________________
श्री प्रज्ञापना सूत्र भाग २
छत्तीसइमं समुग्घायपयं कसायसमुग्घायवत्तव्वया પણ તરત કે પરંપરાએ મનુષ્યભવ પામી સિદ્ધ થશે તેને નૈરયિકની અવસ્થામાં થવાના ભાવી ક્રોધસમુદ્ધાતો હોતા નથી. કારણ કે નૈરયિકપણાની અવસ્થાનો જ અસંભવ છે. પરન્તુ જે અસુકુમારના ભવ પછી પરંપરાએ નરકમાં જવાનો છે તેને ક્રોધસમુદ્ધાતો હોય છે. તેમા પણ કોઇને સંખ્યાતા કોઇને અસંખ્યાતા અને કોઇને અનન્તા હોય છે. તેમાં જે એક વાર જઘન્ય સ્થિતિવાળા નરકમાં ઉત્પન્ન થશે તેને પણ જધન્ય પદે સંખ્યાતા થશે, કારણ કે દસ હજાર વ૨સ પ્રમાણ સ્થિતિમાં પણ સંખ્યાતા ક્રોધસમુદ્ધાતો થાય છે. કેમકે નારકોને ક્રોધ ઘણો હોય છે. જઘન્ય સ્થિતિવાળામાં અનેકવાર અને દીર્ઘસ્થિતિવાળામાં એક વાર પણ જવામાં અસંખ્યાતા તથા અનન્તવા૨ નરકમાં જવામાં અનન્તા ક્રોધસમુદ્ધાતો થાય છે. તથા એક એક અસુરકુમારને અસુરકુમા૨પણામાં રહેલો છતા સર્વ અતીત કાળને આશ્રયી કેટલા ક્રોધસમુદ્ધાતો પૂર્વે થયેલા છે? ભગવાન કહે છે–અનન્તા થયેલા છે. કારણ કે તે અનન્તવાર અસુરકુમારપણાને પ્રાપ્ત થયેલો છે અને દરેક ભવમાં પ્રાયઃ ક્રોધસમુદ્દાત હોય છે. ભવિષ્ય કાળના વિચારમાં કોઇને હોય અને કોઇને ન હોય. જેને પ્રશ્નસમય પછી અસુરકુમા૨પણામાં પણ વર્તતા છતાં ક્રોધસમુદ્દાત થવાનો નથી અને ત્યાંથી નીકળીને ફરીથી પણ અસુરકુમા૨પણું પામવાનો નથી તેને થવાનો નથી. પરન્તુ જે એકવાર અસુકુમારપણું પ્રાપ્ત કરશે તેને જઘન્ય પદે એક, બે કે ત્રણ હશે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા ક્રોધસમુદ્દાત થશે.સંખ્યાતીવાર અસુરકુમારમાં આવનારને સંખ્યાતા, અસંખ્યાતીવા૨ આવનારને અસંખ્યાતા અને અનન્તવાર આવનારને અનન્તા થશે. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી અસુરકુમારને નાગકુમારત્વાદિ સ્થાનોમાં યાવત્ વૈમાનિકપણામાં નિરન્તર કહેવું. એ પ્રમાણે સૂત્રકાર—‘થં નાનમારત્તેવિ’ ઇત્યાદિ. એમ નાગકુમા૨પણામાં પણ જાણવું ઇત્યાદિ. એ પ્રમાણે અસુકુમારાદિને વિષે અતિદેશ-સમાનપણું બતાવે છે. ‘વં’ ઇત્યાદિ. એ પ્રમાણે–સૂત્રપાઠમાં કહેલા પ્રકા૨ વડે જેમ ચોવીશ દંડકના ક્રમથી અસુરકુમાર સંબન્ધ નૈરયિકથી આરંભી વૈમાનિક સુધીના સ્થાનોમાં કહ્યું તેમ નાગકુમા૨ાદિ સમ્રસ્ત સ્વસ્થાન અને પરસ્થાન વિષે કહેવા. યાવત્યૈમાનિકને વૈમાનિકપણામાં આલાપક-પાઠ કહેવો. એ પ્રમાણે એ નૈરયિકના ચોવીશ દંડક સૂત્રો જેની આદિમાં છે અને વૈમાનિકના ચોવીશ દંડકો જેના અન્તે છે એવા ચોવીશ સૂત્રો જાણવા. એ પ્રમાણે ચોવીશ દંડકસૂત્રો વડે ક્રોધસમુદ્ધાતનો વિચાર કર્યો. હવે ચોવીશ એવા ચોવીશ દંડકસૂત્રો વડે માનસમુદ્દાત અને માયાસમુદ્દાત સંબન્ધુ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર અતિદેશ-સમાનપણું બતાવે છે—‘માળસમુ ખાદ્ मायासमुग्घाए નિરવસેસં નહા મારાંતિયસમુ ધાÇ' માનસમુદ્દાત અને માયાસમુદ્દાત સંબન્ધે જેમ મારણાંતિકસમુદ્દાત સંબન્ધે કહ્યું તેમ કહેવું. એટલે જેમ મારણાંતિકસમુદ્દાત વિષે પૂર્વે સૂત્ર કહ્યું તેમ માનસમુદ્દાત અને માયાસમુદ્દાત વિષે નિરવશેષ–બધું કહેવું. તે આ પ્રમાણે—‘હે ભગવન્! એક એક નૈયિકને નૈરિયકપણામાં કેટલા માનસમુદ્લાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે તેને જધન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના છે. એ પ્રમાણે અસુરકુમા૨પણામાં યાવત્ વૈમાનિકપણામાં કહેવું. હે ભગવન્! એક એક અસુરકુમારને નૈરિયકપણામાં કેટલા માનસમુદ્દાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના છે. એ પ્રમાણે નાગકુમા૨પણામાં યાવત્ વૈમાનિકપણામાં કહેવું. એ પ્રમાણે અસુકુમાર સંબન્ધે જેમ નૈરયિકથી માંડી વૈમાનિક સુધીમાં કહ્યું તેમ નાગકુમારાદિ સંબન્ધુ સ્વસ્થાન અને પરસ્થાન વિષે યાવત્ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું. આ સૂત્રનો આ અર્થ છે—અતીત સૂત્રોમાં બધેય અનન્તપણું સ્પષ્ટ છે. કારણ કે નૈરયિકત્વાદિસ્થાનો પ્રત્યેકને અનન્તવાર પ્રાપ્ત થયેલા છે. ભવિષ્ય કાળના વિચારમાં નૈરયિકને નૈરયિકપણામાં આ પ્રમાણે વિચાર છે–જે નૈરયિક માનસમુદ્ધાતને પ્રાપ્ત કર્યા સિવાય કાળ કરી નરકથી નીકળી તુરત અથવા પરંપરાએ મનુષ્ય ભવ પામીને સિદ્ધ થશે, પણ ફરી નરકમાં નહિ આવે તેને ભવિષ્યમાં માનસમુદ્ધાતો હોતા નથી. પરન્તુ જે તે ભવમાં વર્તતો અથવા ફરીથી નરકમાં આવી એકવાર માનસમુદ્ધાતને પ્રાપ્ત થઇ કાળ કરવા વડે નરકથી નીકળી સિદ્ધ થશે તેને ભવિષ્યકાળે એક માનસમુદ્દાત થવાનો છે, એ પ્રમાણે કોઇને બે, કોઇને ત્રણ, સંખ્યાતીવાર નરકમાં આવનારને સંખ્યાતા,
362