________________
*
श्री प्रज्ञापना सूत्र भाग २ पंचतीसइमं वेयणापयं अत्थाहिगारपरूवणं चउवीसदंडएसु सीताइवेयणादारं
|| पंचतीसइमं वेयणापयं ।।
|| કલ્યાદિર પુરૂવUi ||. सीता य दव्व सारीर सात तह वेदणा भवति दुक्खा। अब्भुवगमोवक्कमिया णिदा य अणिदा य नायव्वा।। सायमसायं सव्वे सुहं च दुक्खं अदुक्खमसुहं च। माणसरहियं विगलिंदिया उसेसा दुविहमेव।।सू०-१।।६८७।।
પાંત્રીશનું વેદના પદ શીત (ઉષ્ણ અને શીતોષ્ણ) વેદના, દ્રવ્ય (ક્ષેત્ર, કાળ અને ભાવ)ને આશ્રયી વેદના, શારીરિક અને માનસિક) વેદના, સાતા અને દુઃખા વેદના, તથા આભુપગામિકી અને ઔપક્રમિકી વેદના, અને નિદા–વિવેકસહિત અને અનિદાવિવેકરહિત વેદના જાણવી. બધા જીવો સાતા અને અસાતા, સુખ, દુઃખા અને અદુઃખસુખા રૂપ વેદના વેદે છે. વિકલેન્દ્રિયા–એકેન્દ્રિયાદિ મનરહિત વેદના વેદે છે અને બાકીના જીવો બન્ને પ્રકારની શારીરિક અને માનસિક વેદના વેદે છે. I/૧//૬૮૭l.
એ પ્રમાણે ચોત્રીશમું પદ કહ્યું, હવે પાંત્રીશમા પદનો પ્રારંભ કરાય છે. એનો સંબધ આ પ્રમાણે છે-પૂર્વના પદમાં વેદના પરિણામ વિશેષરૂપ પ્રવીચાર કહ્યો અને આ પદમાં ગતિના પરિણામ વિશેષ વેદનાનું પ્રતિપાદન કરવાનું છે. તેમાં પ્રારંભમાં સકલ વક્તવ્યતાના સંગ્રહનું પ્રતિપાદન કરનાર આ બે દ્વાર ગાથાઓ છે–“સીયા ય વ્ર' ઇત્યાદિ પ્રથમ શીતા-શીત વેદના, “ચ” શબ્દથી ઉષ્ણ વેદના અને શીતોષ્ણ વેદના કહેવાની છે. ત્યાર પછી દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવને આશ્રયી વેદના કહેવાની છે. ત્યાર પછી શારીરી-શરીર સંબન્ધી વેદના અને ઉપલક્ષણથી માનસી–મન સંબન્ધી વેદના કહેવાની છે. ત્યાર બાદ સાતા અને દુઃખા વેદના ભેદસહિત કહેવા યોગ્ય જાણવી.તે પછી આભુપગમિકી–સ્વયં વ્રત-નિયમાદિના અભ્યગમન સ્વીકાર કરવા વડે થયેલી વેદના અને ઔપક્રમિકી–વેદનીય કર્મના ઉદય વડે થયેલી વેદના કહેવા યોગ્ય છે. તે પછી નિદા અને અનિદારૂપ વેદના કહેવાની છે. સાતા અને સુખાદિના વિશેષતા તથા આભુપગમિકી આદિ શબ્દોનો અર્થ આગળ કહેવામાં આવશે. સાતાદિ વેદનાને આશ્રયી જે વિશેષતા કહેવાની છે તેનો સંગ્રહ કરનારી બીજી ગાથા છે–“સાય સાથે' ઇત્યાદિ. બધા સંસારી જીવો સાતા, અસાતા અને ચ શબ્દથી સાતા-અસાતા બન્ને પ્રકારની વેદના વેદે છે. તથા સુખા, દુ:ખા અને અદુઃખસુખા વેદનાને વેદે છે. તથા વિકલેન્દ્રિયો-એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો, અહીં તુ શબ્દ અધિકાર રૂપ અર્થનો સૂચક હોવાથી અને અસંજ્ઞી પંચેન્દ્રિયો માનસહિતા' મનરહિત વેદના વેદે છે. બાકીના જીવો બે પ્રકારની શરીર અને મનહેતુક શારીરિક, માનસિક અને તે બન્ને પ્રકારની વેદના વેદે છે. આ દ્વાર ગાથામાં નિદાઅને અનિદાવેદનાના ભેદનો સંગ્રહ કર્યો નથી. કારણ કેસૂત્રની ગતિ વિચિત્ર છે. ll૧ ૬૮૭ી
|| વસવીરવંડરસીતાફયાવાર कइविहा णं भंते! वेदणा पन्नत्ता? गोयमा! तिविहा वेदणा पन्नत्ता,तं जहा--सीता, उसिणा, सीतोसिणा। णेरइया णं भंते! किं सीतं वेदणं वेदेति, उसिणं वेदणं वेदेति, सीतोसिणं वेदणं वेदेति? गोयमा! सीतं पि वेदणं वेदेति, उसिणंपिवेदणं वेदेति, णोसीतोसिणंवेदणं वेदेति।कई एक्केक्कपुढवीए वेदणाओ भणंति।रयणप्पभापुढविणेरइयाणं भंते! पुच्छा। गोयमा! णो सीतं वेदणं वेदेति, उसिणं वेदणं वेदेति, णो सीतोसिणं वेदणं वेदेति, एवं जाव वालुयप्पभापुढविणेरइया। पंकप्पभापुढविणेरइयाणं पुच्छा। गोयमा! सीतं पि वेदणं वेदेति, उसिणं पि वेदणं
वेदेति, णो सीतोसिणं वेदणं वेदेति। ते बहुयतरागा जे उसिणं वेदणं वेदंति, ते थोवतरागा जे सीतं वेदणं वेदेति। • धुमप्पभाए एवं चेव दुविहा, नवरं ते बहुयतरागा जे सीतं वेदणं वेदेति, ते थोवतरागा जे उसिणं वेदणं वेदेति।
- 326