SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बारसमं सरीरपयं आहेण बद्ध-मुक्कसरीरपण्णत्ता | (V૦)હવે શ્રેણિ એ શું છે? (ઉ0)–ઘની કત-ઘનરૂપે કલ્પલા અને ચોતરફ સાત રજૂપ્રમાણ લોકની સાત રજૂપ્રમાણ લાંબી મુક્તાવલીના જેવી એક આકાશપ્રદેશની પંક્તિ એ શ્રેણિ કહેવાય છે. (પ૦)-લોકનો ઘન કેવી રીતે કરવો અને તે સાત રજૂપ્રમાણ શી રીતે થાય? (ઉ0)–અહીં લોક ઉર્ધ્વ અને અધો ચૌદ રજૂપ્રમાણ છે. નીચે વિસ્તારમાં કંઈક ન્યૂન સાત રજૂપ્રમાણ છે. એક રજૂપ્રમાણ મધ્ય ભાગમાં છે, બ્રહ્મલોકના પ્રદેશના બહુ મધ્ય ભાગમાં પાંચ રજુ અને લોકાન્ત એક રજૂપ્રમાણ છે. સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વ વેદિકાના અન્તથી પશ્ચિમ વેદિકાના અન્ત સુધી રજુનું પરિમાણ જાણવું. આવા પ્રમાણવાળા વૈશાખ સ્થાન સ્થિત-પહોળા પગ કરી અને કેડે બે હાથ મૂકીને ઉભા રહેલા પુરુષની આકૃતિવાળા આ લોકના ત્રસ નાડીના દક્ષિણ ભાગમાં રહેલો કંઈક ન્યૂન ત્રણ રજુના વિસ્તારવાળો અને કંઈક અધિક સાત રજુની ઊંચાઈવાળો અધોલોકનો ખંડ કલ્પનાથી લઈને તે ત્રસ નાડીના ઉત્તર ભાગમાં ઉપર અને નીચેનો ભાગ ઉલટો કરી જોડવો. એટલે ઉપરનો ભાગ નીચે કરી અને નીચેનો ભાગ ઉપર કરી મૂકવો. ત્યાર પછી ઊર્ધ્વ લોકમાં ત્રસ નાડીના દક્ષિણ ભાગમાં કોણીના આકારે રહેલા જે બે ખંડો છે, તે પ્રત્યેકની ઊંચાઇ કંઈક ન્યૂન સાડા ત્રણ રજ્જુ પ્રમાણ છે, તેને કલ્પનાથી લઈ ઉલટા કરી ત્રસ નાડીના ઉત્તરના ભાગમાં જોડવા. એમ કરવાથી નીચેનો લોકનો અર્ધ ભાગ કંઈક ન્યૂન ચાર રજ્જુના વિસ્તારવાળો અને કંઈક અધિક સાત રજુની ઊંચાઇવાળો થયો અને ઉપરનો અર્ધ ભાગ ત્રણ રજુના વિસ્તારવાળો અને ઊંચાઇમાં કંઈક ન્યૂન સાત રજૂ પ્રમાણ થયો. પછી ઉપરનો અર્ધ ભાગ કલ્પનાથી લઈને નીચેના અર્ધ ભાગની ઉત્તર દિશામાં જોડવો. એમ કરવાથી કંઈક અધિક સાત રજુ ઊંચો અને કંઈક ન્યૂન સાત રજ્જુના વિસ્તારવાળો ઘન થયો, ત્યાર પછી સાત રજ્જુના ઉપર જે અધિક ભાગ છે તે લઈને ઊર્ધ્વ-અધો લાંબો કરી ઉત્તર ભાગની સાથે જોડવો. તેથી વિસ્તારમાં સાત રજૂ પરિપૂર્ણ થાય છે. એ પ્રમાણે લ્પનાથી લોકનો ઘન કરાય છે અને ઘન કરાય ત્યારે સાત રજુપમાણ થાય છે. કોઈ સ્થળે ઘન થવાથી સાત રજુનું પ્રમાણ પૂરું ન થાય ત્યાં બુદ્ધિથી સાત