________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद पनवणा पद છ વ્યુત્કાન્તિ પદ, (૭) જીવોના ઉચ્છવાસનિઃશ્વાસ ક્રિયાનો વિરહકાલ અને અવિરહાકાળના પરિણામનું નિરૂપણ કરેલું હોવાથી સાતમું ઉચ્છવાસપદ, (૮) આહારાદિ સંશાનું વર્ણન કરેલું હોવાથી આઠમું સંજ્ઞા પદ. (૯) જીવોની શીત, ઉષ્ણ, શીતોષ્ણ-ઇત્યાદિ રૂપે યોનિનું નિરૂપણ કરેલું હોવાથી નવમું યોનિપદ. (૧૦) રત્નપ્રભા પૃથિવી ચરમ છે કે અચરમ છે ઇત્યાદિ પ્રશ્નને ઉદેશીને આ પદનો પ્રારંભ થયેલો હોવાથી દશમું ચરમપદ. (૧૧) અગિયારમું ભાષાપદ, (૧૨) બારમું શરીરપદ, (૧૩) તેરમું પરિણામપદ, (૧૪) ચૌદમું કષાયપદ, (૧૫) પંદરમું ઇન્દ્રિયપદ, (૧૬) પંદર પ્રકારના યોગનું વર્ણન હોવાથી સોળમું પ્રયોગપદ, (૧૭) સત્તરમું લેશ્યાપદ, (૧૮) અઢારમું કાયસ્થિતિપદ, (૧૯) ઓગણીશમું સમ્યક્તપદ, (૨૦) વીસમું અન્તક્રિયાપદ, (૨૧) એકવીસમું અવગાહના સંસ્થાનપદ, (૨૨) બાવીશમું ક્રિયાપદ, (૨૩) ત્રેવીસમું કર્મપદ, (૨૪) ચોવીશમું કર્મબંધપદ. આ પદમાં જે પ્રકારે જીવ કર્મ બાંધે તે પ્રકારે તેની પ્રરૂપણા કરવામાં આવી છે. (૨૫) એમ પચીસમું કર્મવેદક પદ છે, તેમાં જીવ કયું કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિ વેદે એમ બન્ધની સાથે ઉદયના સંબંધનું નિરૂપણ કર્યું છે. (૨૬) છવ્વીસમું વેદબન્યકપદ છે. તે કર્મપ્રકૃતિઓને વેદે–અનુભવે તે વેદ, તે સમયે બન્ધ થાય તે વેદબન્ધક, તાત્પર્ય એ છે કે કેટલી પ્રકૃતિઓ વેદતાં કેટલી પ્રકૃતિઓનો બન્ધ થાય-એમ ઉદયની સાથે બધાના સંબંધનું નિરૂપણ કરવામાં આવ્યું છે માટે તે પદનું નામ વેદબન્ધક છે. (૨૭) એ પ્રમાણે કઈ પ્રકૃતિને વેદતો કેટલી પ્રકૃતિઓને અનુભવે-એ અર્થને પ્રતિપાદન કરનાર વેદવૈદક નામે સત્યાવીસમું પદ છે. (૨૮) અઠ્યાવીસમું આહારનું પ્રતિપાદન કરેલું હોવાથી આહારપદ. (૨૯) એ પ્રમાણે ઓગણત્રીશમું ઉપયોગ પદ છે. (૩૦) ત્રીશમું પશ્યત્તા-દર્શનતા પદ છે. (૩૧) એકત્રીશમ્ સંજ્ઞાપદ, (૩૨) બત્રીશમું સંયમપદ, (૩૩) તેત્રીશમ્ અવધિપદ, (૩૪) ચોત્રીશમું પ્રવિચાર-દેવોના વિષયોપભોગ સંબંધી પ્રવિચારણા પદ, (૩૫) પાંત્રીસમું વેદના અને (૩૬) છત્રીસમું સમુદ્યાપદ છે. એ પ્રમાણે પદોનો ઉપન્યાસ કરેલો છે.
