________________
भाषापद परिशिष्ट
श्री प्रज्ञापना सूत्र भाग १ જ્ઞાનદ્વાર પ્રેરણા કરે છે એટલો ભેદ છે, પ્રાર્થિત-યાચના કરેલ વસ્તુનો નિષેધ કરવો તે (૬) પ્રત્યાખ્યાની ભાષા કહેવાય છે જેમકે ‘આ વસ્તુ નહિ આપું વગેરે. ‘હું પાપ નહિ કરું ઇત્યાદિ દુરાચરણ નિષેધનું વચન એટલે નિષેધના વિષયમાં નિષેધની પ્રતિજ્ઞા તે પણ પ્રત્યાખ્યાની ભાષા છે. પોતાની ઇચ્છાના વિષયભૂત અર્થનું કથન તે (૭) ઇચ્છાનુલોમાં ભાષા કહેવાય છે. જેમકે કોઈ મનુષ્ય કાર્યનો પ્રારંભ કરતો પૂછે કે હું ‘આ કાર્ય કરું?” ત્યારે તે કહે કે “કરો મને પણ એ ઇષ્ટ છે. અહીં આત પુરુષની ઇચ્છાનો વિષય હોવાથી પોતાની ઈષ્ટસાધનતાની શંકાનો રોધ થવાથી ઈષ્ટસાધનતાનો નિશ્ચય થાય છે અને તેથી પોતાની ઇચ્છા વિલંબ વિના તુરત થાય છે માટે તે ઇચ્છાનુલોમા ભાષા કહેવાય છે. એ પ્રમાણે દીક્ષાની ઇચ્છાવાળો મનુષ્ય પિતા વગેરેની અનુમતિ માટે ગુરુના પ્રતિ પ્રશ્ન કરે અને ગુરુ ઉત્તર આપે કે જેમ સુખ થાય તેમ કરો પ્રતિબન્ધ ન કરો એ પણ ઇચ્છાનુલોમાં ભાષા જાણવી જેમાં અનેક કાર્યનો પ્રશ્ન કર્યો તેમાં એકનો પણ નિશ્ચય ન થાય તે (૮) અનભિગૃહીત ભાષા જાણવી. જેમકે આ બધા કાર્યોમાં કયું કાર્ય કરું? એ પ્રશ્નના ઉત્તરમાં “જે તને ઠીક લાગે તે કરી એ ઉત્તરમાં કોઈ પણ કાર્યનો નિર્ણય થતો ન હોવાથી અનભિગૃહીત ભાષા કહેવાય છે. આ ભાષાનું ફળ એ છે કે બધા કાર્યો તુલ્ય ફળવાળાં હોવાથી પ્રથમ ઉપસ્થિત કાર્યમાં જલદી પ્રવૃતિ કરવી, પણ અધિકની ઇચ્છા વડે અન્ય કાર્યની સામગ્રીના વિલંબ વડે વિલંબ ન કરવો.એ તાત્પર્ય છે. અથવા તો યદચ્છાપૂર્વક ડિત્યાદિક વચન કહેવું તે પણ અનભિગૃહીતા ભાષા કહેવાય છે. તેથી પ્રતિપક્ષવિરુદ્ધ ભાષા, એટલે જેમાં અનેક કાર્યો સંબન્ધી પ્રશ્ન કર્યો હોય ત્યારે એકનો નિશ્ચય કરવો તે (૯) અભિગૃહીતા. જેમ કે “અત્યારે આ કાર્ય કરવું.” અથવા “આ ઘટ છે” ઇત્યાદિ પ્રસિદ્ધ પ્રવૃત્તિનિમિત્તવાળા પદનું કથન કરવું. જેમાં અનેકાર્થક પદ સાંભળી શ્રોતાને સંદેહ થાય તે (૧૦) સંશયકરણી ભાષા. જેમકે કોઈ ‘સૈધવ લાવ’ એમ કહે ત્યારે સૈધવપદનો લવણ અને ઘોડા વગેરે અનેક અર્થમાં સંકેત જ્ઞાન થયેલ હોવાથી અનેકાર્થ પદના બોધમાં પ્રકરણાદિનું જ્ઞાન કારણ હોવાથી જ્યાં પ્રકરણાદિનું જ્ઞાન ન હોય ત્યાં વક્તાના અભિપ્રાયનો સંદેહ થવાથી “મારે લવણ લાવવું કે ઘોડો લાવવો' એવો માનસ સંદેહ થાય છે. જ્યાં પ્રકરણાદિનું જ્ઞાન હોય છે ત્યાં સંદેહ થતો નથી. કારણ કે ભોજનના પ્રકરણમાં કહ્યું હોય ત્યારે લવણનો બોધ થાય છે અને ગમનના પ્રસંગે કહ્યું હોય તો ઘોડાનો બોધ થાય છે. અહીં સંશયકરણી ભાષામાં “અનેકાર્થક પદ સાંભળીને કહેવામાં આવ્યું છે તે પ્રાયિક છે, તેથી ‘સંશયનું કારણ જે ભાષા તે સંશયકરણી ભાષા છે, તેથી ‘સ્થાણુ અથવા પુરુષ છે એ ભાષા પણ સંશયકરણી જાણવી. પ્રકટ-સ્પષ્ટ અર્થવાળી (૧૧) વ્યાકૃત ભાષા જાણવી, જેમકે “આ દેવદત્તનો ભાઈ છે.' ઇત્યાદિ. અતિગંભીર અને મહા અર્થવાળી (૧૨) અવ્યાકૃત ભાષા કહેવાય છે. અથવા બાળકોની અવ્યક્ત ભાષા પણ અવ્યાકૃત જાણવી. એ પ્રમાણે અસત્યામૃષા ભાષાના બાર ભેદ કહ્યા.
બધા દેવો, નારકો અને મનુષ્યોને સત્યાદિ ચારે પ્રકારની ભાષા હોય છે. બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયોને અસત્યામૃષા ભાષા હોય છે, કારણ કે તેઓને સમ્યમ્ જ્ઞાન અને પરને છેતરવા વગેરેનો અભિપ્રાય નહિ હોવાથી સત્યાદિ ભાષાનો અસંભવ છે, શિક્ષા અને લબ્ધિરહિત પંચેન્દ્રિય તિર્યંચોને અસત્યામૃષા ભાષા હોય છે, શિક્ષા-સંસ્કાર ઉત્પન્ન કરનાર પઠન, લબ્ધિ જાતિસ્મરણરૂપ કે તેવા પ્રકારના વ્યાવહારિક કુશલતા ઉત્પન્ન કરનાર ક્ષયોપશમ રૂપ જાણવી. શિક્ષા અને લબ્ધિરહિત પંચેન્દ્રિય તિર્યંચો સમ્યગૂ યથાવસ્થિત વસ્તુ પ્રતિપાદનના અભિપ્રાયથી બોલતા નથી, તેમ બીજાને છેતરવાની બુદ્ધિથી બોલતા નથી, પરન્તુ ગુસ્સે થયા છતાં અને બીજાને મારવાની ઇચ્છાવાળાં છતાં એ પ્રમાણેજ બોલે છે. અહીં ગુસ્સે થયેલા તેઓની ભાષા ક્રોધનિઃસૃત અસત્ય હોય એમ ન સમજવું, કારણ કે તેઓની અવ્યક્ત ભાષા હોવાથી તેથી સ્થિય થવાને અયોગ્ય છે. અથવા તે વિલક્ષણ ભાષાના પુદ્ગલો જન્ય છે. શિક્ષા અને લબ્ધિસહિત શુક સારિકા વગેરે તિર્યંચો યથાસંભવ ચારે ભાષાને બોલે છે, કારણ કે શિક્ષા અને લબ્ધિથી વ્યક્ત ભાષાની ઉત્પત્તિ થાય છે. એ પ્રમાણે દ્રવ્યવિષયક ભાવ
403