રજુની પૂર્તિ કરી લેવી. આ રીતે પાટીમાં લખીને બતાવવી. સિદ્ધાન્તમાં ક્યાં પણ શ્રેણિ કે પ્રતરનું ગ્રહણ હોય ત્યાં સર્વત્ર આ પ્રમાણે ઘનરૂપે કલ્પેલા સાત પ્રમાણ લોકનું જાણવું. વૈક્રિય મુક્ત શરીરો દારિકની પેઠે જાણવાં. આહારક શરીર સંબન્ધ સૂત્ર કહે છે–“વફા નં બં! મહારાસરીપગા'—હે ભગવન! આહારક શરીરો કેટલા પ્રકારનાં કહ્યાં છે?-ઇત્યાદિ. “વહાનિ લિયે અસ્થિ સિય સ્થિ–બદ્ધ શરીરો કદાચ હોય અને કદાચ ન હોય. અહીં “અસ્થિ—અસ્તિ એ અવ્યય બહુવચનમાં છે, તેથી ‘વિત્ સતિ, વિત્ર સતીત્યર્થ?' તેથી આહારક શરીરો કદાચ હોય અને કદાચ હોતા નથી, કારણ કે આહારક શરીરનું જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી છ માસનું અત્તર હોય છે. કહ્યું છે કે-“આહારક શરીરો લોકમાં કદાચિત્ વધારેમાં વધારે છ માસ સુધી હોતાં નથી અને જઘન્ય એક સમય સુધી હોતાં નથી. જ્યારે હોય છે ત્યારે પણ જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી સહસપૃથક્વે-બે હજારથી નવ હજાર સુધી હોય છે. અને મુક્ત શરીરો ઔદારિકની પેઠે જાણવાં. - તેજસ શરીર સંબન્ધ સૂત્ર કહે છે–‘વચાળે અંતિ! તેયારીયા'—હે ભગવન! તેજસ શરીરો કેટલા પ્રકારનાં છે? ઇત્યાદિ. તેમાં બદ્ધ-ગ્રહણ કરેલાં તેજસ શરીરો અનન્ત છે. તે અનન્તપણાનું કાળ, ક્ષેત્ર અને દ્રવ્ય વડે નિરૂપણ કરે છે‘અનંતાદિ' ઇત્યાદિ. તેનું કાળથી પરિમાણ-અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમય જેટલાં બદ્ધ તેજસ શરીરો છે, હેત્રથી અનન્ત લોક પ્રમાણ આકાશનાં ખંડના પ્રદેશ જેટલા છે, દ્રવ્યથી પરિમાણ-સિદ્ધાં કરતાં અનન્તગુણા છે. તેજસ શરીર પ્રત્યેક સંસારી જીવને હોય છે. સંસારી જીવો સિદ્ધોથી અનન્તગુણા છે, તેથી તેજસ શરીરો પણ સિદ્ધાંથી અનન્તગુણા થાય છે અને સર્વ જીવો કરતાં તેના અનન્તમા ભાગે ન્યૂન છે. અહીં તાત્પર્ય એ છે કે સિદ્ધોને તેજસ શરીર હોતું નથી, કારણ કે તેઓ સર્વ શરીર રહિત છે, અને સિદ્ધો સર્વ જીવોને અનન્તમે ભાગે છે તેથી સિદ્ધના જીવો વડે ન્યૂન એટલે અનન્તમા ભાગે ન્યૂન સર્વ જીવોના જેટલા બદ્ધ તેજસ શરીરો છે. મુક્ત તેજસ શરીરો અનન્ત છે. તે અનન્તપણે કાળ, ક્ષેત્ર અને દ્રવ્યવડે જણાવે છે410
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy