________________
चउत्तीसइमं परियारणापयं परियारणा दारं
श्री प्रज्ञापना सूत्र भाग २ દેવીઓની પચીશ પલ્યોપમના ઉપર સમયાધિક યાવતુ પાંત્રીશ પલ્યોપમની સ્થિતિ છે તેઓ સહસ્ત્રાર દેવોને ગમન કરવા યોગ્ય છે. જેઓની પાંત્રીશ પલ્યોપમના ઉપર સમયાધિક યાવતુ પીસતાળીશ પલ્યોપમની સ્થિતિ છે તેઓ ત્યાં રહેલીજ પ્રાણત દેવોને સંકલ્પનું અવલમ્બન ભૂત થાય છે. જેઓની પીસતાળીશ પલ્યોપમના ઉપર સમયાધિક યાવત્ પંચાવન પલ્યોપમની સ્થિતિ છે તેઓ ત્યાં રહેલીજ અમૃત દેવોને સંકલ્પનું અવલમ્બન થાય છે.” “ત, ' ઇત્યાદિ. ત્યાર બાદ તે દેવો તે અપ્સરાઓની સાથે સુરત સંબન્ધી પરસ્પર સભ્ય અને અસભ્ય મનના સંકલ્પ કરવારૂપ મનપરિચાર કરે છે. “' ઇત્યાદિ. બાંકી રે નહીનામા, સીયા પોતા' ઇત્યાદિ. જેમ કે શીત પુદ્ગલો ઇત્યાદિ બધું યાવત્ વારંવાર પરિણમે છે' –એ છેલ્લા વાક્ય સુધી કહેવું. અને તેની - વ્યાખ્યા પૂર્વની પેઠે કરવી. તેથી ઉપરના રૈવેયકાદિ દેવો મનથી પણ સ્ત્રીઓને ઇચ્છતા નથી. કારણ કે તેઓને અલ્પ વેદનો ઉદય છે, તથા તેઓ ઉત્તરોત્તર અનન્તગુણ સુખવાળા છે. તે આ પ્રમાણે-કાયપ્રવીચારક દેવોથી અનન્તગુણ સુખવાળા સ્પર્શપરિચારક દેવો છે. તેથી અનન્તગુણ સુખવાળા રૂપપરિચારક દેવો છે, તેથી શબ્દપરિચારક દેવો અનન્તગુણ સુખવાળા છે. તેથી અનન્તગુણ - સુખવાળા મનપરિચારક દેવો છે અને તેથી અપરિચારક દેવો અનન્તગુણ સુખવાળા છે. ICTI૬૮૫ll एतेसिंणं भंते! देवाणं कायपरियारगाणंजाव मणपरियारगाणं, अपरियारगाण य कयरे कयरेहितो अप्पा वा ४? गोयमा! सव्वत्थोवा देवा अपरियारगा, मणपरियारगा संखेज्जगुणा,सद्दपरियारगा असंखेज्जगुणा, रूवपरियारगा असंखेज्जगुणा, फासपरियारगा असंखेज्जगुणा, कायपरियारगा असंखेज्जगुणा ।।सू०-९।।६८६ ।।
पण्णवणाए भगवतीए चउतीसइमं पवियारणापयं समत्तं ।। (૧૦) હે ભગવન્! કાયપરિચારક-શરીર વડે મૈથુનસેવી, યાવત્ મન વડે વિષયસેવનારા અને અપરિચારક-વિષય સેવનરહિત
તે દેવોમાં કયા દેવો અલ્પ, બહ, તલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ સૌથી થોડા દેવો વિષયસેવન રહિત છે. તેથી મન વડે વિષય સેવી દેવો સંખ્યાતગુણા છે, તેથી શબ્દ વડે વિષયસેવી અસંખ્યાતગુણા છે, તેથી રૂપ વડે વિષયસેવી અસંખ્યાતગુણા છે, તેથી સ્પર્શ વડે વિષય સેવનારા અસંખ્યાતગુણા છે, અને તેથી કાયા વડે વિષય સેવનારા અસંખ્યાતગુણા છે.' //૬૮૬/.
પ્રજ્ઞાપના ભગવતીમાં ચોત્રીશમું પરિચારણા પદ સમાપ્ત. (ટી.) હવે એઓનું પરસ્પર અલ્પબહુત કહે છે “પfસળઇત્યાદિ. સૌથી થોડા અપરિચારક-વિષયસેવન રહિત દેવો છે. કારણ કે તેઓ રૈવેયક અને અનુત્તરૌપપાતિકદેવો છે. અને તે બધા મળીને ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશના રાશિપ્રમાણ છે. તેથી મનઃપરિચારક દેવો સંખ્યાતગુણા છે. કારણ કે તેઓ આનતાદિ ચાર દેવલોકમાં રહેવાવાળા છે અને તેમાં રહેનારા દેવો પૂર્વદેવોની અપેક્ષાએ સંખ્યાતગુણા ક્ષેત્રપલ્યોપમના અસંખાતમા ભાગના આકાશપ્રદેશના રાશિપ્રમાણ છે. તેથી શબ્દપરિચારકદેવો અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પવાસી છે, અને તેઓ ઘનરૂપે કરેલાં લોકની એક પ્રદેશની શ્રેણીના અસંખ્યાતમા ભાગે જેટલા આકાશપ્રદેશો હોય તેટલા છે. તેથી રૂપપરિચારક દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ બ્રહ્મલોક અને લાન્તકદેવલોકમાં રહેનારા છે અને તેઓ પૂર્વદેવોની અપેક્ષાએ અસંખ્યાતગણી શ્રેણિના અસંખ્યાતમાં ભાગે રહેલા આકાશપ્રદેશના રાશિ પ્રમાણ છે. તેથી પણ સ્પર્શપરિચારક દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ સનકુમાર અને માહેન્દ્રકલ્પમાં રહેવા વાળા છે. અને ત્યાં રહેલા દેવો બ્રહ્મલોક અને લાન્તક દેવોની અપેક્ષાએ અસંખ્યાતગણી શ્રેણીના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશપ્રમાણ કહેલા છે, તેથી કાયપરિચારક દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે ભવનપતિથી આરંભી ઈશાન પર્યન્ત સર્વદેવો કાયપરિચારક છે, અને તેઓ સર્વ મળી પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશપ્રદેશના રાશિપ્રમાણ છે. હા૬િ૮૬ો.
શ્રમિઆચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં ચોત્રીશમું પ્રવીચારપદ સમાપ્ત.
325