________________
चउत्तीसइमं परियारणापयं परियारणा दारं
श्री प्रज्ञापना सूत्र भांग २ चेव समाणीओ अणुत्तराई उच्चवयाई मणाई पहारेमाणीओ २ चिट्ठति, तए णं ते देवा ताहिं अच्छराहिं सद्धिं मणपरियारणं करेंति, सेसं णिरवसेसं तं चेव जाव भुज्जो भुज्जो परिणमंति ।।सू०-८।।६८५।। (મૂળ) તેમાં જેઓ સ્પર્શપરિચારક–સ્પર્શ વડે મૈથુન સેવન કરનારા દેવો છે તેના મનમાં ઇચ્છા થાય છ–ઇત્યાદિ
કાયપરિચારકદેવો સંબન્ધ કહ્યું તેમ બધું કહેવું. તેમાં જે રૂપ પરિચારક–રૂપ વડે મૈથુન સેવી દેવો છે તેના મનમાં ઇચ્છા થાય છે કે “અમે અપ્સરાઓની સાથે રૂપ વડે મૈથુન સેવવાને ઇચ્છીએ છીએ”—એ પ્રમાણે તે દેવો મનમાં વિચાર કરે છે એટલે તે પ્રમાણે જ તે દેવીઓ ઉત્તર વક્રિય રૂપો કરે છે, કરીને જ્યાં તે દેવો છે ત્યાં આવે છે, ત્યાં આવીને તે દેવોની થોડે દુર રહીને ઉદાર શ્રુષારવાળું યાવત્ મનોહર પોતાનું ઉત્તર વૈક્રિય રૂપ બતાવતી ઉભી રહે છે. તે પછી તે દેવો તે અપ્સરાઓની સાથે રૂપપરિચારણા–રૂપ વડે મૈથુનસેવન કરે છે. બાકી બધું તેમજ જાણવું, યાવત્ વારંવાર પરિણમે છે. તેમાં જે શબ્દપરિચારક—શબ્દ વડે મૈથુનસેવન કરનારા દેવો છે તેઓના મનમાં ઈચ્છા થાય છે કે “અમે અપ્સરાઓની સાથે શબ્દપરિચાર–શબ્દ વડે વિષયસેવન કરવાને ઇચ્છીએ છીએ'. પછી તે દેવો એ પ્રમાણે મનમાં વિચાર કરે છે એટલે પૂર્વવત્ યાવત્ વૈક્રિય રૂપ વિદુર્વે છે, વિક્ર્વીને જ્યાં દેવો છે ત્યાં આવે છે, આવીને દેવોની પાસે થોડે દુર રહીને અનુત્તર-અનુપમ એવા અનેક પ્રકારના શબ્દો બોલતી ર ઉભી રહે છે. ત્યાર બાદ તે દેવોને તે અપ્સરાઓની સાથે શબ્દપચિાર-શબ્દ વડે વિષયસેવન કરે છે. બાકી બધું તેમજ જાણવું, યાવત્ વારંવાર પરિણમે છે. તેમાં જે મનપરિચારક—મન વડે વિષય સેવનારા દેવો છે તેના મનમાં ઈચ્છા થાય છે કે “અમે અપ્સરાઓની સાથે મન વડે પરિચાર–વિષયસેવન કરવાને ઇચ્છીએ છીએ. પછી તે દેવો એ પ્રમાણે મનમાં વિચાર કરે છે એટલે જલદી તે અપ્સરાઓ ત્યાં આવી અનુત્તર-કામપ્રધાન અનેક પ્રકારના સંકલ્પ કરતી કરતી ઉભી રહે છે. ત્યાર પછી તે દેવો તે અપ્સરાઓની સાથે મન વડે
