________________
श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठावीसइमं आहारपयं चउवीसदंडएसु सचित्ताहारदारं- णेरइएसु२-८आहारद्विआइदारसत्तगं अणाभोगणिव्वत्तिए से णं अणुसमयमविरहिए आहारट्टे समुप्पज्जति । तत्थ णं जे से आभोगनिव्वत्तिए से गं असंखेज्जसमइए अंतोमुहुत्तिए आहारट्ठे समुप्पज्जति ।। सू०-२।।६४३।।
(મૂળ) હે ભગવન્! નૈરયિકો સચિત્તાહારી, અચિત્તાહારી કે મિશ્રાહારી હોય? હે ગૌતમ! નૈરયિકો સચિત્તાહારી નથી, મિશ્રાહારી
નથી, પણ અચિત્તાહારી છે. એ પ્રમાણે અસુકુમારથી આરંભી વૈમાનિક સુધી જાણવું. ઔદારિક શરીરવાળા (પૃથિવ્યાદિ) યાવત્ મનુષ્યો સચિત્તાહારી પણ હોય છે, અચિત્તાહારી પણ હોય છે અને મિશ્રાહારી પણ હોય છે. હે ભગવન્! નૈરિયકો આહા૨ાર્થી–આહારની ઇચ્છાવાળા હોય?હા ગૌતમ! હોય. હે ભગવન્! નૈયિકોને કેટલા કાળે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય? હે ગૌતમ! નૈયિકોને બે પ્રકારનો આહાર કહ્યો છે. તે આ પ્રમાણે—આભોગનિર્વર્તિત-ઇચ્છાપૂર્વક કરેલો અને અનાભોગનિર્વર્તિત ઇચ્છા સિવાય કરેલો. તેમાં જે અનાભોગ નિર્વર્તિત આહાર છે, તે તેઓને પ્રતિસમય નિરંતર હોય છે. અને જે આભોગનિર્વર્તિત આહાર છે તે સંબંધે અસંખ્યાત સમયના અન્તર્મુહૂર્ત અહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે.
ર૬૪૩॥
(ટી૦) હવે જેની પ્રતિજ્ઞા કરી છે તેનો નિર્વાહ કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર ‘યોદ્દેશ નિર્દેશ ' ઉદ્દેશના ક્રમને અનુસરી નિર્દેશ થાય છે. સામાન્યપણે નામમાત્રથી કથન કરવું તે ઉદ્દેશ અને વિસ્તારથી પ્રતિપાદન કરવું તે નિર્દેશ.—એ ન્યાયને અનુસરી પ્રથમ ‘સચિત્ત’ અધિકારની વ્યાખ્યા કરે છ—‘નેવાળ મંતે!'ઇત્યાદિ. હે ભગવન્!નૈરયિકો શું સચિત્ત આહાર કરેછે, અચિત્ત આહાર કરે છે કે મિશ્ર આહાર કરે છે? ભગવન્ ઉત્તર આપે છે— ‘હે ગૌતમ! સચિત્ત કે મિશ્ર આહાર કરતા નથી, પણ અચિત્ત આહા૨ ક૨ે છે. કારણ કે અહીં વૈક્રિય શરીરધારી વૈક્રિય શરીરના પોષણયોગ્ય પુદ્ગલોનો આહાર કરે છે અને તે અચિત્ત જ હોય છે, પણ જીવે ગ્રહણ કરેલા હોતા નથી, માટે તેઓ અચિત્ત આહારવાળા છે, પણ સચિત્ત આહારવાળા નથી, તેમ મિશ્ર આહારવાળા પણ નથી. ૐ એમ અસુરકુમારથી આરંભી સ્તર્નિંતકુમાર સુધીના ભવનપતિઓ, વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકો જાણવા. ઔદારિક શરીરવાળા ઔદારિક શરીરના પોષણ યોગ્ય પુદ્ગલોનો આહાર કરે છે અને તે પુદ્ગલો પૃથિવીકાયાદિના પરિણામરૂપે પરણત થયેલા હોય છે, માટે સચિત્ત આહારવાળા, અચિત્ત આહારવાળા અને મિશ્ર આહા૨વાળા ઘટી શકે છે, તેથી સૂત્રકારે કહ્યું છ— ‘ઓરાતિયક્ષરીરા નાવ મજૂસા ' ઇત્યાદિ. ઔદારિક શરીરવાળા પૃથિવીકાયિકોથી આરંભી મનુષ્યો સુધી જાણવા. તાત્પર્ય એ છે ક—પૃથિવી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ રૂપ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય અને મનુષ્ય એ બધાય સચિત્તઆહારવાળા, અચિત્તઆહારવાળા અને મિશ્રઆહા૨વાળા પણ કહેવા. એ પ્રથમ અધિકાર કહ્યો.
હવે બીજાથી આરંભી આઠમાં સુધીના સાત અધિકારોને ચોવીશ દંડકના ક્રમથી સાથે કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રથમ નૈરયિકો સંબન્ધ કહે છે—‘નેફ્યા ’-ઇત્યાદિ. હે ભગવન્! નૈયિકો આહારાર્થી-આહારની અભિલાષાવાળા છે? (અહીં ‘મ્િ’પ્રશ્નાર્થક શબ્દ નથી તોપણ કાકુ-પ્રશ્નાર્થક ધ્વનિવડે પ્રશ્નાર્થ સમજવો.) ભગવાન્ ઉત્તર આપે છે—‘હન્ત' ઇત્યાદિ. ‘હન્ત’ અનુમતિના અર્થમાં છે. હે ગૌતમ! એ મને અનુમત છે કે નૈરયિકો આહા૨ની અભિલાષાવાળા છે. હે ભગવન્! નૈરિયકો જો આહારની ઇચ્છાવાળા છે તો તેને ‘વ્હેવફ વ્હાલક્ષ્મ' યિતા વ્હાલેન-કેટલા કાળે, અહીં પ્રાકૃત હોવાથી ત્રીજી વિભક્તિના અર્થમાં છઠ્ઠી વિભક્તિ છે. આહારાર્થ-આહારરૂપ પ્રયોજન, આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે? ભગવાન્ કહે છે—ગૌતમ! નૈરયિકોને બે પ્રકારનો આહાર છે. જેમકે, આભોગનિર્વર્તિત અને અનાભોગનિર્વર્તિત, તેમાં આભોગ–આલોચન, વિચાર, અભિસન્ધિ-ઇચ્છા એ અર્થ છે. ઇચ્છાવડે નિર્વર્તિત–ગ્રહણ કરેલો, એટલે ‘હું આહાર લઉં’ એવી ઇચ્છાપૂર્વક ગ્રહણ કરેલો તે આભોગનિર્વર્તિત, તેથી વિપરીત–ઉલટું અનાભોગનિર્વર્તિત, એટલે ‘હું આહાર કરું' એવી વિશિષ્ટ ઇચ્છા સિવાય વર્ષાકાળે પુષ્કળ મૂત્રાદિ વડે અભિવ્યક્ત થયેલ શીત પુદ્ગલોના આહારની પેઠે ગ્રહણ કરાયેલો હોય તે અનાભોગનિર્વર્તિત આહાર સમજવો. ‘તત્ત્વ Ī’ઇત્યાદિ. એમા—આભોગનિર્વર્તિત અને અનાભોગનિર્વર્તિત આહારમાં જે અનાભોગનિર્વર્તિત આહાર છે તે નૈરયિકોને અનુસમય—પ્રતિસમય હોય છે. અહીં લાંબા કાળ સુધી ચાલી શકે એવો આહાર એકવાર પણ ગ્રહણ કર્યો હોય તો
256