________________
श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तावीसइमं कम्मवेयवेयगपयं णाणावरणिज्जाइवेदएसु जीवाईसु कम्मपयडिवेय परूवणं છે. કારણ કે ત્યાં સાત કર્મના વેદકપણાનો અસંભવ છે. એમ દર્શનાવરણીય અને અન્તરાય સૂત્રસંબન્ધ પણ કહેવું. વેદનીયસૂત્રમાં જીવપદ અને મનુષ્યપદમાં પ્રત્યેકને આશ્રયી આઠ કર્મનો વેદક સાત કર્મનો વેદક અને ચાર કર્મનો વેદક હોય છે એમ કહેવું. અને બાંકીના નૈરયિકાદિ પદોમાં આઠ કર્મનો વેદક હોય છ–એ એક ભાગો જાણવો, કારણ કે તેઓમાં ઉપશાન્તમોહત્વાદિ અવસ્થાનો અસંભવ છે. તેજ વેદનીય સૂત્રમાં બહુવચનના વિચારમાં પ્રત્યેક જીવપદ અને મનુષ્યપદને વિષે ત્રણ ભાંગા સમજવા. તેમાં આઠ કર્મના વેદનારા હોય એ પ્રથમ ભંગ સર્વથા સાત કર્મના વેદનારાઓના અભાવે હોય છે. સપ્તવિધવેદક પદનો પ્રક્ષેપ કરવામાં એક વચન અને બહુવચન વડે બે ભાંગા થાય છે. બાકીના નારકાદિ સ્થાનોમાં આઠ કર્મના વેદનારા હોય છે માટે ભાંગાનો અભાવ હોય છે. એમ આયુષ્ય, નામ અને ગોત્ર કર્મના સૂત્રોનો વિચાર કરવો. મોહનીય કર્મને વેદતો અવશ્ય આઠ કર્મની પ્રકૃતિઓનો વેદક હોય છે, માટે જીવાદિ પચીશ સ્થાનકોમાં એક વચન અને બહુવચનની અપેક્ષાએ બધે ય ભાંગાનો અભાવ છે. કારણ કે તેઓ એક અથવા અનેક આઠ પ્રકૃતિઓને વેદે છે. ૧૬૪૧//
શ્રીમઆચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં સત્યાવીસમું કર્મવેદવેદગ પદ સમાપ્ત.
અરિહંતના અનંતગુણો છે પણ એ અનંતાગુણોનો સમાવેશ એક ગુણમાં થઈ જાય છે. અને તે છે વીતરાગ ભાવ. કારણ કે એ ભાવ વગર બીજા બધા ગુણો રહી શકતા નથી. અરિહંત ભગવંત અને બીજા પણ તદ્ભવ મોક્ષગામી જીવાત્મા સહુ પ્રથમ એક જ કામ કરે છે. મોહને મારવાનું મોહને માર્યા સિવાય આત્માનું એક કાર્ય સિદ્ધ થતું નથી. સર્વ પ્રથમ મોહ મરે છે પછી જ બીજા કર્મો દૂર થાય છે. અરિહંત ભગવંતોએ એ જ કહ્યું છે કે મોહની સત્તાનો સર્વથા સત્યાનાશ ન કરો ત્યાં સુધી સિદ્ધપદ સ્વપ્નમાં છે. અરિહંત ભગવંતો પોતે ગર્ભથી ત્રણ જ્ઞાન સંયુક્ત હોવાથી જાણતા હતા કે અમારો આ ભવમાં જ મોક્ષ થવાનો છે. અને એ જાણતા હતા કે સંસારમાં રહેલાને કેવળજ્ઞાન થઈ શકે છે. અને એ મોલમાં જઈ શકે છે. (દીક્ષાનો વેશ લીધા વગર પણ એ મોલમાં જઈ શકે છે, છતાં એમણે ચારિત્ર ગ્રહણ કર્યું. એજ બતાવે છે કે મૂળ માર્ગ તો ચારિત્ર ગ્રહણ કરીને કર્મ ખપાવવાં અને કેવળજ્ઞાન મેળવવું એ જ છે. અરિહંત ભગવંતોની શક્તિની વાતો આગમકારોએ લખી છે. એ સવશે સત્ય જ છે. કારણ કે એવા સત્વ સિવાય તીર્થકર નામકર્મ ઉદયમાં આવે જ નહીં. ચૌસઠ ઇન્દ્રો એમની સેવામાં આવે નહીં. ભૌતિક સામગ્રીઓનો ભોગવટો જ્યાં સર્વોત્કૃષ્ટ હોય ત્યાં શારીરિક શક્તિસર્વોત્કૃષ્ટ હોય જ. અરિહંત ભગવંત સર્વોત્કૃષ્ટ શક્તિના ધારક હોવા છતાં ઉપસર્ગ કરનારને પોતાની શક્તિનો પરચો બતાવતા જ નથી. કારણ કે ઉપકારીનું અહિત એમનાથી થાય જ નહીં, એ પોતે ઉપસર્ગ કરનારને પરમોપકારી માનતા હોય છે.
•
- જયાનંદ
254 __