વિષયસેવન કરે છે, બાકી બધું તેમજ જાણવું, યાવતું વારંવાર પરિણમે છે. ૮૬૮૫ (ટી0) હવે સ્પર્શપરિચારનો વિચાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–તર્થ ' ઇત્યાદિ. કાયપરિચારકાદિમાં જે સ્પર્શપરિચારક-સ્પર્શવડે મૈથુન કરનારા દેવો છે. તેઓનું ઇચ્છામન-સ્પર્શપરિચારની ઇચ્છાપ્રધાન મન થાય છે. એ પ્રમાણે જેમ હમણાં પૂર્વે કાયપરિચારકો સંબધે કહ્યું તેમ સ્પર્શપરિચારકને વિશે પણ સઘળું કહેવું. તે આ પ્રમાણે—'રૂછીમો મચ્છહિં સદ્ધિાપરિયા વત્તા'ઇત્યાદિ. “અમે તે અપ્સરાઓની સાથે સ્પર્શપરિચાર-સ્પર્શવડે મૈથુન સેવન કરવાને ઇચ્છીએ છીએ.” એ પ્રમાણે તે દેવો મનમાં વિચાર કરે છે એટલે જલદી તે અપ્સરાઓ ઉદાર શૃંગારવાળા યાવત્ રૂપો વિકર્વીને તે દેવોની પાસે આવે છે. ત્યાર બાદ તે દેવો તે અપ્સરાઓની સાથે સ્પર્શપરિચાર-સ્પર્શવડે મૈથુન સેવન કરે છે. મુખચુંબન, સ્તનમર્દન, હસ્તવડે આલિંગન, જઘન, ઉપ્રમુખ શરીરને સ્પર્શ કરવારૂપ સ્પર્શપરિચાર સમજવો. ‘જેમ કે શીત પુદ્ગલો શીતયોનિવાળા પ્રાણીને પ્રાપ્ત કરી શીતપણે અત્યંત પરિણમીને રહે છે, અને ઉષ્ણ પુદ્ગલો ઉષ્ણયોનિ વાળા પ્રાણીને પ્રાપ્ત કરી ઉષ્ણપણે અતિશય પરિણમીને રહે છે, એ પ્રમાણે તે દેવોએ સ્પર્શપરિચાર કર્યો એટલે તેની મૈથુનવિષયક ઇચ્છા તુરન્તજ શાન્ત થાય છે. આ સૂત્રની અવતરણ સહિત વ્યાખ્યા પૂર્વની પેઠે જણાવી. હે ભગવન્!તે દેવોને શુક્રપુદ્ગલો છે? હા, છે હે ભગવન્! તે પુદ્ગલો તે અપ્સરાઓને કેવા સ્વરૂપે પરિણમે છે? હે ગૌતમ! શ્રોત્રેન્દ્રિયપણે, યાવત્ સ્પર્શેન્દ્રિયપણે ઇષ્ટપણે, કાન્તપણે, યાવત્ વારંવાર પરિણમે છે. આ સૂત્રની પણ અવતરણ સહિત વ્યાખ્યા પૂર્વની પેઠે જાણવી. પરન્ત સ્પર્શપરિચારમાં શુક્રના પગલોનો સંક્રમ દિવ્ય પ્રભાવથી થાય છે એમ ' સમજવું. હવે રૂપપરિચારણાનો વિચાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે- તલ્થ ' ઇત્યાદિ સૂત્ર સુગમ છે. યાવત્ રૂપો ‘વિવ્રિત્તા' સુધી જાણવું. ‘ગામેવ' જે દેવલોકમાં જે વિમાનને વિષે જે સ્થળે તે દેવો છે, તેજ સ્થાને તે અપ્સરાઓ આવે છે. આવીને તે દેવોની થોડે દુર રહીને તે પૂર્વે વિદુર્વેલા ઉદાર યાવત્ ઉત્તર વૈક્રિય રૂપોને બતાવતી ઉભી રહે છે. ત્યાર બાદ તે દેવો તે અપ્સરાઓની સાથે પરસ્પર વિલાસપૂર્વક દૃષ્ટિક્ષેપ, અંગપ્રત્યંગોને જોવાં અને પોતપોતાના અનુરાગને પ્રદર્શિત કરવાને યોગ્ય ચેષ્ટાને પ્રકટ કરવા વગેરે રૂપ રૂપપરિચારણા કરે છે. “લે તે વેવ'ત્તિબાકી બધું તે નાનામા' જેમ કે શીત પુંગલો ઇત્યાદિથી
323