________________
प्रथम पद अरूपी अजीव पन्नवणा
श्री प्रज्ञापना सूत्र भाग १ પ્રકા૨ે કહેલી છે. જ્યારે અહીં તીર્થંકરો જ ઉત્તર આપનારા હોય ત્યારે આ અર્થ જાણવો-અન્ય તીર્થંકરોએ પણ પ્રજ્ઞાપના બે પ્રકારે કહેલી છે. જ્યારે તીર્થંકરના મતને અનુસરનારા કોઇ આચાર્ય ઉત્તર આપનાર હોય ત્યારે તીર્થંકર અને ગણધરોએ બે પ્રકા૨ે કહી છે—એમ જાણવું. તેના બે પ્રકાર બતાવે છે —‘તું ના' ઇત્યાદિ. જેમ કે–જીવપ્રજ્ઞાપના અને અજીવપ્રજ્ઞાપના. ‘તન્ યથા' એ જે ભેદો કહેવાના છે તે ભેદોનું કથન પ્રગટ કરવા માટે છે. નીવૃત્તિ —પ્રાણોને ધારણ કરે તે જીવો. પ્રાણો બે પ્રકારના છે – દ્રવ્ય પ્રાણો અને ભાવ પ્રાણો. તેમાં ઇન્દ્રિયાદિ દ્રવ્ય પ્રાણો છે અને જ્ઞાનાદિ ભાવ પ્રાણો છે. દ્રવ્ય પ્રાણોના પણ સંબંધથી નારકાદિ સંસારી જીવો છે, અને કેવલ ભાવ પ્રાણો વડે સર્વ પ્રકારના કર્મકલંકથી મુક્ત સિદ્ધ જીવો છે. જીવોની પ્રજ્ઞાપના–પ્રરૂપણા તે જીવપ્રજ્ઞાપના. જીવથી વિપરીત જડસ્વરૂપવાળા અજીવ હોય છે. અને તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમય-કાળરૂપ છે. અજીવોની પ્રજ્ઞાપના તે અજીવપ્રજ્ઞાપના. મૂળ સૂત્રમાં બે 'જ્ઞ'કાર છે તે બન્ને ય પ્રજ્ઞાપનાનું પ્રધાનપણું બતાવવા માટે છે, અહીં બેમાં થી કોઈ પણ પ્રજ્ઞાપનાનું ગૌણપણું નથી. એ પ્રમાણે બધે ય અક્ષરાર્થ કરવો. ૧
से किं तं अजीवपन्नवणा? अजीवपन्नवणा दुविहा पन्नत्ता ।
तं जहा-रूविअजीवपन्नवणा य अरूविअजीवपन्नवणा य । सू. -२ ॥
(મૂળ) અજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે કહી છે? અજીવપ્રજ્ઞાપના બે પ્રકારે કહી છે. જેમ કે–રૂપીઅજીવપ્રજ્ઞાપના અને અરૂપીઅજીવપ્રજ્ઞાપના. ॥૨॥
(ટી૦) એ પ્રમાણે સભ્ભાન્યપણે પ્રજ્ઞાપનાના બે ભેદ બતાવી હવે તેનું વિશેષ સ્વરૂપ જાણવા માટે અલ્પ વક્તવ્ય હોવાથી પ્રથમ અજીવ પ્રજ્ઞાપનાનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર તે સંબંધમાં પ્રશ્નસૂત્ર કહે છે —‘‘અથ ર્જાિ તત્ બનીવપ્રજ્ઞાપના''? ‘અજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? અથવા કા સા અજીવપ્રજ્ઞાપના’? આચાર્ય કહે છે–અજીવપ્રજ્ઞાપના બે પ્રકારે કહી છે. જેમ કે–રૂપીઅજીવપ્રજ્ઞાપના અને અરૂપીઅજીવપ્રજ્ઞાપના. જેઓને રૂપ છે તે રૂપી. રૂપનું ગ્રહણ ગન્ધાદિનું ઉપલક્ષણ-સૂચક છે, ગંધાદિ સિવાય રૂપનો અસંભવ છે. જેમ કે–દરેક પરમાણુનાં રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ હોય છે. એ સંબંધમાં કહ્યું છે કે –
‘ારળમેવ તત્ત્વ સૂક્ષ્મો નિત્યશ્ચ મવૃત્તિ પરમાણુ:। ક્ષ-વળ-ધન્યવર્ગો ક્રિસ્પર્શ: ાયંન્નિાથ ।'' દ્વિપ્રદેશથી માંડી અનન્ત પ્રદેશી સ્કન્ધ સુધીના જે બધા પૌદ્ગલિક કાર્યો છે તે બધાનું છેવટનું કારણ પરમાણુ છે, પણ . પરમાણુનું કારણ કોઈ નથી. તે સૂક્ષ્મ અને પર્યાયાર્થપણે અનિત્ય છતાં દ્રવ્યાર્થપણે નિત્ય છે. તેમાં એક રસ, એક વર્ણ, એક ગન્ધ અને શીંત અને ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ–એ ચાર પરસ્પર વિરોધી સ્પર્શમાંથી બે અવિરોધી સ્પર્શે છે. વળી તે કાર્યવડે અનુમેય–અનુમાન કરવા યોગ્ય છે. માટે પરસ્પર રૂપાદિનો નિયત સંબંધ છે. અથવા સ્પર્શરૂપાદિની અભેદરૂપ મૂર્તિ તે રૂપ, તે જેઓને હોય તે રૂપી. એવા રૂપી અજીવની પ્રજ્ઞાપના–પ્રરૂપણા તે રૂપીઅજીવપ્રજ્ઞાપના. એટલે પુદ્ગલસ્વરૂપ અજીવની પ્રજ્ઞાપના એ ભાવાર્થ છે. કારણ કે પુદ્ગલો જ રૂપાદિવાળા છે. રૂપી સિવાયના અરૂપી ધર્માસ્તિકાયાદિ અજીવ તે અરૂપી અજીવ. તેઓની પ્રજ્ઞાપના તે અરૂપીઅજીવપ્રજ્ઞાપના. બન્ને ચ શબ્દો પૂર્વની પેઠે બન્નેનું પ્રાધાન્ય જણાવવા માટે છે. IIII से किं तं अरूविअजीवपन्नवणा ? अरूविअजीवपन्नवणा दसविहा पन्नत्ता, तं जहा- १ धम्मत्थिकाए, २ धम्मत्थिकायस्स देसे, ३ धम्मत्थिकायस्स पदेसा, ४ अधम्मत्थिकाए, ५ अधम्मत्थिकायस्स देसे, ६ अधम्मत्थिकायस्स पदेसा, ७ आगासत्थिकाए, ८ आगासत्थिकायस्स देसे, ९ आगासत्थिकायस्स पदेसा, १० अद्धासमए। से त्तं अरूविअजीवपन्नवणा । सू. - ३ ।।
(મૂ૦) અરૂપીઅજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? અરૂપીઅજીવપ્રજ્ઞાપના દસ પ્રકારે કહેલી છે. તે આ પ્રમાણે-૧ ધર્માસ્તિકાય, ૨ ધર્માસ્તિકાયનો દેશ અને ૩ ધર્માસ્તિકાયના પ્રદેશો. ૪ અધર્માસ્તિકાય, ૫ અધર્માસ્તિકાયનો દેશ અને ૬
9