________________
प्रथम पद मंगल
श्री प्रज्ञापना सूत्र भाग १ શ્રી, ધર્મ અને પ્રયત્ન-એ ની ભગ એવી સંજ્ઞા છે. જેને ભગ હોય છે તે ભગવાન કહેવાય. અહીં અધિક અર્થોમાં વત્ પ્રત્યય થયો છે. ત્રણ લોકના અધિપતિ હોવાથી બીજા પ્રાણીઓની અપેક્ષાએ અતિશય ભગ-એશ્વર્ય તો વર્ધમાન સ્વામીનું છે. એટલે પરમ અત્ સંબંધી મહિમાયુક્ત ભગવંતે, (પ્રજ્ઞાપના બતાવી છે.) કેવા પ્રકારના ભગવંતે બતાવી છે? તથાવિધ અનાદિ પારિણામિક ભાવના યોગથી સિદ્ધિ ગમનને યોગ્ય હોય તે ભવ્ય, એવા ભવ્ય જીવને નિવૃતિ-નિર્વાણ એટલે સર્વ પ્રકારના કર્મમલના ક્ષય વડે સ્વરૂપ પ્રાપ્તિ થવાથી પરમ સુખની પ્રાપ્તિ થવી, તેનું કારણભૂત સમ્યગ્દર્શનાદિ પણ કારણને વિષે કાર્યના ઉપચારથી નિર્વાણ કહેવાય છે, એટલે ભવ્ય જનોને નિર્વાણના કારણભૂત સમ્યગ્દર્શનાદિ કરવાના સ્વભાવવાળાને માટે ભગવંતે પ્રજ્ઞાપના બતાવી છે.
V૦–“ભવ્યગ્રહણ કરવાનું કારણ અભવ્યનો નિષેધ કરવા માટે છે. જો એમ ન હોય તો અહીં ભવ્યનું ગ્રહણ નિરર્થક છે. તો આ ઉપરથી એમ સમજાય છે કે ભગવાન્ ભવ્યોને જ સમ્યગ્દર્શનાદિ કરે છે, અભવ્યોને કરતા નથી. પરન્તુ ભગવંત વીતરાગ હોવાથી તેમનામાં પક્ષપાતનો અસંભવ છે તેથી ઉપરની વાત તેમને વિષે ઘટી શકતી નથી?”
ઉ0 –સત્ય વસ્તુતત્વના અજ્ઞાનથી આ શંકા થયેલી છે. જેમ સૂર્ય કોઈ પણ પ્રકારના ભેદ સિવાય પ્રકાશ આપે છે, તેમ ભગવાન પણ કોઈ પણ પ્રકારના ભેદ સિવાય પ્રવચનના અર્થનો ઉપદેશ કરે છે, પરંતુ સ્વભાવથી જ સૂર્યપ્રકાશ ઘૂવડને ઉપકારક થતો નથી. તેમ ભગવાનનો ઉપદેશ અભવ્યોને ઉપકારક થતો નથી. એ સંબંધી શ્રીસિદ્ધસેન દિવાકર સૂરિ કહે છે –
હે લોક બાન્ધવ! સદ્ધર્મના બીજને વાવવામાં નિર્દોષ-સંપૂર્ણ કુશલતા છતાં તમારે પણ ખીલ-ખેડ્યા વિનાના ક્ષેત્રો હતાં તે આશ્ચર્ય રૂપ નથી. કારણ કે અંધકારમાં ફરતા ઘૂવડના ટોળાને સૂર્યના કિરણો ભમરીના પગ જેવા (કાળા) લાગે છે. એટલે પ્રકાશ આપનારા સૂર્યના કિરણો પણ તેઓને અંધકાર રૂપ લાગે છે.” માટે ભગવંતના વચનથી ભવ્યોને જ ઉપકાર થાય છે. પણ અભવ્યોને થતો નથી. તેથી ‘ભવ્યજનનિવૃતિકર' એવું ભગવંતને વિશેષણ આપવામાં આવ્યું છે. એવા ભગવંતે શું કર્યું છે? તે કહે છે -‘ઉપદર્શિતા” ઉપ–સમીપપણે, જેમ શ્રોતાઓને જલદી યથાવસ્થિત તત્ત્વનો બોધ થાય તેવી રીતે સ્પષ્ટ વચનો વડે દર્શિતા-ઉપદેશ કર્યો છે. કોનો ઉપદેશ કર્યો છે? પ્રજ્ઞાપનાનો ઉપદેશ કર્યો છે. પ્રજ્ઞાવ્યોગનયા-જે શબ્દસમૂહ વડે જીવાદિ ભાવની પ્રરૂપણા કરાય તે પ્રજ્ઞાપના. પ્રજ્ઞાપના કેવા પ્રકારની છે? કુતરનિયાન' અહીં રત્નો બે પ્રકારના છે – જેમ કે દ્રવ્યરત્ન અને ભાવરત્ન. વૈડૂર્ય, મરકત, ઇન્દ્રનીલ વગેરે દ્રવ્યરત્નો છે અને શ્રુત અને વ્રતાદિ ભાવરત્નો છે. તેમાં દ્રવ્યરત્નો તાત્વિક નથી, માટે અહીં ભાવરત્નોનો અધિકાર છે. અહીં (શ્રુતાન્યવરનાનિ) મૃતરૂપ રત્નો તે શ્રતરત્નો એવો સમાસ કરવો. પણ (શ્રુતાનિ ચ રત્નાનિ ચ) શ્રત અને રત્નો–એવો જ સમાજ તેમજ (શ્રુતાનિ રત્નાનીવ) રત્નના જેવું શ્રુત-એવો સમાસ પણ ન કરવો, કારણ કે પ્રથમ દ્વન્દ સમાસના પક્ષમાં અહીં શ્રુત સિવાય દ્રવ્ય રત્નોનો અધિકાર નથી, બીજા પક્ષમાં શ્રુત જ તાત્વિક રત્ન રૂપ હોવાથી બાકીના રત્નો વડે ઉપમાનો અભાવ છે, શ્રત રત્નોના નિધાન જેવી પ્રજ્ઞાપના તે શ્રતરત્નનિધાન છે, કોની પ્રજ્ઞાપના છે? એ જણાવે છે –સર્વભાવોની પ્રજ્ઞાપના છે. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, એ સર્વ ભાવ-તત્ત્વો છે. જેમકે આ પ્રજ્ઞાપનમાં છત્રીસ પદો છે. તેમાં પ્રથમ પ્રજ્ઞાપના પદમાં, ત્રીજા બહુવક્તવ્યતા પદમાં પાંચમા વિશેષ પદમાં, દસમા ચરમ પદમાં અને તેરમા પરિણામ પદમાં જીવ અને અજીવની પ્રજ્ઞાપના છે. સોળમા પ્રયોગપદમાં અને બાવીશમાં ક્રિયાપદમાં આશ્રવની, ત્રેવીસમા કર્મપ્રકૃતિપદમાં બન્ધની, છત્રીશમા સમુદુઘાતપદમાં કેવલી સમુઘાતની પ્રરૂપણાના પ્રસંગે સંવર, નિર્જરા અને મોક્ષની તથા બાકીના સ્થાનાદિ પદમાં કોઈ કોઈ ભાવની પ્રજ્ઞાપના કરેલી છે. અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવરૂપ સર્વ ભાવોની પ્રજ્ઞાપના છે. કારણ કે તે સિવાય બીજી કોઈ પણ પ્રજ્ઞાપનીય (પ્રરૂપણા કરવા
૧ અહીં જૈનાગમમાં દ્રવ્ય અને ભાવ શબ્દ પારિભાષિક છે. પૌગલિક પરિણામને દ્રવ્ય અને આત્મિક પરિણામને ભાવ કહે છે. વૈર્યાદિ ' રત્નો પૌદ્ગલિક પરિણામરૂપ હોવાથી દ્રવ્યરત્નો છે અને શ્રુતચારિત્રાદિ આત્મિક પરિણામરૂપ હોવાથી ભાવરત્નો કહેવાય છે.
२"जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम्" तत्त्वार्थाधिगमसूत्रम् १-४ ।