________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं सोलस वा चउवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। एगमेगस्सणं भंते! नेरइयस्स विजय-वेजयंतजयंत-अपराजितदेवत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! णत्थि, केवइया बद्धेल्लगा? गोयमा! पत्थि, केवइया पुरेक्खडा? कस्सइ अत्थि कस्सइ नत्थि,जस्स अत्थि अह वा सोलस वा। सव्वट्ठसिद्धगदेवत्ते अतीता नत्थि, बद्धेल्लगा णत्थि, पुरेक्खडा कस्सइ अत्थिकस्सइ णत्थि,जस्स अत्थि अट्ठा एवंजहा नेरइयदंडओ नीतो तहा असुरकुमारेण वि नेतव्वो, जाव पंचिंदियतिरिक्खजोणिएणं, नवरं जस्स सट्टाणे जइ बद्धेल्लगा तस्स तइ માળિયવ્યા Iકૂ૦-૨૦૪૬૪ (મૂ૦) હે ભગવન્! એક એક નૈરયિકને નરયિકપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત–ભૂતકાળે થયેલી હોય? હે ગૌતમ! અનન્ન
થયેલી હોય. કેટલી વર્તમાને હોય? હે ગૌતમી આઠ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઈને થવાની હોય અને કોઇને થવાની ન હોય જેને થવાની હોય. તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત થવાની હોય. હે ભગવન્! એક એક નરયિકને અસુરકુમારપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વ કાળે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત થયેલી હોય. કેટલી બદ્ધ હોય? હે ગૌતમ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી અને અનન્ત થવાની હોય. એ પ્રમાણે વાવત્ સ્વનિતકુમારપણામાં જાણવું. હે ભગવન! એક એક નરયિકને પૃથિવીકાયિકપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી બદ્ધ હોય? હે ગૌતમ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઇને થવાની હોય અને કોઈને થવાની ન હોય, જેને થવાની હોય તેને એક, બે, ત્રણ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત થવાની હોય. એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયપણામાં જાણવું. હે ભગવન્! એક એક નરયિકને બેઈન્દ્રિયપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત કાળે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી બદ્ધ હોય? હે ગૌતમી નથી. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને બે, ચાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત થવાની હોય. એ પ્રમાણે તેઈન્દ્રિયપણામાં પણ જાણવું. પરંતુ ભવિષ્યમાં થવાની ચાર, આઠ, બાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યન્દ્રિયો હોય. એમ ચઉરિક્રિયપણામાં પણ સમજવું પરંતુ ભવિષ્યમાં થવાની છે, બાર, અઢાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યન્દ્રિયો હોય. જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકપણામાં પણ જાણવું. મનુષ્યપણામાં પણ એમજ સમજવું. પરંતુ ભવિષ્યમાં કેટલી દ્રવ્યન્દ્રિયો થવાની હોય? આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યન્દ્રિયો થવાની હોય. મનુષ્ય સિવાય બધાને મનુષ્યપણામાં દ્રવ્યન્દ્રિયો ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઈને ન હોય એમ ન કહેવું. વ્યંતર, જ્યોતિષિક, સૌધર્મ યાવત્ રૈવેયકદેવપણામાં દ્રવ્યન્દ્રિયો પૂર્વ કાળે અનન્ત થયેલી હોય, બદ્ધ દ્રવ્યન્દ્રિયો નથી, અને ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત દ્રવ્યન્દ્રિયો થવાની હોય. હે ભગવન્! એક એક નરયિકને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત–ભૂતકાળે થયેલી હોય? હે ગતમ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઈને થવાની હોય અને કોઈને ન હોય. જેને થવાની હોય તેને આઠ અથવા સોળ દ્રવ્યેન્દ્રિયો થવાની હોય. સવથિસિદ્ધદેવપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત અને બદ્ધ નથી, ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઈને ન હોય. જેને ભવિષ્યમાં થવાની છે તેને આઠ દ્રવ્યન્દ્રિયો થવાની હોય એ પ્રમાણે જેમ નરયિકનો દંડક
કહ્યો તેમ અસુરકુમાર વડે પણ દંડક કહેવો. યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ વડે દંડક કહેવો. પરંતુ જેને સ્વસ્થાનમાં જેટલી - બદ્ધ-વર્તમાન દ્રવ્યન્દ્રિયો હોય તેને તેટલી કહેવી. ૩૦/૪પ૪l
468.