________________
श्री प्रज्ञापना सूत्र भाग १
भाषापद परिशिष्ट ભાષા કહી. •
- હવે શ્રુતવિષયક ભાવભાષા કહે છે-શ્રતવિષયક ભાવભાષા ત્રણ પ્રકારની છે-સત્ય, અસત્ય અને અસત્યામૃષા. તેમાં સમ્યક્ત સહિત અને સમ્યગૂ ઉપયોગવાળાને સત્ય ભાષા હોય છે, કારણ કે તેનો વિશુદ્ધ આશય છે. તેજ સમ્યગ્દષ્ટિને ઉપયોગ સિવાય બોલતા શ્રુતવિષયક અસત્ય ભાવભાષા હોય છે. અથવા સત્ય પરિણામરહિત-સમ્યક કૃતના પરિણામરહિત મિથ્યાષ્ટિને ઉપયોગસહિત કે ઉપયોગ સિવાય બધી શ્રતવિષયક અસત્ય ભાવભાષા હોય છે. ઉપરના અવધિ, મન:પર્યવ અને કેવળ ત્રણ જ્ઞાનમાં ઉપયોગવાળો શ્રતવિષયક જે બોલે તે અસત્યામૃષા ભાષા જાણવી. કારણ કે બહુધા સૂત્રમાં તેવા પ્રકારની ભાષા છે. દ્રવ્યશ્રુતને આશ્રયી કેવલજ્ઞાન છતાં પણ ભાવભાષાનો સંભવ છે. ચારિત્રને આશ્રયી ભાવભાષા કહે છેચારિત્રની વિશુદ્ધિ કરનારી એટલે જે બોલતા ચારિત્ર વૃદ્ધિ પામે તે સત્ય ભાષા છે અને ચારિત્રની અવિશુદ્ધિ કરનારી એટલે જે બોલતાં ચારિત્રનો પરિણામ હીન થાય તે અસત્ય ભાષા છે, એ સિવાય જે બોલતાં ચારિત્રનો પરિણામ સ્થિર થાય તે અસંક્લેશ કરનારી સત્ય ભાષા અને જે બોલતાં ચારિત્ર ન રહે તે અસત્ય ભાષા. એ બન્ને ભાષા ચારિત્રને વિષે ભાવને આશ્રયી જાણવી.
એ પ્રમાણે દોષ અને ગુણોને જાણીને યુક્તિ અને આગમ વડે જેમ ચારિત્ર પરિણામની વૃદ્ધિના હેતુ ગુણો ન ઘટે, નાશ ન પામે તેવી રીતે સાધુઓએ બોલવું, ધર્મમાં તત્પર અને અધ્યાત્મ યોગમાં સ્થિર, હિતકારક અને પરિમિત બોલતા મહર્ષિની ભાષા ચારિત્રની વિશુદ્ધિ કરે છે અને ચારિત્રની વિશુદ્ધિ વડે મોહનીયકમનો ક્ષય કરીને અને કેવળજ્ઞાન રૂપ લક્ષ્મી પ્રાપ્ત કરીને શૈલેશી વડે યોગનો વિરોધ કરી સર્વ સંવરયુક્ત થઈને મોક્ષસુખને પ્રાપ્ત કરે છે.
• જિનમાં પ્રકટ રૂપે જે ગુણો છે. એજ ગુણો ભવ્યાત્મામાં અપ્રકટરૂપે પણ સત્તામાં પડ્યા જ છે. જેમ
કોઈના ઘરમાં સોનામહોરોથી ભરેલો ચરૂ જમીનમાં દાટેલો છે. ભલે એને ખ્યાલ નથી. પણ ભૂગર્ભમાં રહેલા આ માલના જાણનારને તો એનો ખ્યાલ આવે જ છે. એવી રીતે ભવ્યાત્માના આત્મરૂપી ઘરમાં ગુણોરૂપી રત્નોનો ચરૂ છે જ, એ વિશિષ્ટ જ્ઞાતિઓને દેખાય જ છે. અને એમના કહેવાથી એ ગુણોને પ્રકટ કરવા માટે સમજુ ભવ્યાત્મા પ્રયત્ન કર્યા સિવાય રહે જ નહીં. અરિહંત શબ્દ વિશિષ્ટ રીતે તીર્થકરોના માટે વપરાય છે. ‘નમો અરિહંતાણં” એ પદ તીર્થકરોને નમસ્કાર કરવાનું છે. એથી સામાન્ય કેવળજ્ઞાની ભગવંત જે રાગ-દ્વેષને જીતનારા હોવા છતાં પણ એમને આ પદથી નમસ્કાર આગમકારોએ નથી કર્યો એમને તો પાંચમાં પદથી નમસ્કાર કરવામાં આવેલ છે. અરિહંત' એ ચાર અક્ષરનો જાપ પણ અનાદિની કર્મ જંજિરોથી મુક્તિ અપાવવા માટે સમર્થ છે. અરિહંતની દેશના નિષ્ફળ જાય જ નહી કોઈને કોઈ ભવ્યાત્મા ધર્મને પામે છે.
- જયાનંદ
404