________________
श्री प्रज्ञापना सूत्र भाग १
અમાલણ્ તુવિષે પત્તે તં નહા—સાતીતે વા અપાવક્ષિતે ૧, સાતીતે વા સપન્નવસિતેરા (જીવાભિગમસૂત્ર, પત્ર ૪૪૨, પૃષ્ઠિ ૨)
અમે પ્રજ્ઞાપના સૂત્રના સંશોધન માટે ઉપયોગમાં લીધેલી કાગળ ઉપર લખાયેલી પાંચ પ્રતિઓમાં આસ્થાનમાં જીવાભિગમસૂત્રના પાઠ જેવો જ પાઠ છે. તેમ જ પં. શ્રી જીવવિજયજી કૃત પ્રજ્ઞાપનાસૂત્રના ટબામાં પણ પ્રસ્તુત સ્થાનમાં જીવાભિગમસૂત્રના જેવો જ પાઠ સ્વીકારીને અભાષકના બે પ્રકાર જણાવ્યા છે. આચાર્ય શ્રી મલયગિરિજી કૃત પ્રજ્ઞાપનાસૂત્ર અને જીવાભિગમસૂત્રની ટીકામાં પ્રસ્તુત સ્થાનમાં તે તે સૂત્રના મૂળ પાઠ મુજબ વ્યાખ્યા છે, અર્થાત્ પ્રજ્ઞાપનાસૂત્રની ટીકામાં અભાષકના ત્રણ પ્રકાર મુજબ અને જીવાભિગમસૂત્રની ટીકામાં અભાષકના બે પ્રકાર મુજબ વ્યાખ્યા છે. આથી વિશેષમાં આ બે સૂત્રોનાં સૂચિત સ્થાનોના પાઠભેદની નોંધ આચાર્ય શ્રી મલયગિરિજીએ પોતાની કોઈ ટીકામાં લીધી નથી.
(મહાવીર વિધાલય પ્રકાશિત પદ્મવણાની પ્રસ્તાવનામાંથી સાભાર) તેરમું ‘પરિણામ’ પદઃ પરિણામ વિચાર
તે સૂચવે છે કે એક કાળ એવો હતો જ્યારે ધર્માસ્તિકાયાદિ અરૂપી અજીવ દ્રવ્યોમાં પરિણામો મનાતા નહિ હોય. ભગવતી શ. ૨, ૩. ૧૦માં અને સ્થાનાંગ (સૂ૦૪૪૧)માં ધર્માસ્તિકાયાદિના વર્ણનમાં‘‘વાતો ન વાડ્ નાસી, 7 યાર્ ન મવતિ, ન યાર્ भविस्सइत्ति, भुवि भवति भविस्सति य धुवे णितिए सासते अक्खए अव्वए अवट्ठिते णिच्चे । भावतो अवने अगंधे अरसे અાસે'' ઇત્યાદિ ઉલ્લેખ છે તે પણ સિદ્ધ કરે છે કે તેમના પરિણામો વિષેની માન્યતા પ્રાચીન નથી, પરંતુ એ માન્યતા પછીના કાળે ક્યારેક શરૂ થઈ,જ્યા૨ે વસ્તુનું લક્ષણ ઉત્પાદ–વ્યય-ધ્રૌવ્ય એ ત્રિપદી વડે કરવામાં આવ્યું. અને પરિણામ સ્વરૂપે આપણે તત્ત્વાર્થસૂત્રમાં જોઈએછીએ કે તેમાં ઉત્પાદ–વ્યય-ધ્રૌવ્ય—એ સતની વ્યાખ્યા કરવામાં આવી (૫. ૨૯) એટલું જ નહિ પણ નિત્યની વ્યાખ્યા પણ તેને જ અનુસરીને કરવામાં આવી કે ‘‘તજ્ઞાવાવ્યયં નિત્યમ્''(૫. ૩૦). આ લક્ષણ ઉપર પાતંજલ યોગસૂત્રની પરંપરાની છાપ સ્પષ્ટ છે. પાતંજલના વ્યાસભાષ્યમાં નિત્યની વ્યાખ્યા છે–‘‘રસ્મિન્ પત્તિળમ્યમાને તત્ત્વ ન વિહન્યતે તન્નિત્યમ્''—યોગભાષ્ય, ૪–૩૩. તત્ત્વાર્થસૂત્રમાં પરિણામની વ્યાખ્યા છે—તદ્ભાવ: પરમ: -૫.૪૧॥
ભગવતી અને સ્થાનાંગમાં ધર્માસ્તિકાયાદિ ભાવો=પરિણામોના વિચારપ્રસંગે એટલું કહ્યું હતું કે તેમાં રૂપ, રસ આદિ નથી, પણ શું છે તે બાબત મૌન છે. સ્થાનાંગસૂત્ર, ૪૪૧; ભગવતી, ૨–૧૦, સૂ૦ ૧૧૮.
પ્રસ્તુત પ્રજ્ઞાપનામાં અજીવના દશ પરિણામોમાં એક ‘અગુરુલઘુ’ પરિણામ પણ છે (૯૪૭), પરંતુ તે વિષે સ્પષ્ટ કહ્યું છે કે ‘એગાગારે’ (૯૪૬) છે. એટલે તેના વિશેષ પરિણામોનો સંભવ ઘટે નહિ. ભગવતીમાં ગુરુલઘુનો વિચાર અનેક ઠેકાણે છે. તે સમગ્ર ચર્ચાથી એક બાબત એ ફલિત થાય છે કે સૂક્ષ્મ પુદ્ગલપરમાણુ અને અરૂપી દ્રવ્યોને ‘અગુરુલઘુ' કહ્યા છે. એટલે એ પ્રમાણે જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ એ ‘અગુરુલઘુ’ સિદ્ધ થાય છે. અહીં એ ધ્યાનમાં લેવાનું છે કે સાપેક્ષ ગુરુ અને લઘુને તો ‘ગુરુલઘુ’નામ આપ્યું જ છે, એટલે ‘અગુરુલઘુ’ શબ્દથી તેનો નિષેધ જ સમજી શકાય. એટલે કે જે દ્રવ્યો ‘અગુરુલઘુ' તરીકે ઓળખાવ્યાં તેમાં ગુરુ કે લઘુ એ બેમાંથી એકેય કે સાપેક્ષ ‘ગુરુલઘુ' એ ભાવો નથી એમ જ સમજાય. ગુરુ-લઘુની ચતુર્થંગીમાં એ ચોથો ભંગ છે. તેથી પણ એ નિષેધ જ સૂચવે છે. આમ એ ધર્મથી કોઈ વિધિરૂપ ધર્મ કે ભાવ સૂચવતો નથી, એમ ભગવતીની ગુરુલઘુની ચર્ચા (૧.૯., સૂ૦૭૩)થી સમજાય છે, પરંતુ ભગવતીમાં જ સ્પંદકના અધિકારમાં પાછું લોકના અનંત અગુરુલઘુ પર્યાયો હોવાનું જણાવ્યું છે, એટલું જ નહિ પણ જીવ, સિદ્ધિ અને સિદ્ધના (૨.૧., સૂ૦૯૧) અનંત અગુરુલઘુ પર્યાયો કહ્યા છે. આમ શૂન્યમાંથી સર્જનની પ્રક્રિયા દેખાય છે અને તેથી ભગવતીમાં જુદા જુદા વિચારના સ્તરો હોવાનું જણાય છે. અને એથી એટલું કહી શકાય કે બધી વસ્તુના પર્યાયો–પરિણામો હોવા જોઈએ; એ નવા વિચારના પરિણામ-સ્વરૂપે ધર્માસ્તિકાયાદિમાં પણ તે ઘટાવવાનો આ પ્રયાસ છે. આ વિચારવિકાસની એ પણ એક ભૂમિકા છે, જે તત્ત્વાર્થ સૂત્રમાં જોવા મળે છે, જ્યાં પરિણામોના અનાદિ અને આદિ એવા ભેદ કરીને (૫.૪૨) અરૂપીમાં અનાદિ પરિણામો હોવાનું ભાષ્યમાં જણાવ્યું છે (૫.૪૨). આ સૂત્રની માન્યતા અને વ્યાખ્યામાં જે મતભેદો થયા તેનું પણ એ જ કારણ છે કે આ
72