________________
श्री प्रज्ञापना सूत्र भाग २
छव्वीसतिमं कम्मवेयबंधपयं आउयाइवेदएसु जीवाईसु कम्मपयडीबंध परूवणं વેદનીય સૂત્રમાં એકવચન અને બહુવચનના વિચારમાં જીવપદને વિશે નવ ભાંગા થાય છે, કારણ કે તેમાં સાત, આઠ અને એક કર્મનો બન્ધ ક૨ના૨ હમેશાં ઘણા હોય છે. માટે બહુવચનરૂપ એ ભાંગામાં ષવિધબન્ધક અને અબન્ધક એ બે પદોના અભાવમાં બધાય સાત કર્મ બાંધનારા, આઠ કર્મ બાંધનાર અને એક કર્મ બાંધનારા હોય એ પ્રથમ ભાંગો, ષવિધબન્ધક પદનો પ્રક્ષેપ કરીએ એટલે એકવચન અને બહુવચનને આશ્રયી બે ભાંગા, એમજ એકવિધબન્ધક? (અબન્ધક) પદનો પ્રક્ષેપ કરતા બે ભાંગા, અને બન્ને પદનો પ્રક્ષેપ કરતા ચાર ભાંગા થાય છે. મનુષ્યપદમાં સત્યાવીશ ભાંગા થાય છે—તેમાં સાત કર્મના બાંધનારા અને એક કર્મ બાંધનારા કેવળ બહુવચન વડે હમેશાં અવસ્થિત હોય છે અને તે સિવાય બીજા ત્રણે આઠ કર્મ બાંધનારા, છ કર્મ બાંધનારા અને અબન્ધક મનુષ્યો કદાચિત્ હોય છે અને તે એક અને અનેકરૂપે વિકલ્પે હોય છે. એટલે કોઇવાર એક હોય છે અને કોઇવાર અનેક હોય છે માટે તેઓના અભાવમાં સાતકર્મ બાંધનારા અને એક કર્મ બાંધનારા હોય–એ પહેલો ભાંગો. અષ્ટવિધબન્ધક પદનો પ્રક્ષેપ કરીએ તો એકવચન અને બહુવચનને આશ્રયી બે ભાંગા, ષવિધબન્ધક પદનો પ્રક્ષેપ કરતાં બે ભાંગા, એકવિધબન્ધક (? અબન્ધક) પદનો પ્રક્ષેપ કરતા બે ભાંગા, મળીને છ ભાંગા થાય છે. તથા ત્રણ પદના ત્રણ દ્વિક સંયોગો થાય છે અને એક એક દ્વિકસંયોગમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ ચાર ભાંગા થાય એમ ત્રણ દ્વિકસંયોગના બાર, ત્રિકસંયોગના આઠ એમ બધા મળી સત્યાવીશ ભાંગા થાય છે. એ પ્રમાણે આયુષ્ય નામ અને ગોત્રના સૂત્રોનો પણ વિચાર કરવો. મોહનીય કર્મ વેદતો જીવ સાત કર્મનો બંધક, આઠ કર્મનો બંધક અને છ કર્મનો બન્ધક હોય. કારણ કે સૂક્ષ્મસં૫રાયની અવસ્થામાં પણ મોહનીયના ઉદયનો સંભવ છે. એ પ્રમાણે મનુષ્યપદમાં પણ કહેવું. નરકાદિ સ્થાનોમાં સાત કર્મનો બન્ધક કે આઠ કર્મનો બન્ધક હોય’—એમ કહેવું. કારણ કે તેને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક નહિ હોવાથી છ કર્મનું બન્ધકપણું નથી. બહુવચનની અપેક્ષાએ જીવપદમાં ત્રણ ભાંગા જાણવા. તેમાં સૂક્ષ્મસંપરાય કદાચિત હોય છે અને બીજા બે હમેશાં ઘણા હોય છે. માટે ષડ્વિધબન્ધક પદના અભાવમાં સાત કર્મ બાંધનારા અને આઠ કર્મ બાંધનારા હોય–એ એક ભંગ, ષવિધબન્ધક પદનો પ્રક્ષેપ કરીએ એટલે એકવચન અને બહુવચનને આશ્રયી બે ભાંગા હોય છે. નૈરયિકથી માંડી સ્તનિતકુમાર સુધીમાં સાત કર્મનો બન્ધ કરનારા હમેશાં ઘણા હોય છે. આઠ કર્મનો બન્ધ કરનાર કદાચિત્ હોય છે અને તે પણ એક કે અનેકપણે વિકલ્પે હોય છે. અષ્ટવિધબન્ધક પદના અભાવમાં ‘સાત કર્મના બાંધનારા હોય' એ એક ભંગ, અષ્ટવિધબન્ધક પદનો પ્રક્ષેપ કરતાં એકવચન અને બહુવચનને આશ્રયી બે ભાંગા, પાંચે પૃથિવ્યાદિમાં બીજા ભાંગાઓનો અભાવ છે. કારણ કે તેઓ સાત કર્મના બન્ધક અને આઠ કર્મના બન્ધક જ હોય છે અને બન્ને પ્રકારના તેઓમાં હમેશાં ઘણા હોય છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને વ્યન્તર, જ્યોતિષ્ક તથા વૈમાનિકોમાં નૈરયિકની પેઠે ત્રણ ભાંગા હોય છે. મનુષ્યોમાં નવ ભાંગા હોય છે—તેમાં ‘સાત કર્મના બન્ધ કરનારા હોય’ એ એક ભંગ, અષ્ટવિધબન્ધક પદનો પ્રક્ષેપ કરતાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ બે ભાંગા, ષવિધબન્ધક પદનો પ્રક્ષેપ કરતાં એકવચન અને બહુવચનના બે ભાંગા. અને બન્ને પદનો પ્રક્ષેપ કરતાં ચાર ભાંગા થાય છે. માટે તે પ્રકારે સૂત્રકારે કહ્યું છે કે ‘મોહન્જિં વેમાળે ના બાબાવળમાંં તહા મળિયવ્ન' ઇતિ. જ્ઞાનાવરણીય કર્મને વેદતા જે બંધ કહ્યો છે તેમ મોહનીય વેદતા કહેવો. ।।૨૬૪૦॥
શ્રીમદ્ચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં છવીશમું ‘કર્મવેદબન્ધ’ પદ સમાપ્ત.
૧. વેદનીય કર્મના વેદનાર એક કર્મના બન્ધક હમેશાં ઘણા હોય છે, કારણ કે સયોગી કેવલી પણ હોય છે, અને તેઓ હમેશાં ઘણા વિદ્યમાન હોય છે માટે અહીં એકવિધબન્ધક પદનો પ્રક્ષેપ કરતા એકવચન અને બહુવચનને આશ્રયી બે ભાંગા કહ્યા છે તે વિચારણીય છે, પરન્તુ તેના બદલે અબન્ધક પદનો પ્રક્ષેપ કરીએ તો તેના એકવચન અને બહુવચનના બે ભાંગા ઘટી શકે છે.
252