________________
छत्तीसइमं समुग्घायपयं कसायसमुग्घायवत्तव्वया
श्री प्रज्ञापना सूत्र भाग २
અતીત કાળે થયેલા હોય? ભગવાન કહે છે—હે ગૌતમ! અનન્તા થયેલા હોય. કારણ કે તેને નરકગતિ અનન્તવાર પ્રાપ્ત થયેલી છે અને એક નરકભવમાં જઘન્ય પદે પણ સંખ્યાતા ક્રોધસમુદ્ધાતો હોય છે. ‘વં નહા' ઇત્યાદિ. એમ ઉપર બતાવેલા પ્રકાર વડે જેમ વેદનાસમુદ્દાત પૂર્વે કહ્યો તેમ ક્રોધસમુદ્દાત પણ નિરવશેષપણે–સમસ્તપણે કહેવો. ક્યાં સુધી કહેવો? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે—યાવત્ વૈમાનિકપણામાં કહેવો એટલે વૈમાનિકને વૈમાનિકપણામાં એ આલાપક-સૂત્રપાઠ સુધી કહેવો. તે આ પ્રમાણે— ‘નૈરિયકને નૈયિકપણામાં કેટલા ક્રોધસમુદ્ધાતો ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના છે. એ પ્રમાણે અસુરકુમા૨પણામાં યાવત્ વૈમાનિકપણામાં જાણવું. હે ભગવન્! એક એક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલા ક્રોધસમુદ્ધાતો અતીત કાળે થયેલા હોય? હે ગૌતમ! અનન્તા થયેલા હોય. કેટલા ભવિષ્ય કાળે થવાના હોય? હે ગૌતમ! કોઇને થવાના હોય અને કોઇને થવાના ન હોય. જેને થવાના હોય તેને કદાચ સંખ્યાતા હોય, કદાચ અસંખ્યાતા હોય અને કદાચ અનંતા હોય. હે ભગવન્! એક એક અસુરકુમારને અસુરકુમા૨પણામાં કેટલા ક્રોધસમુદ્દાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? કોઇને થવાના હોય અને કોઇને થવાના હોતા નથી. જેને થવાના હોય છે તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના છે. એ પ્રમાણે નાગકુમારપણામાં યાવત્ વૈમાનિકપણામાં જાણવું. એમ અસુરકુમારોને નૈયિકથી માંડી વૈમાનિક સુધીમાં (ક્રોધસમુદ્દાતો) કહ્યા તેમ નાગકુમારાદિને સ્વસ્થાન અને પરસ્થાન વિષે યાવત્ વૈમાનિકપણામાં કહેવા.” આ સૂત્રની વ્યાખ્યા—હે ભગવન્! એક એક નારકને સંસારથી માંડી મોક્ષ જાય ત્યાં સુધીના અનન્ત કાળની અપેક્ષાએ નૈરયિકપણામાં ભવિષ્યમાં થવાના ભાવી ક્રોધસમુદ્દાતો સર્વ સંખ્યા વડે કેટલા હોય? ભગવાન્ ઉત્તર આપે છે—‘હે ગૌતમ! કોઇને હોય અને કોઇને ન હોય’–ઇત્યાદિ. નજીકમાં મરણ જેનું છે એવો જે નૈયિક ક્રોધસમુદ્દાતને પ્રાપ્ત કર્યા સિવાય આત્યંતિક–છેલ્લા મરણ વડે નરકથી નીકળી સિદ્ધ થાય તેને નૈરયિકપણામાં થવાનો ભાવી એક પણ ક્રોધસમુદ્દાત નથી. બાકીનાને હોય છે. જેને છે તેને પણ જઘન્યથી એક, બે કે ત્રણ હોય છે. આ હકીકત જેનું શેષ આયુષ્ય ક્ષીણ થયેલું છે એવા તે ભવમાં વર્તતા અને ફરીથી નરકમાં નહિ ઉત્પન્ન થવાવાળા નૈરયિકોને આશ્રયી સમજવી.ફરીથી નરકમાં ઉત્પન્ન થનારને જઘન્ય પદે પણ સંખ્યાતા ક્રોધસમુદ્દાતો થાય છે. કારણ કે નૈયિકોમાં ક્રોધસમુદ્ધાતો ઘણા થાય છે, ઉત્કૃષ્ટથી સંખ્યાતા અસંખ્યાતા કે અનન્તા થાય છે. તેમાં એકવાર જઘન્ય સ્થિતિવાળા નરકોમાં ઉત્પન્ન થવાવાળાને સંખ્યાતા અને અનેકવાર ઉત્પન્ન થનારને અથવા દીર્ઘસ્થિતિવાળા નરકોમાં એકવાર પણ ઉત્પન્ન થનારને અસંખ્યાતા અને અનન્તવાર ઉત્પન્ન થનારને અનન્તા થાય છે. એમનૈરયિકને કહેલા પ્રકા૨ વડે અસુકુમા૨૫ણામાં અને ત્યાર પછી ચોવીશ દંડકના ક્રમથી યાવત્ વૈમાનિકપણા વિષે સૂત્ર છે ત્યાં સુધી કહેવું. તે આ પ્રમાણે—‘હે ભગવન્! એક એક નૈયિકને વૈમાનિકપણામાં કેટલા ક્રોધસમુદ્ધાતો અતીત કાળે થયેલા છે? કે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ! કોઇને હોય છે અને કોઇને હોતા નથી. જેને હોય છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા હોય છે.” અહીં પણ આ ભાવાર્થ છે-અતીત કાળના વિચારમાં અનન્તા થયેલા છે, કારણ કે તેણે અનન્તવાર વૈમાનિકપણું પ્રાપ્ત કરેલું છે. ભવિષ્યના વિચારમાં જે નરકથી નીકળી પછીના ભવમા મનુષ્યપણું પામી સિદ્ધ થશે અથવા પરંપરા વડે વૈમાનિક ભવને પ્રાપ્ત થઇ ક્રોધસમુદ્દાતને પ્રાપ્ત નહિં થાય, તેને વૈમાનિકપણામાં ભાવિ એક પણ ક્રોધસમુદ્દાત હોતો નથી, પણ જે વારંવાર વૈમાનિકપણાને પ્રાપ્ત થઇ એકજવાર ક્રોધસમુદ્ધાતને પ્રાપ્ત થશે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને બાકીના સંખ્યાતવાર વૈમાનિકપણાને પ્રાપ્ત થનારને સંખ્યાતા, અસંખ્યાતીવાર પ્રાપ્ત થનારને અસંખ્યાતા અને અનન્તવા૨ પ્રાપ્ત થનારને અનન્તા ક્રોધસમુદ્ધાતો થાય છે. ‘ગમેTH Ī' ઇત્યાદિ. અસુરકુમારને નૈયિકપણામાં અતીત કાળે ક્રોધસમુદ્દાતો કેટલા હોય? એ પ્રશ્નસૂત્ર સુગમ છે. ‘હે ગૌતમ! અનન્તા હોય.’ કારણ કે તેણે અનન્તવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલું છે અને એક એક નૈરયિક ભવમાં જઘન્ય પદે પણ સંખ્યાતા ક્રોધસમુદ્દાતો થાય છે. પુરસ્કૃતભવિષ્યમાં થવાના કોઇને હોય અને કોઇને ન હોય. તાત્પર્ય એ છે જે અસુકુમારના ભવથી નીકળી નરકમાં જવાનો નથી
361