SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना. सूत्र भाग २ सत्तरसमं पयं पढमोउद्देसो भवणवासिसु समाहाराइ सत्तदारपरूवणं वुच्चति- 'असुरकुमारा णो सव्वे समकम्मा' । एवं वन्न लेस्साए पुच्छा । तत्थ णं जे ते पुव्वोववन्नगा ते णं अविसुद्धवन्नतरागा, तत्थ णं जे ते पच्छोववन्नगा ते णं विसुद्धवन्नतरागा, से तेणट्टेणं गोयमा ! एवं वच्चइ'असुरकुमारा णं सव्वे णो समवन्ना' । एवं लेस्साए वि, वेयणाए जहा नेरइया, अवसेसं जहा नेरइयाणं । एवं जाव થળિયજ઼મારા IIસૢ૦-૭||૪૮|| (મૂળ) હે ભગવન્! બધા અસુરકુમારો સમાન આહારવાળા છે? એમ સમશરીરાદિ બધા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! આ અર્થ યુક્ત નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? નૈયિકોની પેઠે કહેવું. હે ભગવન્! અસુરકુમારો બધા સમાનકર્મવાળા છે? હે ગૌતમ! આ અર્થ યુક્ત નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! અસુરકુમારો બે પ્રકારના છે, તે આ પ્રમાણે—પૂર્વે ઉત્પન્ન થયેલા અને પછી ઉત્પન્ન થયેલા. તેમાં જે પૂર્વે ઉત્પન્ન થયેલા છે તે મહાકર્મવાળા છે અને જે પછી ઉત્પન્ન થયેલા છે તે અલ્પકર્મવાળા છે, તે હેતુથી એમ કહું છું કે ‘અસુરકુમારો બધા સમાનકર્મવાળા નથી’. એ પ્રમાણે વર્ણ અને લેશ્યા સંબંધે પૃચ્છા કરવી. તેમાં જે પૂર્વે ઉત્પન્ન થયેલા છે, તે અવિશુદ્ધવર્ણવાળા છે અને જે પછી ઉત્પન્ન થયેલા છે તે વિશુદ્ધવર્ણવાળા છે, તે હેતુથી હે ગૌતમ! એમ કહું છું કે ‘અસુરકુમારો બધા સમાનવર્ણવાળા નથી.’ એ પ્રમાણે લેશ્યા સંબંધે પણ જાણવું. વેદના સંબન્ધ નૈયિકોની પેઠે સમજવું. બાકી બધું નૈરિયકોને કહ્યું તેમ કહેવું. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું. IeII૪૮૧૫ (ટી) હવે અસુરકુમારાદિને વિષે આહારાદિ નવ પદનો વિચાર કરે છે—‘અસુરમારા ાં મંતે! સવ્વ સમાહારા' હે ભગવન્! અસુરકુમા૨ો બધા સમાનઆહારવાળા છે?–ઇત્યાદિ. આ સૂત્ર નારકસૂત્રના સમાન છે, તો પણ તેનો વિશેષતઃ વિચાર કરાય છે—અસુરકુમારોનું અલ્પ શ૨ી૨ ભવધારણીય શરીરની અપેક્ષાએ જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. અને મહા શરીર ઉત્કૃષ્ટથી સાત હાથં પ્રમાણ છે. ઉત્તર વૈક્રિયની અપેક્ષાએ અલ્પ શ૨ી૨ જઘન્યથી અંગુલના સંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટથી મહા શરી૨ લાખ યોજન પ્રમાણ છે. તેમાં જેઓ મહાશરીરવાળા છે તેઓ મનવડે ભક્ષણ કરવા રૂપ આહારની અપેક્ષાએ ઘણા પુદ્ગલોનો આહાર કરે છે. કારણ કે દેવોને મનોભક્ષણરૂપ આહાર સંભવે છે અને તે પ્રધાન આહાર છે, શાસ્ત્રમાં પ્રધાનની અપેક્ષાએ વસ્તુનો નિર્દેશ થાય છે, તેથી અલ્પ શ૨ી૨વડે ગ્રહણ કરવા લાયક આહારના પુદ્ગલોની અપેક્ષાએ જે ઘણા પુદ્ગલો છે તેનો તેઓ આહાર કરે છે. ‘ઘણા પરિણમાવે છે’—ઇત્યાદિ ત્રણ પદની વ્યાખ્યા પૂર્વની પેઠે સમજવી. તથા ‘વારંવાર આહાર કરે છે અને વારંવાર ઉચ્છવાસ લે છે.’ અહીં જેઓ એક દિવસાદિ વ્યતીત થયા પછી આહાર કરે છે અને સાત સ્તોક વગેરે કાળ વ્યતીત થયા બાદ ઉચ્છ્વાસ લે છે તેને આશ્રયી વારંવા૨ કહ્યું છે, કારણ કે જેઓ કંઇક અધિક એક હજા૨ વરસ પછી આહાર કરે છે અને કંઈક અધિક એક પખવાડીયા પછી ઉચ્છ્વાસ ગ્રહણ કરે છે તેની અપેક્ષાએ એ અસુરકુમારોનો અલ્પ કાળે આહાર અને ઉચ્છ્વાસ હોય છે, તેથી વારંવાર આહાર ક૨ે છે–ઇત્યાદિ વ્યવહાર થાય છે. તથા અલ્પ શરીરવાળા અલ્પ શરીર હોવાથી અતિઅલ્પ પુદ્ગલોનો આહાર કરે છે, અને ઉચ્છ્વાસ લે છે. જે તેઓના આહાર અને ઉચ્છ્વાસનું કદાચિપણું તે મહાશરીરવાળાના આહાર અને ઉચ્છ્વાસના અન્તર કરતાં ઘણું વધારે અન્તર હોવાથી કહ્યું છે. તેઓ વચ્ચેના અન્તરમાં આહારાદિ કરતા નથી, તે સિવાય બીજા સમયે કરે છે એવી વિવક્ષા છે. તેથી મહાશ૨ી૨વાળાને પણ આહાર અને ઉચ્છવાસનું અન્તર છે પણ તે અલ્પ હોવાથી તેની વિવક્ષા કરી નથી, તેથી ‘વારંવાર આહારાદિ કરે છે’ એમ કહ્યું છે. મહાશ૨ી૨વાળા તેઓને આહાર અને ઉચ્છ્વાસનું અલ્પ અત્તર અને અલ્પશરીરવાળાને ઘણું અન્તર છે એ સિદ્ધ છે. જેમકે . સૌધર્માદિ દેવો સાત હાથ પ્રમાણ હોવાથી મહાશ૨ી૨વાળા છે, તેઓને આહારનું અન્તર બે હજાર વ૨સ અને શ્વાસોચ્છ્વાસનું અંતર બે પખવાડીયા છે. અને અનુત્તર દેવોનું હસ્તપ્રમાણ શરીર હોવાથી તે અલ્પશરીરવાળા છે તેથી તેઓનું આહારનું અન્તર તેત્રીશ હજાર વર્ષ અને શ્વાસોચ્છ્વાસનું અન્તર તેત્રીશ પખવાડીયા છે. એ મહાશરીરવાળાને વારંવાર આહાર અને ઉચ્છ્વાસના કથન વડે તેઓની અલ્પ સ્થિતિ જણાય છે, અને બીજાની તેથી વિપરીત મોટી સ્થિતિ વૈમાનિક દેવની પેઠે 28
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy