________________
तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो उक्कोसठिइबंधगपरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ सेसा संसारत्था भइया सोवक्कमा व इयरे वा । सोवक्कम-निरुवक्कमभेओ भणिओ समासेणं ॥"
તેમાં દેવો, નરયિકો તથા અસંખ્યાતા વરસના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યો પોતાનું છ માસનું આયુષ્ય બાકી હોય ત્યારે અવશ્ય પરભવના આયુષ્યનો બંધ કરે છે. જે તિર્યંચ અને મનુષ્યો સંખ્યાતા વરસના આયુષ્યવાળા છતાં પણ નિરુપક્રમઆયુષ્યવાળા છે તેઓ પણ પોતાનું ત્રીજા ભાગનું આયુષ્યબાકી હોય ત્યારે અવશ્ય પરભવના આયુષ્યનો બંધ કરે છે. જેઓ સોપક્રમઆયુષ્યવાળા છે તેઓ કદાચ ત્રીજા ભાગનું આયુષ્ય બાકી છે જેઓનો એવા, અથવા ત્રીજા ભાગના ત્રીજા ભાગનું આયુષ્ય બાકી જેઓને છે એવા, યાવત્ અસંક્ષેપ્યાદ્ધાપ્રવિષ્ટ-જેનો ન સંક્ષેપ કરી શકાય એટલોજ માત્ર આયુષ્યનો કાળ બાકી જેઓને છે એવા પરભવાયુષ્ય બાંધે છે, તેથી કહે છે–“ને નીવે' ઇત્યાદિ. –જે જીવ અસંખાદ્ધાપ્રવિષ્ટ છે એટલે જેણે ત્રીજા ભાગ ઇત્યાદિ કરવા વડે જેનો હવે સંક્ષેપ-ભાગ થઈ શકે તેમ નથી એવા કાળમાં પ્રવેશ કરેલો છે, એ હેતુથી કહે છે-“સે' તેનું અસંખ્ય અદ્ધામાં પ્રવિષ્ટજીવનું આયુષ્ય સર્વનિરુદ્ધ-ઉપક્રમના હેતુઓ વડે અતિ સંક્ષેપ કરાયેલું છે, તેને માત્ર આયુષબંધ કરવાનો કાળ બાકી છે એટલે તે પછી જીવનકાળ નથી. એજ બાબતને વધારે સ્પષ્ટતાપૂર્વક કહે છ-સે સવ્ય મહંતી ગાયકન્યા ' સૌથી મોટા આયુષ્યબંધના કાળનો શેષ ભાગ છે, તાત્પર્ય એ છે કે આયુષ્યબન્ધનો કાળ આઠ આકર્ષપ્રમાણ છે, તેનો શેષ–એક આકર્ષપ્રમાણ જેટલું સૌથી અલ્પ આયુષ્ય તેનું બાકી છે. માટે તે ન સંક્ષેપ કરી શકાય તેવા કાળમાં પ્રવિષ્ટ થયેલો અને આયુષ્યબન્ધના એક આકર્ષરૂપે છેલ્લા સમય-કાળમાં વર્તતો હોય છે. અહીંચરમકાલસમયના ગ્રહણ કરવાથી પરમ સૂક્ષ્મ સમયનું ગ્રહણ ન કરવું, પણ ઉપર કહ્યા પ્રમાણે કાળનું ગ્રહણ કરવું, કારણ કે તેથી ઓછા કાળમાં આયુષ્યના બન્ધનો અસંભવ છે. જેથી વ્યુત્કાન્તિપદમાં પૂર્વે કહ્યું છે કે “હે ભગવનું? જીવો સ્થિતિનામ સહિત આયુષ્યનો કેટલા આકર્ષવડે બન્ધ કરે? હે ગૌતમ! જઘન્યથી એક આકર્ષવડે અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષ વડે આયુષ્યનો બન્ધ કરે છે. એક આકર્ષ વડે સર્વ જઘન્ય આયુષ્ય બાંધે છે. જેથી કહ્યું છે કે “સબ્યુનત્રય' સર્વ જઘન્યસૌથી નાની સ્થિતિ બાંધે છે. તે સ્થિતિ કેવા પ્રકારની છે? તે કહે છે–“પતાપર્યાવ' –પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપ-શરીર અને ઇન્દ્રિયપતિ પૂર્ણ કરવાને સમર્થ અને ઉચ્છવાસપતિ પૂરી કરવાને અસમર્થ એવી સ્થિતિ બાંધે છે. એ શી રીતે જાણી શકાય કે શરીર અને ઇન્દ્રિયપર્યાપ્તિ પૂરી કરવાને સમર્થ સૌથી જઘન્ય સ્થિતિ બાંધે છે પણ તેથી હીન સ્થિતિ બાંધતો નથી? યુક્તિથી જાણી શકાય છે. તે આ પ્રમાણે–સર્વે પ્રાણીઓ પરભવનું આયુષ્ય બાંધીને મરણ પામે છે પણ બાંધ્યા સિવાય મરણ પામતા નથી. અને પરભવના આયુષ્યનો બંધ ઔદારિક, વૈક્રિય અને આહારકડાય યોગમાં વર્તતા પ્રાણીને હોય છે, પણ કામણ કે ઔદારિક મિશ્રયોગમાં વર્તતો હોય ત્યારે હોતો નથી. તે સંબધે મૂળ ટીકાકાર કહે છે-“નેnોનિયાને તિખું સરીરામાં વયના વાળો મારૂબંધો, ન ા , મોરાતિમિત્તે વા” ઇતિાજેથી ઔદારિકાદિ ત્રણ શરીરના કાયયોગે વર્તતો આયુષ્યનો બન્ધ કરે છે, પણ કામણ કે ઔદારિક મિશ્રયોગમાં વર્તતો આયુષ્યનો બન્ધ કરતો નથી” વિશિષ્ટ ઔદારિકાદિ કાયયોગ શરીર અને ઇન્દ્રિયપતિ વડે પર્યાપ્તાને હોય છે, પણ કેવળ શરીરપર્યાપ્તિ વડે પર્યાપ્તાને નથી હોતી. તેથી આ સિદ્ધ થાય છે કે શરીરપર્યાપ્તિ અને ઇન્દ્રિય પર્યાપ્તિ વડે પર્યાપ્તાનું મરણ થાય છે, બીજાનું થતું નથી. માટે શરીર અને ઇન્દ્રિયપતિ પૂરી કરવાને સમર્થ એવી જઘન્ય સ્થિતિ બાંધે છે, પણ તેથી હીન સ્થિતિ બાંધતો નથી. એ પ્રમાણે જઘન્યસ્થિતિનો બન્ધ કરનાર કહ્યો. T૩પી૬૩૩
IT Bોર વિનંધાવજીવUi IT. उक्कोसकालठितीयं णं भंते! णाणावरणिज्ज किं नेरइओ बंधति, तिरिक्खजोणिओ बंधति, तिरिक्खजोणिणी बंधति, मणुस्सो बंधति, मणुस्सी बंधति, देवो बंधति, देवी बंधति? गोयमा! नेरइओ वि बंधति, जाव देवीवि बंधति। केरिसए णं भंते! नेरइए उक्कोसकालठितीयं णाणावरणिज्जं कम्मं बंधति? गोयमा! सण्णी पंचिंदिए सव्वाहिं पज्जत्तीहिं पज्जत्ते सागारे जागरे सुत्तो(तो)वउत्ते मिच्छादिट्ठी कण्हलेसे उक्कोससंकिलिट्ठपरिणामे ईसि
- 241