१. प्रज्ञापना पद से किं तं पन्नवणा? पन्नवणा दुविहा पन्नत्ता। तं जहा-जीवपन्नवणा.य अजीवपन्नवणा च ।।सू.-१।। (મૂ૦) પ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? પ્રજ્ઞાપના બે પ્રકારે છે. જેમ કે-જીવપ્રજ્ઞાપના અને અજીવપ્રજ્ઞાપના /૧// (ટી.) હવે પદના સૂત્રો કહેવાના છે. તેમાં પ્રથમ પદનું પહેલું સૂત્ર આ છે – ‘અથ વા સા પ્રજ્ઞાપના' ઇત્યાદિ. આ સૂત્રનો અહીં શો પ્રસ્તાવ-અવસર છે? આ પ્રશ્નસૂત્ર છે અને તે પ્રારંભમાં મૂકવામાં આવેલું છે. તેથી એમ જણાવે છે કે-મધ્યસ્થ, બુદ્ધિમાન અને જિજ્ઞાસુ પ્રશ્ન કરનારને અરિહંત ભગવંતે ઉપદેશેલા તત્ત્વોની પ્રરૂપણા કરવી. એ સંબંધમાં કહ્યું છે કે–મધ્યસ્થો બુદ્ધિમાનર્થી, શ્રોતા પાત્રનેત્તિ મૃતઃ “મધ્યસ્થ, બુદ્ધિમાનું અને જિજ્ઞાસુ શ્રોતા પાત્ર – ઉપદેશનેં યોગ્ય છે.” મૂળમાં ‘સે” શબ્દ મગધ દેશ પ્રસિદ્ધ અવ્યય છે, અને તે તત્ર શબ્દના અર્થમાં અને અથ શબ્દના અર્થમાં છે. અથ શબ્દ વાક્યના પ્રારંભમાં વપરાય છે. વિ' શબ્દ બીજાને પ્રશ્ન કરવાના અર્થમાં છે. એટલે તેનો સમુદાયાર્થ આ પ્રમાણે છે–પ્રશ્ન કરવા યોગ્ય સ્થાનાદિ પદો દૂર રહો, કારણ કે વાણીની પ્રવૃત્તિ અનુક્રમે થાય છે, એટલે પ્રજ્ઞાપના પદના પછી તેઓનો ઉપન્યાસ કર્યો છે. પણ તેમાં એટલું પ્રથમ પૂછું છું કે –“વિ પ્રજ્ઞાપના'? પ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? અથવા પ્રાકૃતશૈલીથી અભિધેયની જેમ લિંગ-જાતિ અને વચનની યોજના કરવી-એ ન્યાયથી આ પ્રમાણે જાણવું, “ તાવત્ પ્રજ્ઞાપના'? એ પ્રમાણે શિષ્ય પ્રશ્ન કર્યો એટલે પૂજ્ય ગુરુદેવ શિષ્યના વચનને અનુસરી તેના આદર માટે તેણે કહેલા પ્રજ્ઞાપના શબ્દનો પુનરુચ્ચાર કરી કહે છે – “પ્રજ્ઞાપના બે પ્રકારે છે – જીવપ્રજ્ઞાપના અને અજીવપ્રજ્ઞાપના. અહીં કોઈ પણ શિષ્યનું નામ ગ્રહણ કર્યા સિવાયના આ ઉત્તર સૂત્ર વડે સૂચિત કરે છે કે-સર્વ સૂત્ર ગણધરના પ્રશ્ન અને તીર્થંકરના ઉત્તર રૂપ નથી, પણ કોઈ કોઈ સૂત્ર અન્યથા–બીજી રીતે પણ છે. તો પણ ઘણે ભાગે તો તેવા પ્રકારનું છે. જેથી કહ્યું છે કે-“થે ખાસ મહા સુત્ત નતિ અહા નિક' અરિહંતો અર્થનો ઉપદેશ કરે છે અને ગણધરો નિપુણતાથી સૂત્રની રચના કરે છે. તેમાં પ્રજ્ઞાપનાનો અર્થ પૂર્વની પેઠે સમજવો. તે બે