SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ છે श्री प्रज्ञापना सूत्र भाग २ सोलसमं पओगपयं विहायगति परूवणं वा चाराण वा बोराण वा तिंडुयाण वा पक्काणं परियागयाणं बंधणाओ विप्पमुक्काणं निव्वाघातेणं अधे वीससाए गती पवत्तइ, से त्तं बंधणविमोयणगती। से तं विहायगती[से त्तं गइप्पवाए] १७ ।।सू०-१५।।४७४ ।। पण्णवणाए भगवईए सोलसमं पओगपद समत्तं। (મૂળ) શતિ કેવા પ્રકારની છે? પરમાણુપુદ્ગલ, દ્ધિપ્રદેશિક, યાવત્ અનન્તપ્રદેશિક સ્કન્ધોની પરસ્પર સ્પર્શ કરીને જે ગતિ પ્રવર્તે તે સ્પેશદ્ગતિ. એમ સ્પેશદ્ગતિ કહી ૧. અસ્પૃશદ્ગતિ કેવા પ્રકારની છે? પરસ્પર સ્પર્શ કર્યા સિવાય એ પરમાણુ વગેરેની જે ગતિ પ્રવર્તે તે અસ્પૃશદ્ગતિ. એમ અસ્પૃશદ્ગતિ કહી ૨. ઉપસંપદ્યમાનગતિ કેવા પ્રકારની છે? રાજા, યુવરાજ, ઈશ્વર, તલવર, માંડવિક, કૌટુમ્બિક-કુટુમ્બસ્વામી, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહને અનુસરી જે ગમન કરે છે તે ઉપસંપદ્યમાનગતિ. એમ ઉપસંપદ્યમાનગતિ કહી ૩. અનુપસંપદ્યમાનગતિ કેવા પ્રકારની છે? એઓ પરસ્પર એક બીજાને અનુસર્યા સિવાય જે ગમન કરે છે તે અનુપસંપદ્યમાનગતિ ૪. પુદ્ગલગતિ કેવા પ્રકાની છે? પરમાણુપુદ્ગલ, યાવત્ અનન્તપ્રદેશિક સ્કન્ધોની જે ગતિ પ્રવર્તે છે તે પુદ્ગલગતિ. એમ પુદ્ગલગતિ કહી પ. મંડૂકગતિ કેવા પ્રકારની છે? મંડૂક-દેડકો કૂદી કૂદીને જે ગમન કરે છે તે મંડૂકગતિ. એમ મંડૂકગતિ કહી ૬. નૌકાગતિ કેવા પ્રકારની છે? નૌકા જે પૂર્વવેતાલીથી-વેતાલા નદીના પૂર્વના કીનારાથી દક્ષિણના કીનારે જળમાર્ગે ગમન કરે છે અને દક્ષિણના કીનારાથી પશ્ચિમના કીનારે જાય છે તે નૌકાગતિ. એમ નૌકાગતિ કહી ૭. નયગતિ કેવા પ્રકારની છે? જે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયોની ગતિ-પ્રવૃત્તિ, અથવા સર્વ નયો પણ જે ઈચ્છે–જે માને તે નયગતિ. એમ નયગતિ કહી ૮, છાયાગતિ કેવા પ્રકારની છે? જે ઘોડાની છાયા, હાથીની છાયા, મનુષ્યની છાયા, કિન્નરની છાયા, મહોરગની છાયા, ગાંધર્વની છાયા, વૃષભની છાયા, રથની છાયા અને છત્રની છાયાને અનુસરી ગમન કરે તે છાયાગતિ. એમ છાયાગતિ કહી ૯. છાયાનુપાતગતિ કેવા પ્રકારની છે? જે | કારણથી પુરુષને છાયા અનુસરે છે, પણ પુરુષ છાયાને અનુસરતો નથી, એટલે પુરુષને અનુસરી છાયા ગતિ કરે છે તે છાયાનુપાતગતિ. એમ છાયાનુપાતગતિ કહી ૧૦. લેશ્યાગતિ કેવા પ્રકારની છે? કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તકૂપપણે-તે વર્ણપણે, તે ગન્ધપણે, તે રસપણે અને તે સ્પર્શપણે જે વારંવાર પરિણમે છે, એ પ્રમાણે નીલલેશ્યા કાપોતલેશ્યાને પામીને તદ્રુપપણે યાવત્ તે સ્પર્શપણે પરિણમે છે, એમ કાપોતલેશ્યા પણ તેજોલેશ્યાને, તેજોલેશ્યા પણ પાલેશ્યાને અને પાલેશ્યા પણ શુક્લલશ્યાને પામીને જે તદ્રુપપણે યાવતુ પરિણમે છે તે વેશ્યાગતિ. એમ વેશ્યાગતિ કહી ૧૧. લેશ્યાનુપાતગતિ કેવા પ્રકારની છે? જે વેશ્યાવાળાં દ્રવ્યો ગ્રહણ કરી મરણ પામે છે અને તે વેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે. જેમકે કૃષ્ણલેશ્યાવાળામાં, વાવ–શુક્લલેશ્યાવાળામાં, તે વેશ્યાનુપાતગતિ. એમ લશ્યાનુપાતગતિ કહી ૧૨. ઉદિશ્વપ્રવિભક્તગતિ કેવા પ્રકારની છે? જે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણી, ગણધર કે ગણાવચ્છેદકને ઉદેશી ઉદ્દેશીને જે ગમન કરે તે ઉદિશ્યપ્રવિભક્તગતિ. એમ ઉદિશ્યપ્રવિભક્તગતિ કહી ૧૩. ચતુઃ પુરુષપ્રવિભક્તગતિ કેવા પ્રકારની છે? જેમકે ચાર પુરુષો એક સાથે તૈયાર થાય અને એક સાથે પ્રયાણ કરે ૧, એક સાથે તૈયાર થાય અને જુદા જુદા સમયે પ્રયાણ કરે ૨, જુદા જુદા સમયે તૈયાર થાય જુદા જુદા કાળે પ્રયાણ કરે ૩ અને જુદા જુદા કાળે તૈયાર થાય અને સાથે પ્રયાણ કરે ૪. તે ચતુઃપુરુષ-પ્રવિભક્તગતિ. એમ ચતુઃપુરુષપ્રવિભક્તગતિ કહી ૧૪. વક્રગતિ કેટલા પ્રકારની છે? વક્રગતિ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે–૧ ઘટ્ટનતા, ૨ સ્તંભનતા, ૩ શ્લેષણતા અને ૪ પતનતા. એમ વક્રગતિ કહી ૧૫. પંકગતિ કેવા પ્રકારની છે? જેમ કોઈ પુરુષ પંક-કીચડમાં કે પાણીમાં પોતાના શરીરને ટેકો આપીને સ્થિર કરી કરીને) ગમન કરે તે પંકગતિ. એમ પંકગતિ કહી ૧૬. બન્ધનવિમોચનગતિ કેવા પ્રકારની છે? પક્વ થયેલાં અતિ પાકેલા અને બન્થનથી જુદા થયેલા આમ્ર, અંબાડક, બીજોરાં, બીલાં, કોઠાં, ભચ્ચ ફણસ, દાડમ, પારાવત, અખોડ, ચાર, બોર અને હિંદુકની નિર્ભાધાત–પ્રતિબન્ધ સિવાય નીચે સ્વાભાવિક ગતિ થાય તે બન્ધનવિમોચનગતિ. એમ બન્યવિમોચનગતિ કહી ૧૭.I/૧૫૪૭૪ો પ્રજ્ઞાપના ભગવતીના અનુવાદમાં સોળમું પ્રયોગપદ સમાપ્ત. 20
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy