________________
श्री प्रज्ञापना सूत्र भाग १
૬. ગંધ
વિચાર નવો હતો અને તેણે સ્થિરભૂમિકા પ્રાપ્ત કરી ન હતી.
ગર, લઘુ, ગરલધુ અને અગરલધુ વિષેની વિશેષ તાર્કિક વિચારણા માટે આચાર્ય જિનભદ્રનું વિશેષાવશ્યકભાષ્ય (ગા) ૬૫૪-૬૬૩) જોવું જોઈએ.
પરિણામોનું ગણન આ પ્રમાણે છેજીવના પરિણામો (૯૨૬-૯૩૭)
અજીવના પરિણામો (૯૪૭-૯૫૬) ૧. ગતિ (નરકાદિ ૪)
૧. બંધન (સ્નિગ્ધ-રૂક્ષ) ૨. ઇન્દ્રિય (શ્રોત્રાદિ ૫)
૨. ગતિ (સ્પૃશ-અસ્પૃશદ્ અથવા દીર્ધ-હૂર્વ) ૩. કષાય (ક્રોધાદિ ૪).
સંસ્થાન (પરિમંડલાદિ ૫) ૪. વેશ્યા (કષ્ણાદિ ૬).
૪. ભેદ (ખંડ આદિ ૫). યોગ (મન આદિક ૩)
પ. વર્ણ (કૃષ્ણ આદિ ૫) ૬. ઉપયોગ (સાકાર-અનાકાર)
(સુરભિ-દુરભિ) જ્ઞાન (આભિનિબોધિક આદિ ૫) ૭. રસ (તિક્ત આદિ ૫) - ૮. દર્શન (સમ્યમ્ આદિ ૩) ૮. સ્પર્શ (wખડ આદિ ૮) ૯. ચારિત્ર (સામાયિકાદિ ૫)
૯. અગુરુલઘુ (એક) ૧૦. વેદ (સ્ત્રી આદિ ૩) . ૧૦. શબ્દ (સુભિ-દુભિ)
અજીવ પરિણામોના બંધનપરિણામ પ્રસંગે જે ગાથા નં. ૨૦૦ છે તે જ ગાથા પખંડાગમમાં પણ ઉપલબ્ધ થાય છે. તેમાં પાઠાંતર છે. (પુસ્તક ૧૪, સૂત્ર૦ ૩૬, પૃ૦ ૩૩) ,
અજીવગતિપરિણામના જે બે પ્રકાર છે તે આ છે–સ્પૃશદ્ગતિ પરિણામ અને અસ્પૃશદ્ગતિ પરિણામ (૯૪૯). જૈન માન્યતા પ્રમાણે આકાશપ્રદેશ તો સર્વત્ર વિદ્યમાન છે જ, પરંતુ પ્રસ્તુતમાં તે પ્રદેશને સ્પર્શ કરીને અને વિના–એમ બે પ્રકારની ગતિ છે એવો અર્થ નથી સમજવાનો એમ આચાર્ય મલયગિરિજીનો અભિપ્રાય છે. પણ અન્ય મત પ્રમાણે તેથી ઊલટું છે. તેને વિષે મલયગિરિજી કહે છે કે આ કેમ સંભવે તે અમને સમજાતું નથી–મ તુ ચાવક્ષતે સ્મૃતિપરિણામો નામ યેન પ્રયત્નવિશેષાત્ ક્ષેત્રપ્રવેશાન કૃશન गच्छति, अस्पृशद्गतिपरिणामो येन क्षेत्रप्रदेशानस्पृशन्नेव गच्छति--तन्न बुध्यामहे, नमसः सर्वव्यापितया तत्प्रदेशसंस्पर्शव्यतिरेकेण गतेरसम्भवात्। बहुश्रुतेभ्यो वा परिभावनीयाम्" प्रन्टीका, पत्र २८९ आ .
આચાર્ય મલયગિરિએ ખૂશદ્ગતિ અને અસ્પૃશદ્ગતિનું દૃષ્ટાંત આપ્યું છે કે તળાવમાં જ્યારે ઠીકરી તિરછી દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે તે વચ્ચે વચ્ચે જલને સ્પર્શ કરતી અને સ્પર્શ ન કરતી એમ જાય છે. પ્રસ્તુતમાં મતાન્તર થવાનું કારણ એ જણાય છે કે આકાશનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું અને તેના પ્રદેશોને સ્વીકારવામાં આવ્યા તે પહેલાંની પ્રસ્તુત ચર્ચા પરંપરામાં થઈ હશે તે એમની એમ ચાલી આવી છે. આ અસંગતિનો તાર્કિક ખુલાસો કરવાનો પ્રયત્ન ઉપાધ્યાય યશોવિજયજીએ અસ્પૃશતિવાદમાં કર્યો છે. આ ખુલાસો એટલા માટે પણ જરૂરી હતો કે એક તરફ એમ માનવામાં આવ્યું કે સિદ્ધના જીવો એક જ સમયમાં સિદ્ધિસ્થાને પહોંચી જાય છે, પરંતુ બીજી તરફ એમ કહેવામાં આવ્યું હતું કે જીવનામૃત્યુસ્થાન અને સિદ્ધિસ્થાન વચ્ચે અસંખ્યાત આકાશપ્રદેશોનું અંતર હોય છે. અને ગતિનિયમ એવો છે કે એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પહોંચતાં એક સમય લાગે છે. એટલે સિદ્ધિગતિમાં પ્રસ્થાન કરનારા જીવને ઓછામાં ઓછા અસંખ્યાત સમય તો થવા જ જોઈએ. આ અસંગતિ ટાળવા માટે અસ્પૃશદ્ગતિનો આશ્રય લેવામાં આવ્યો છે : આ સમગ્ર ચર્ચા એક મુદા ઉપર તો આપણું ધ્યાન કેન્દ્રિત કરે જ છે કે જૈનધર્મની માન્યતાઓમાં કોઈ એક જ કાળે બધું કહેવાઈ ગયું હતું અથવા તો મનાઈ ગયું હતું એમ માની લેવાનું નથી.
(પન્નવણા મ.વિ. માંથી સાભાર)
-
73