________________
चउवीसइमं कम्मबंधपयं मोहणिज्जाइबंधएसु जीवाईसु कम्मपयडीबंध परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २
ગૌતમ! બધા ય જીવો સાત પ્રકૃતિ બાંધનારા, આઠ પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા અને એક છ પ્રકૃતિ બાંધનાર હોય. અથવા સાત કર્મ બાંધનારા, આઠ કર્મ બાંધનારા, એક કર્મ બાંધનારા અનેછ કર્મ બાંધનારા હોય. બાકીના નરકાદિ યાવત્ વૈમાનિકો જ્ઞાનાવરણ બાંધતાં જે પ્રકૃતિઓ બાંધે છે તે વડે કહેવા. પરન્તુ હે ભગવન્! મનુષ્યો વેદનીય કર્મ બાંધતા કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! બધાય મનુષ્યો ૧ સાત કર્મપ્રકૃતિ બાંધનારા અને એક પ્રકૃતિ બાંધનારા હોય. ૨ અથવા સાત કર્મપ્રકૃતિ બાંધનારા, એક કર્મ બાંધનારા અને એક આઠ કર્મ બાંધનાર હોય. ૩ અથવા સાત કર્મ બાંધનારા, એક કર્મ બાંધનારા અને આઠ કર્મ બાંધનારા હોય. ૪ અથવા સાત કર્મ બાંધનારા, એક કર્મ બાંધનારા અને એક છ કર્મ બાંધનારો હોય. ૫ અથવા સાત કર્મ બાંધનારા, એક કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારો હોય. ૬ અથવા સાત કર્મ બાંધનારા, એક કર્મ બાંધનારા અને એક આઠ કર્મ બાંધનારો અને એક છ કર્મ બાંધનારો હોય. ૭ અથવા સાત કર્મ બાંધનારા, એક કર્મ બાંધનારા અને એક આઠ કર્મ બાંધનારો અને છ કર્મ બાંધનારા હોય. ૮ અથવા સાત કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા, આઠ કર્મ બાંધનારા અને એક છ કર્મ બાંધનારો હોય. ૯ અથવા સાત કર્મ બાંધનારા, એક કર્મ બાંધનારા, આઠ કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય. એ પ્રમાણે એ નવ ભાંગા કહેવા. ।।૨૫૬૩૬॥ (ટી૦) વેદનીય કર્મના વિચારમાં ઉપશાન્તમોહાદિ એક કર્મના જ બન્ધક હોય છે. બાકી બધું પૂર્વની પેઠે જાણવું. મનુષ્યપદનો વિચા૨ ક૨વામાં પણ તેજ પૂર્વે કહેલા નવ ભાંગા કહેવા. કારણ કે સાત કર્મ બાંધનારા અને એક કર્મ બાંધનારા હમેશાં ઘણા હોવાથી બીજા ભાંગાઓનો સંભવ નથી. II૨II૬૩૬।।
|| मोहणिज्जाइबंधएसु जीवाईसु कम्मपयडीबंध परूवणं || मोहणिज्जं बंधमाणे जीवे कति कम्मपगडीओ बंधइ ? गोयमा ! जीवेगिंदियवज्जो तियभंगो। जीवेगिंदिया सत्तविहबंधगा वि अट्ठविहबंधगा वि । जीवे णं भंते! आउयं कम्मं बंधमाणे कति कम्मपगडिओ बंधइ ? गोयमा ! नियमा अट्ठ, एवं णेरइए जाव वेमाणिए, एवं पुहुत्तेण वि । णामगोयं अंतराइयं बंधमाणे जीवे कति कम्मपगडीओ - बंध? गोयमा ! जाओ णाणावरणिज्जं कम्मं बंधमाणे बंधइ ताहिं भाणियव्वो, एवं णेरइए वि जाव वेमाणिए, एवं हुत्ते विभाव्वं ॥ सू० - ३ ।।६३७।।
पण्णवणाए भगवईए चउवीसइमं कम्मबंधपदं समत्तं ।
(મૂ0) મોહનીય કર્મનો બન્ધ કરતો જીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! જીવ અને એકેન્દ્રિય સિવાય બાકીનાને ત્રણ ભાંગા જાણવા. જીવ અને એકેન્દ્રિયો સાત કર્મ બાંધનારા અને આઠ કર્મ બાંધનારા પણ હોય. હે ભગવન્! જીવ આયુષ્ય કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! અવશ્ય આઠ કર્મપ્રકૃતિઓ બાંધે. એ પ્રમાણે નૈરયિકથી આરંભી વૈમાનિક સુધી જાણવું. એમ બહુવચન વડે પણ સમજવું. હે ભગવન્! નામ, ગોત્ર અને અન્તરાય કર્મનો બન્ધ કરતો જીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મનો બન્ધ કરતો જેટલી કર્મપ્રકૃતિ બાંધે તેટલી કહેવી. એમ નૈરયિકથી માંડી વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે બહુવચન વડે પણ કહેવું. ૩૬૩૭॥
પ્રજ્ઞાપના ભગવતીમાં ચોવીશમું કર્મબન્ધપદ સમાપ્ત.
(ટી૦) મોહનીય કર્મનો વિચાર કરવામાં જીવપદમાં અને પૃથિવ્યાદિ પદોમાં પ્રત્યેકને વિષે સાત કર્મ બાંધનારા અને આઠ કર્મ બાંધનારા હોય એ એકજ ભાંગો હોય છે. કારણ કે બન્ને પ્રકારના જીવો હમેશાં ઘણા હોય છે. છ કર્મનો બાંધનાર મોહનીય કર્મ બાંધતો નથી. કારણ કે મોહનીયનો બન્ધુ અનિવૃત્તિ બાદરસંપરાય સુધી હોય છે અને સૂક્ષ્મસં૫રાય છ કર્મનો બન્ધ કરે છે. આયુષ્યને બાંધનાર અવશ્ય આઠ કર્મનો બન્ધક હોય છે, માટે તેના વિચારમાં એકવચન અને બહુવચનને આશ્રયી ભાંગા થતા નથી. નામ, ગોત્ર અને અન્તરાય સૂત્રો જ્ઞાનાવરણીય સૂત્રની પેઠે જાણવા. ૩/૬૩૭॥
શ્રીમદ્ચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં કર્મબન્ધ નામે ચોવીશમું પદ સમાપ્ત:
247