________________
बारसमं सरीरपयं ओहेण बद्ध-मुक्कसरीरपण्णत्ता
श्री प्रज्ञापना सूत्र भाग १
ગ્રહણ નથી, કારણ કે તેથી ઉપર કહેલા દોષની પ્રાપ્તિ થાય છે. પરન્તુ જે ઔદારિક શરીર જીવે ગ્રહણ કરીને મૂક્યું તે વિશીર્ણ ભાવને પ્રાપ્ત થતાં તેના અનન્ત ભેદ થાય છે, અને તે અનન્ત ભેદો થતા થતા જ્યાં સુધી તે પુદ્ગલો ઔદારિક—પરિણામનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે પ્રત્યેક ભેદને ‘ઔદારિક શરીર' કહેવાય છે, જે પુદ્ગલો ઔદારિક પરિણામનો ત્યાગ કરે છે તેની ઔદારિક શરીર તરીકે ગણના થતી નથી. તેથી એક શરીરના પણ અનન્ત શરીરો થાય છે. એ પ્રમાણે બધા શરીરો સંબન્ધે જાણવું. એ પ્રમાણે એક એક શરીરના અનન્ત ભેદ થતા હોવાથી એક શ૨ી૨ના પણ ઘણા અનન્ત શરીરો થાય છે, અને તેઓ અસંખ્યાતા કાળ સુધી રહે છે અને તે અસંખ્યાતા કાળે જીવે મૂકેલાં બીજા અસંખ્યાતા શરીરો હોય છે અને તે પ્રત્યેકના અનન્ત ભેદો થાય છે, તેઓમાં તેટલા કાળે જેઓ ઔદારિક શરીર પરિણામનો ત્યાગ કરે તેને છોડી દેવા અને બાકીના ગણવા. તેથી એ પ્રમાણે મુક્ત ઔદારિક શરીરોની ઊપર કહેલી અનન્ત સંખ્યા ઘટી શકે છે. આ મારી પોતાની મતિકલ્પના નથી, કારણ કે એ સંબન્ધુ ચૂર્ણિકાર કહે છે—‘અહીં કેવળ અખંડ ઔદારિક શરીરોનું ગ્રહણ નથી, તેમ ઔદારિકપણે ગ્રહણ કરી મૂકેલા સર્વ પુદ્ગલોનું પણ ગ્રહણ નથી, પરન્તુ જે ઔદારિક શરીર જીવે મૂકેલું છે, તેના અનન્ત ખંડ થાય અને જ્યાં સુધી તે પુદ્ગલો જીવવડે થયેલા ઔદારિક શરી૨કાયપ્રયોગનો ત્યાગ ન કરે અને જ્યાં સુધી અન્ય પરિણામ વડે પરિણત ન થાય ત્યાં સુધી તે પ્રત્યેક ‘ઔદારિક શરીર' કહેવાય છે. એ પ્રમાણે એક એક ઔદારિક શરીરના અનન્ત ભેદ થવાથી અનન્ત ઔદારિક શરીરો થાય છે'. ઇત્યાદિ.
અહીં શંકા કરે છે—શરીર દ્રવ્યના એક એક ભાગનો ઔદારિક શરી૨૫ણે કેમ વ્યવહાર થાય? ઉત્તર—લવણના દૃષ્ટાંતથી થાય છે. જેમ કે ખારી પ્રમાણ લવણ હોય, દ્રોણ પ્રમાણ હોય કે આઢક પ્રમાણ હોય તે બધું લવણ જ કહેવાય, જ્યાં સુધી એક ગાંગડો હોય ત્યાં સુધી લવણ કહેવાય છે, તેમ અહીં પણ અખંડ હોય તો પણ ઔદારિક શરીર કહેવાય, તેનો અર્ધભાગ હોય તો પણ, અને તેનો પણ એક ભાગ હોય યાવત્ અનન્તમો ભાગ હોય તો પણ તે શરીર જ કહેવાય છે. અહીં તાત્પર્ય એ છે કે જેમ લવણના પરિણામ વડે પરિણત થોડા કે ઘણા પુદ્ગલોનો સમુદાય લવણ કહેવાય છે, તેમ ઔદારિક શરીરયોગ્ય પુદ્ગલોનો સમુદાય પણ ઔદારિકપણે પરિણત થયેલો થોડો કે ઘણો હોય તો તેનો ઔકારિક શ૨ી૨૫ણે વ્યવહાર થઇ શકે છે. અથવા સમુદાયના એક ભાગમાં પણ સમુદાયવાચક શબ્દનો વ્યવહાર થાય છે. જેમ કે દેવદત્તની આંગળીના અગ્રભાગમાં સ્પર્શ કર્યો હોય તો ‘મેં દેવદત્તનો સ્પર્શ કર્યો' એમ કહેવાય છે, તેથી ઉપચારથી તેને ઔદારિક શરીર કહેવામાં કાંઇ પણ દોષ નથી.
(પ્ર૦) જો એમ છે તો તે અનન્ત લોકાકાશના પ્રદેશ પ્રમાણ ઔદારિક શરીરો એક લોકમાં કેમ રહી શકે? ઉત્તરપ્રદીપના પ્રકાશની પેઠે રહી શકે છે. તે આ પ્રમાણે—જેમ કે એક પણ દીવાનો પ્રકાશ આખા ઘરને પ્રકાશિત કરે છે, અને બીજા અનેક દીવાઓનો પ્રકાશ હોય તો પણ તેમાં જ સમાય છે, કારણ કે તેઓનો પરસ્પર વિરોધ નથી, તેમ ઔદારિક શરીર સંબન્ધે જાણવું. એમ બધાં મુક્ત શરીરો સંબન્ધે પણ આ યુક્તિ સમજવી.
(પ્ર૦) દ્રવ્ય અને ક્ષેત્ર છોડીને પ્રથમ કાળને આશ્રયી પ્રરૂપણા કેમ કરી? (0)—અન્ય કાળમાં રહેતા હોવાથી પુદ્ગલોને વિષે શરીરનો ઉપચાર થાય છે, અન્યથા થતો નથી, તેથી કાળ મોટો છે માટે પ્રથમ કાળને આશ્રયી પ્રરૂપણા કરી. એમ ઔદારિક શરીરો કહ્યાં, હવે વૈક્રિય શરીર સંબન્ધે સૂત્ર કહે છે—‘જેવડ્યા નં મંતે'! ઇત્યાદિ. બદ્ધ–ગ્રહણ કરેલાં વૈક્રિય શરીરો અસંખ્યાતા છે, તેમાં કાળને આશ્રયી પરિમાણ બતાવે છે–પ્રતિસંમયે એક એક શરીરનો અપહા૨ કરીએ તો અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે બધાં શરીરો અપહરાય. તાત્પર્ય એ છે કે અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમયો થાય છે તેટલા બદ્ધ વૈક્રિય શરીરો છે. ક્ષેત્રથી અસંખ્યાતી શ્રેણીઓ છે અને તે શ્રેણિઓનું પરિમાણ પ્રતરનો અસંખ્યાતમો ભાગ છે. તાત્પર્ય એ છે કે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણિઓ છે અને તે શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલાં બદ્ધ વૈક્રિય શરીરો છે.
409