________________
प्रथम पद संठाण पत्रवणा
श्री प्रज्ञापना सूत्र भाग १
સિવાય જાણી શકાય તેમ નથી માટે શિષ્યવર્ગ ઉપર ઉપકાર કરવા માટે અહીં દર્શાવાય છે ૧ ઓજઃપ્રદેશ-પ્રતરવૃત્ત – પાંચ પરમાણુઓ વડે બનેલું અને પાંચ આકાશ પ્રદેશમાં રહેલું હોય છે. જેમ કે—એક ૫૨માણુ
વચ્ચે મૂકવો અને ચા૨ ૫૨માણુઓ અનુક્રમે પૂર્વાદિ ચાર દિશાઓમાં મૂકવા. સ્થાપના –
૨ યુગ્મપ્રદેશ-પ્રતરવૃત્ત – બાર પરમાણુઓનું બનેલું અને બાર આકાશ પ્રદેશમાં રહેલું હોય છે. તેમાં નિરન્તર ચાર પરમાણુઓ ચા૨ આકાશ પ્રદેશમાં રુચકના આકારે (ગોસ્તનના આકારે) સ્થાપવા. અને તેની ચારે તરફ, બાકીના આઠ
પરમાણુઓ મૂકવા. સ્થાપના – ૦૦૦૦
૩ ઓજઃપ્રદેશ-ઘનવૃત્ત – ! —– સાત પ્રદેશ વડે બનેલું અને સાત આકાશ પ્રદેશમાં રહેલું હોય છે. તે આ પ્રમાણે છે–તે જ પાંચ પ્રદેશના પ્રતરવૃત્તના મધ્ય ભાગમાં રહેલા પરમાણુની ઉ૫૨ અને નીચે એક એક ૫૨માણુ મૂકવો. તેથી એ પ્રમાણે સાતપ્રદેશવાળું થનવૃત્ત થાય છે.
૪ યુગ્મપ્રદેશ-ઘનવૃત્ત – બત્રીશ પ્રદેશવાળું અને બત્રીશ આકાશ પ્રદેશોમાં રહેલું હોય છે. તે આ પ્રમાણે-પૂર્વોક્ત બાર પ્રદેશના પ્રતવૃત્તના ઉપ૨ બાર પરમાણુઓ મૂકવા અને તેની ઉ૫૨ ને નીચે બીજા ચાર ચાર પરમાણુઓ મૂકવા. ૫ ઓજઃપ્રદેશ-પ્રતરત્ર્યસ્ર – ત્રણ પ્રદેશનું બનેલું અને ત્રણ આકાશ પ્રદેશમાં રહેલું છે. તે આ પ્રમાણે–તીછા બે પરમાણુઓ મૂકવા. ત્યાર પછી પ્રથમ પરમાણુની નીચે એક ૫૨માણ મૂકવો. સ્થાપના –
09
૬ યુગ્મપ્રદેશ-પ્રતરત્ર્યસ્ર · ૧ – છ પરમાણુઓથી ઉત્પન્ન થયેલું અને છ આકાશ પ્રદેશમાં રહેલું છે. તેમાં તીરછા નિરન્તર ત્રણ ૫૨માણુઓ સ્થાપવા. ત્યાર પછી પ્રથમ પરમાણુની હેઠે ઉપર અને નીચે એમ બે પરમાણુઓ મૂકવા. અને બીજાની નીચે એક પરમાણુ મૂકવો. સ્થાપના –
૭ ઓજઃપ્રદેશ-ધનત્ર્યસ્ર – પાંત્રીસ ૫૨માણુઓ વડે બનેલું અને પાંત્રીશ આકાશ પ્રદેશમાં રહેલું છે. તે આ પ્રમાણે–તીરછા નિરન્તર પાંચ પરમાણુઓ મૂકવા, તેઓની નીચે નીચે અનુક્રમે તીરછા ચાર, ત્રણ, બે અને એક પરમાણુ મૂકવો. એમ પંદર
પ્રદેશવાળું પ્રત૨ થાય છે. સ્થાપના – આજ પ્રત૨ના ઉપ૨ સર્વ પંક્તિઓમાં અંતે રહેલા એક એક પ્રદેશને છોડી દસ પરમાણુઓ મૂકવા, તેમ જ તેના ઉપર ઉપર છ, ત્રણ અને એક એમ અનુક્રમે પરમાણુઓ મૂકવા. સ્થાપના – આ બધા મળીને પાંત્રીશ પ્રદેશો થાય છે.
૦૦૦૦/
[0]
000
૮ યુગ્મપ્રદેશ-ઘનવ્યસ્ર – ચાર પ્રદેશોનું બનેલું અને ચાર આકાશ પ્રદેશમાં રહેલું હોય છે. ત્રણ પ્રદેશના બનેલા પ્રતરત્ર્યસ્રના એક પરમાણુની ઉ૫૨ એક પરમાણુ મૂકવો. તેથી બધા મળી ચાર પ્રદેશો થાય છે.
૯ ઓજઃપ્રદેશ-પ્રતરચતુરસ . – નવ પરમાણુઓનું બનેલું અને નવ આકાશ પ્રદેશોમાં રહેલું હોય છે. તેમાં તીરછા નિરન્તર ત્રણ પ્રદેશવાળી ત્રણ પંક્તિઓ સ્થાપવી. સ્થાપના – 88
૧૦ યુગ્મપ્રદેશ-પ્રતરચતુરસ – ચાર પરમાણુઓનું બનેલું અને ચાર આકાશ પ્રદેશોમાં રહેલું છે. તેમાં તીરછા બે આકાશ પ્રદેશવાળી બે પંક્તિ સ્થાપવી. િ
-
૧૧ ઓજઃપ્રદેશ-ઘનચતુરસ્ર – સત્યાવીશ ૫રમાણુઓનું બનેલું અને સત્યાવીશ આકાશ પ્રદેશોમાં રહેલું હોય છે..તેમાં નવપ્રદેશના બનેલા પૂર્વોક્ત પ્રતરની ઉ૫૨ અને નીચે નવ નવ પ્રદેશો સ્થાપવા. તેથી સત્યાવીશ પ્રદેશોનું ઓજઃપ્રદેશધનચતુરસ થાય છે.
14