકોને પણ કહેવું. આ સૂત્રનો આ અર્થે છે–વૈરયિકને નૈરયિકપણામાં અતીત કાળે અનન્તા લોભસમુદ્દઘાતો થયેલા છે. કારણ કે તેણે અનન્તવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલું છે. ભવિષ્ય કાળના વિચારમાં કોઇને થવાના હોય અને કોઇને થવાના હોતા નથી. તેમાં જે પ્રશ્નસમય પછી લોભસમુદ્યતને પ્રાપ્ત થયા સિવાય જ નરકભવથી નીકળી તુરત કે પરંપરાએ સિદ્ધ થશે અને ફરીથી
આવ્યો હોય તોપણ લોભસમદઘાતને પ્રાપ્ત નહિ થાય. તેને એક પણ ભવિષ્યમાં લોભસમદુઘાત થવાનો નથી. બાકીનાને થવાના છે. તેમાં કોઇને એક, કોઈને બે અને કોઈને ત્રણ હોય છે. એ હકીકત પ્રશ્નસમય પછી પણ નરકભવને પ્રાપ્ત થયેલા અથવા એક વાર નરકભવમાં આવનારને જાણવી. ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના હોય છે. તેમાં સંખ્યાતી વાર નરકભવમાં આવનારને સંખ્યાતા, અસંખ્યાતીવાર આવનારને અસંખ્યાતા અને અનન્તવાર આવનારને અનન્તા જાણવા. તથા નૈયિકને અસુરકુમારપણામાં અતીતસૂત્ર તેમજ જાણવું. ભવિષ્યસૂત્રમાં કોઇને થવાના છે અને કોઈને નથી. જે નરકથી નીકળી અસુરકુમારપણું પ્રાપ્ત કરવાનો નથી તેને અસુરકુમારપણામાં અનાગત લોભસમુદ્ધાતો હોતા નથી. જે અસુરકુમારપણું પ્રાપ્ત કરશે તેને હોય છે. તેઓ જઘન્યપદે સંખ્યાતા હોય છે, કારણ કે જઘન્ય સ્થિતિમાં પણ અસુરકુમારોને સંખ્યાતા લોભસમુદ્ધાતો થાય છે, કારણ કે તેઓને ઘણો લોભ હોય છે. ઉત્કૃષ્ટપદે અસંખ્યાતા અને અનન્તા હોય છે. તેમાં એકવાર દીર્ઘ સ્થિતિવાળામાં અને અનેકવાર જઘન્ય સ્થિતિવાળામાં કે દીર્ઘસ્થિતિવાળામાં ઉત્પન્ન થવાવાળા અસરકુમારોને અસંખ્યાતા, અને અનન્તવાર ઉત્પન્ન થવાવાળાને અનન્તા જાણવા. એ પ્રમાણે નૈરયિકને નાગકુમારસ્વાદિ સ્થાનોમાં યાવત્ સ્વનિતકુમારપણામાં નિરંતર કહેવું. તે પ્રમાણે સૂત્રકાર કહે છે–પર્વ નાવ થયિકુમારજો' એ પ્રમાણે સ્વનિતકુમારપણામાં કહેવું. પૃથિવીકાયિકપણામાં અતીતસૂત્ર તેમજ જાણવું. ભવિષ્યના વિચારમાં કોઈને હોય છે અને કોઈને હોતા નથી. તેમાં નરકથી નીકળી જે પૃથિવીકાયિકપણું પામવાનો નથી તેને હોતા નથી. જે પામશે તેને જઘન્યપદે એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા હોય છે. તે આ પ્રમાણ–તિર્યંચ પંચેન્દ્રિયના ભવથી કે મનુષ્યભવથી લોભસમુઘાતને પ્રાપ્ત થઈને જે એક વાર પૃથિવીકાયમાં જશે તેને એક, બે વાર જનારને બે, ત્રણ વાર જનારને ત્રણ સંખ્યાતી વાર જનારને સંખ્યાતા, અસંખ્યાતી વાર જનારને અસંખ્યાતા અને અનન્ત વાર જનારને અનન્તા હોય છે. એ પ્રમાણે યાવત્ મનુષ્યપણામાં કહેવું'. એટલે પૃથિવીકાય 364