________________
श्री प्रज्ञापना सूत्र भाग २
बावीसतिमं किरियापयं जीवाईसु किरियाणं सहभावपरूवणं પ્રાણાતિપાત ક્રિયા હોય છે તેને પારિતાપનિકી ક્રિયા હોય? હે ગૌતમ! જે જીવને પારિતાપનિકી ક્રિયા હોય છે તેને પ્રાણાતિપાત ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. પણ જેને પ્રાણાતિપાત ક્રિયા હોય છે તેને પારિતાપનિકી ક્રિયા અવશ્ય હોય. હે ભગવન! જે નૈરયિકને કાયિકી ક્રિયા હોય છે તેને અધિકરણિકી ક્રિયા હોય? હે ગૌતમ! જેમ જીવ સંબધે કહ્યું
તેમજ નૈરયિકને પણ જાણવું. એ પ્રમાણે નિરંતર યાવતુ-વૈમાનિકને સમજવું. ૭પ૮૯ (ટી.) હવે ક્યાં જીવને કેટલી ક્રિયા હોય એ બતાવવા માટે પૂર્વે કહેલું સૂત્ર કહે છે-“ માં અંતે! વિકરિયાનો પન્નત્તાગો' ઇત્યાદિ સૂત્ર પૂર્વની પેઠે જાણવું. એજ ક્રિયાઓનો ચોવીશ દંડકનાક્રમથી વિચાર કરે છે નેફયા અંતે –હે ભગવન્નૈરયિકોને કેટલી ક્રિયા હોય? ઇત્યાદિ સૂત્ર પાઠસિદ્ધ છે. હવે આ ક્રિયાઓનો એક જીવને આશ્રયી પરસ્પરનિયત સંબન્ધ બતાવે છ–“નસ
મંત!” હે ભગવન્! જેને કાયિકી ક્રિયા હોય છે તેને અધિકરણિકી ક્રિયા હોય? ઇત્યાદિ. અહીં કાયિકી ક્રિયા ઔદારિકાદિ શરીરને આશ્રિત, પ્રાણાતિપાત-હિંસા કરવાના સામર્થ્યવાળી વિશિષ્ટ ગ્રહણ કરવી. પણ કામણ શરીરાશ્રિત ક્રિયા ગ્રહણ ન કરવી. તેથી પ્રથમની ત્રણ ક્રિયાઓનો પરસ્પર નિયત સંબન્ધ છે. કેવી રીતે છે? તેનો ઉત્તર એ છે કે શરીર અધિકરણ પણ છે એમ પૂર્વે કહ્યું છે તેથી કાય અધિકરણ હોવાથી કાયિકી ક્રિયા હોય ત્યાં અવશ્ય અધિકરણિકી હોય છે અને અધિકરણી હોય ત્યાં અવશ્ય કાયિકી ક્રિયા હોય છે. અને તે વિશિષ્ટ કાયિકી ક્રિયા પ્રદ્વેષ સિવાય હોતી નથી, માટે પ્રાàષિકી ક્રિયાની સાથે પણ તેનો પરસ્પર નિયત સબન્ધ છે. પ્રદ્વેષ પણ શરીરને વિષે સ્પષ્ટચિહ્નવાળો જણાય છે. કારણ કે મુખનું રક્ષપણું વગેરે તેના નિયત ચિહ્નો પ્રત્યક્ષથી જ જણાય છે. કહ્યું છે કે
"रूक्षयति रुष्यतो ननु वक्त्रं स्निह्यति रज्यतः पुंसः । औदारिकोऽपि देहो भाववशात् परिणमत्येवम्" ॥
ગુસ્સે થનારનું મુખ સુકાઈ જાય છે. અને સ્નેહવાળા પુરુષનું મોટું સ્નિગ્ધ થાય છે. ઔદારિક શરીર પણ ભાવના વશથી - એમ પરિણમે છે.” પરિતાપ અને પ્રાણાતિપાતનું પ્રથમની ત્રણ ક્રિયાના સદ્ભાવમાં નિયતપણું નથી. તે આ પ્રમાણે—જો આ - ઘાતક-શીકારી ઘાતને પાત્ર થયેલા મૃગાદિ પશુને ધનુષ વડે ફેંકેલા બાણ વગેરેથી વધે છે, તેથી તેનું પરિતાપ અને મરણ થાય છે,
અન્યથા થતું નથી, તેથી અનીયતપણું છે. અને પરિતાપ અને પ્રાણાતિપાતના સદ્ભાવમાં પૂર્વની ક્રિયાઓ અવશ્ય હોય છે. કારણ કે પૂર્વ ક્રિયાઓના અભાવમાં પરિતાપ અને પ્રાણાતિપાત ક્રિયા હોતી નથી. તેથી આ અર્થનો વિચાર કરી કાયિકી ક્રિયા બાકીની ચાર ક્રિયાઓ સાથે, અધિકરણિકી ત્રણ ક્રિયાઓ સાથે અને પ્રાષિકી બે ક્રિયાઓની સાથે સૂત્રથી સારી રીતે વિચારવી. પારિતાપનિકી અને પ્રાણાતિપાત ક્રિયાઓનું ખાસ સૂત્ર કહે છે–“ન નીવર્સ પરિયાવળિયા શિરિયા જ્ઞરૂ” જે જીવને પારિતાપનિકી ક્રિયા હોય છે તેને પ્રાણાતિપાત ક્રિયા થાય-ઇત્યાદિ. પારિતાપનિકી ક્રિયાના સતાવમાં પ્રાણાતિપાત ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. જ્યારે બાણ વગરેના અભિઘાતથી જીવિતથી જુદો પડે–મૃત્યુ પામે ત્યારે હોય છે અને બાકીના કાળે હોતી નથી. જેને પ્રાણાતિપાતક્રિયા હોય છે તેને અવશ્ય પારિતાપનિકી ક્રિયા હોય છે, કારણ કે પરિતાપ સિવાય પ્રાણનો વિયોગ થતો
નથી.
હવે નૈરયિકાદિચોવીશ દંડકનાક્રમથી ક્રિયાઓનો પરસ્પરનિયત સંબન્ધ બતાવે છે–“સ અંતાનેર ડ્રયા જિરિયા વિજ્ઞ”—જે નેરયિકને કાયિકી ક્રિયા હોય છે તેને અધિકરણિકી ક્રિયા હોય? ઇત્યાદિ સૂત્ર પ્રસિદ્ધ છે, કારણ કે તેનો વિચાર પૂર્વે કરેલો છે. એ પ્રમાણે એક દંડક કહ્યો. ૭પ૮૯ जं समयं णं भंते! जीवस्स काइया किरिया कज्जति तं संमयं अधिगरणिया किरिया कज्जति?, जं समयं अहिगरणिया किरिया कज्जति, तं समयंकाइया किरिया कज्जति? एवं जहेव आइल्लओ दंडओ भणिओ तहेव भाणियव्वो, जाव वेमाणियस्स। जं देसं णं भंते! जीवस्स काइया किरिया कज्जति तं देसं णं अधिगरणिया किरिया कज्जति? तहेव जाव वेमाणियस्स। जं पएसं णं भंते! जीवस्स काइया किरिया कज्जति तं पएसं णं
. 182