________________
श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठावीसइमं आहारपयं पंचेंदियतिरिक्खाईसु एवं वेमाणिएसु २-८ आहारद्विआइदारसत्तगं દિવસથી નવ દિવસે અને ઉત્કૃષ્ટથી પણ દિવસપૃથક્વે આહારની ઈચ્છા થાય છે. એ પ્રમાણે વૈમાનિકો પણ જાણવા. પરન્તુ આભોગનિવર્તિત આહાર સંબધે જઘન્યથી દિવસપૃથક્ટ્ર અને ઉત્કૃષ્ટથી તેત્રીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. બાકી બધું અસુરકુમારોની પેઠે ‘નાવ તેf મુન્નો મુન્નો પરિપત્તિ' યાવતુ-એઓને વારંવાર પરિણમે છેત્યાં સુધી જાણવું. સૌધર્મદેવલોકમાં આભોગનિવર્તિત આહાર સંબ જઘન્યથી દિવસ પૃથક્વે અને ઉત્કૃષ્ટથી બે હજાર વરસે આહારાભિલાષ થાય છે. ઈશાન દેવલોક સંબધે પૃચ્છા, હે ગૌતમ! જઘન્યથી કંઈક અધિક દિવસ પૃથક્વે અને ઉત્કૃષ્ટથી કંઇક અધિક બે હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. સનકુમાર દેવો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી બે હજાર વરસે અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક સાત હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. મહેન્દ્ર દેવો સંબંધ પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી કંઈક અધિકબે હજાર વરસે અને ઉત્કૃષ્ટથી દસ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. બ્રહ્મલોક સંબન્ધ પૃચ્છા હે ગૌતમ! જઘન્યથી સાત હજાર વરસે અને ઉત્કૃષ્ટથી દસ હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. લાંતક દેવો સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વરસે અને ઉત્કૃષ્ટથી ચૌદ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. મહાશુક્ર દેવ સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી ચૌદ હજાર વરસે અને ઉત્કૃષ્ટથી સત્તર હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. સહસાર દેવો સંબધે પૃચ્છા. ગૌતમ!જઘન્યથી સત્તર હજાર વરસે અને ઉત્કૃષ્ટથી અઢાર હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. આનત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અઢાર હજાર વરસે અને ઉત્કૃષ્ટથી ઓગણીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. પ્રાણત સંબન્ધ પશ્ન. જઘન્યથી ઓગણીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટથી વીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. આરણદેવ સંબજો પ્રશ્ન. જઘન્યથી વીસ હજાર વરસે અને ઉત્કૃષ્ટથી એકવીશ હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. અશ્રુત સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એકવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટથી બાવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. નીચેની ત્રિકના નીચેના રૈવેયક સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી બાવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટથી તેવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. એ પ્રમાણે બધે જેિટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા હજાર વરસો સર્વાર્થસિદ્ધ સુધી કહેવા. નીચેની ત્રિકના મધ્યમ ગ્રેવકો સંબધે પૃચ્છા. હે ગૌતમ!જઘન્યથી તેવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટથી ચોવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. નીચેની ત્રિકના ઉપરના રૈવયક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી ચોવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટથી પચીશ હજાર વરસે તેઓને આહારની ઈચ્છા થાય છે. નીચેની ત્રિકના ઉપરના રૈવયકો સંબધે પૃચ્છા. હે ગૌતમ!જઘન્યથી ચોવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટથી પચીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. મધ્યમ ત્રિકની નીચેના ગ્રેવયક સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી પચીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટથી છવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. મધ્યમ ત્રિકના મધ્યમ વૈવેયક સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી છવ્વીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટથી સત્યાવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. મધ્યમ ત્રિકની ઉપરના રૈવેયકદેવો સંબજો પ્રશ્ન. હે ગૌતમ!જઘન્યથી સત્યાવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટથી અચાવીશ હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. ઉપરની ત્રિકના નીચેના ગ્રેવયક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અઠ્યાવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટથી ઓગણત્રીસ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. ઉપરની ત્રિકના મધ્યમ શૈવેયક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી ઓગણત્રીસ હજાર વરસે અને ઉત્કૃષ્ટથી ત્રીસ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. ઉપરની ત્રિકના ઉપરના રૈવયક સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી ત્રીસ હજાર વરસે અને ઉત્કૃષ્ટથી એકત્રીસ હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એકત્રીસ હજાર અને ઉત્કૃષ્ટથી તેત્રીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે, સર્વાર્થસિદ્ધ દેવો સંબન્ધ પૃચ્છા, હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ
સિવાય તેત્રીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. ૮૬૪૯ો. (ટી.) પંચેન્દ્રિય સૂત્રમાં જઘન્યથી ‘સંતોમુહુરસ' અહીં ષષ્ટી વિભક્તિનો અર્થ સતી સપ્તમીના જેવો હોવાથી અન્તર્મુહૂર્ત ગયે છતે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી ષષ્ટભક્ત-બે દિવસ ગયા પછી આહારની ઇચ્છા થાય છે. આ દેવકુરુ અને * 268